આરબીઆઇ/2017-18/136
DCM (CC) નંબર 3071/03.41.01/2017-18
માર્ચ 01, 2018
ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર /
ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર,
તમામ બેંકો
મહોદય / મહોદયા
કરન્સી વિતરણ અને વિનિમય યોજનાની સમીક્ષા (સીડીઇએસ)
કૃપા કરીને તારીખ ફેબ્રુઆરી 7, 2018 ની નાણાકીય નીતિની દ્વિ-માસિક સમીક્ષાના ભાગ ‘બી’ માં કરેલ જાહેરાતનો સંદર્ભ જુઓ. સમય સમય પર આરબીઆઈ બહેતર ગ્રાહક સેવા માટે તેમની કરન્સીની કામગીરીમાં વિવિધ મશીનોની સ્થાપના માટે ટેક્નોલૉજી ના સમાવેશને ઉત્તેજન આપવા માટે બેંકોને ઘણા પ્રોત્સાહનો આપી રહી છે. એવું ધ્યાનમાં આવ્યું છે કે આ યોજનાનાં ઉદ્દેશો મહદ્દ અંશે હાંસલ થયા છે.
2. તેથી, સમીક્ષા કર્યા પછી, જુલાઇ 20, 2016 ના માસ્ટર ડિરેક્શન ડીસીએમ (સીસી) નંબર -જી -4/03.41.01/2016-17 માં સમાવિષ્ટ ‘કેશ રિસાઇકલર્સ’ અને ‘માત્ર નાના મૂલ્યની નોટો વિતરિત કરતાં એટીએમ’ ની સ્થાપના માટે બેન્કોને આપવામાં આવેલા પ્રોત્સાહનો પાછા ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે,
3. ઉપરની સૂચનાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ પરિપત્ર ની તારીખ અને તે પહેલાંની તારીખો સહિત, બેન્કોને મોકલવામાં આવેલ મશીનોની બાબતમાં દાવાઓની પતાવટ, અમારી પ્રાદેશિક કચેરીઓ દ્વારા કરવામાં આવશે, જે તારીખ 20 જુલાઈ, 2016 ના ઉપરોક્ત માસ્ટર દિશાનિર્દેશ માં પૂર્વસૂચિત મર્યાદાઓને આધીન રહેશે.
4. આ પરિપત્ર અમારી વેબસાઇટ - www.rbi.org.in પર ઉપલબ્ધ છે.
આપનો વિશ્વાસુ,
(અજય મિચ્યારી)
મુખ્ય મહા પ્રબંધક |