ભારિબેં/2015-2016/393
ડીસીએમ (સીસી) ક્ર. જી-10/3352/03.41.01/2015-16
05 મે 2016
અધ્યક્ષ એવં પ્રબંધ નિદેશક /
મુખ્ય કાર્યપાલક અધિકારી
સર્વે બેંકો
મહોદયા / પ્રિય મહોદય,
બેંક શાખાઓ માટે જનતાને ગ્રાહક સેવા પ્રદાન કરવામાં કાર્યનિષ્પાદન પર આધારિત મુદ્રા વિતરણ તથા વિનિમય યોજના (સીડીઈએસ)
કૃપા કરીને "પ્રોત્સાહન તથા દંડ યોજના – સમીક્ષા" પર અમારો તારીખ 21 મે 2015નો પરિપત્ર ડીસીએમ (સીસી) ક્ર. 4846/03.41.01/2014-15 જૂઓ.
2. તેમાં જેવી રીતે સૂચિત કરવામાં આવ્યું હતું તે મુજબ પ્રોત્સાહન અને દંડ યોજનાની સમીક્ષા કરવામાં આવી છે. તેની સમીક્ષા પર, એમ નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રોત્સાહન યોજનાને દંડથી અલગ રાખવામાં આવે તેમજ કેટલાક પ્રોત્સાહનોનું સંશોધન કરવામાં આવે. તે મુજબ સંશોધિત કરેલા પ્રોત્સાહનોનો સમાવેશ કરતી "મુદ્રા વિતરણ તથા વિનિમય યોજના (સીડીઈએસ)" શીર્ષકથી એક નવી યોજના બનાવવામાં આવી છે તથા તેની સૂચના તેમજ આવશ્યક કાર્યવાહી માટે અનુલગ્નકમાં આપવામાં આવી છે. ઉપરોક્ત યોજના અનુસાર, કાર્યનિષ્પાદન પર આધારિત પ્રોત્સાહનની ચૂકવણી 01 જુલાઈ 2015 થી અમલી બનશે, પણ મશીનોના સંસ્થાપન માટે પ્રોત્સાહન ફક્ત કેશ રિસાયક્લર તથા કેવળ નીચા મૂલ્યવાળી નોટ વિતરણ કરવાવાળા એટીએમ માટે જ ઉપલબ્ધ થશે, જે નિશ્ચિત સીમા સુધી મશીનના મૂલ્યની પ્રતિપૂર્તિને આધીન હશે તથા પરિપત્રની તારીખથી અમલી બનશે.
3. દંડથી સંબંધિત બાબતોની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ વિષય પર પરિપત્ર બહાર પાડવામાં આવે ત્યાં સુધી દંડ સંબંધિત મામલાઓનો નિકાલ પ્રોત્સાહન તથા દંડ યોજના હેઠળ તારીખ 01 જુલાઈ 2014 ના રોજ જારી કરવામાં આવેલા માસ્ટર પરિપત્ર સં. જી-5/03.39.01/2014-15 મુજબ કરવામાં આવશે.
4. પરિપત્ર અમારી વેબસાઈટ www.rbi.org.in પર ઉપલબ્ધ છે.
ભવદીય,
(પી. વિજય કુમાર)
મુખ્ય મહાપ્રબંધક
અનુલગ્નક: ઉપર મુજબ
અનુબંધ
આમ જનતાને ગ્રાહક સેવા પ્રદાન કરવામાં કાર્ય નિષ્પાદનના આધાર પર મુદ્રા તિજોરી સહિત બેંક શાખાઓને પ્રોત્સાહન અને દંડની યોજના સંબંધિત માસ્ટર પરિપત્ર
1. ક્લીન નોટ પૉલિસીના ઉદ્દેશોને ધ્યાનમાં રાખતા બધી બેંક શાખાઓ આમ જનતાને નોટો અને સિક્કાઓના વિનિમયના સંબંધમાં સારી ગ્રાહક સેવા પ્રદાન કરે તે બાબત સુનિશ્ચિત કરવા માટે મુદ્રા તિજોરીઓ સહિત બધી જ બેંક શાખાઓ માટે “મુદ્રા વિતરણ તથા વિનિમય યોજના (સીડીઈએસ)” તૈયાર કરવામાં આવી છે.
2. પ્રોત્સાહન
આ યોજના અનુસાર, નોટો અને સિક્કાઓના વિનિમય માટે સુવિધાઓ પ્રદાન કરવા માટે બેંકો નીચે જણાવેલ નાણાકીય પ્રોત્સાહનને મેળવવા માટે પાત્ર છે:
| ક્રમ |
સેવાનો પ્રકાર |
પ્રોત્સાહનની વિગતો |
| i) |
અલ્પ બેંકિંગ સેવાઓવાળા રાજ્યોમાં 1 લાખથી ઓછી વસ્તીવાળા કેન્દ્રોમાં મુદ્રા તિજોરીઓ ખોલવી અને તેની જાળવણી |
ક. મૂડી ખર્ચ: દરેક મુદ્રા તિજોરી દીઠ રૂા. 50 લાખની મર્યાદાને આધીન, મૂડી ખર્ચના 50 ટકાની પ્રતિપૂર્તિ. ઉત્તર-પૂર્વીય ક્ષેત્રોમાં, દરેક મુદ્રા તિજોરી દીઠ રૂા. 50 લાખની મર્યાદાને આધીન, મૂડી ખર્ચના 100 ટકા પ્રતિપૂર્તિ માટે પાત્ર છે.
ખ. મહેસૂલી ખર્ચ: પહેલા 3 વર્ષ માટે, મહેસૂલી ખર્ચના 50 ટકાની પ્રતિપૂર્તિ. ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં, પહેલા 5 વર્ષ માટે મહેસૂલી ખર્ચના 50 ટકાની પ્રતિપૂર્તિ. |
| ii) |
બેંક શાખાઓના કાઉન્ટરો પર ખરાબ નોટોના વિનિમય / ફાટેલી-તૂટેલી બેંકનોટોનું ન્યાયનિર્ણયન (adjudication) |
ક. ખરાબ નોટોનો વિનિમય: રૂા. 50 સુધીના મૂલ્યવર્ગની ખરાબ બેંકનોટોના વિનિમય માટે પ્રતિ પેકેટ બે રૂપિયા
ખ. ફાટેલી-તૂટેલી નોટોનું ન્યાયનિર્ણયન: પ્રતિ નોટ રૂા. 2.00 |
| iii) |
કાઉન્ટરો પર સિક્કાનું વિતરણ |
i) કાઉન્ટરો પર સિક્કાના વિતરણ માટે પ્રતિ બેગ રૂા. 25/-
ii) બેંકો તરફથી દાવાની પ્રતીક્ષા કર્યા વગર, મુદ્રા તિજોરીઓમાંથી કરવામાં આવેલા ઉપાડના આધારે પ્રોત્સાહનની ચૂકવણી કરવામાં આવશે.
iii) સિક્કાનું વિતરણ છૂટક ગ્રાહકોને થાય છે પણ મોટા ગ્રાહકોને નહીં, તે બાબતને સુનિશ્ચિત કરવા માટે બેંકોએ જાંચ અને સમતુલનની પ્રણાલી અમલમાં મૂકવી.
iv) ભારતીય રિઝર્વ બેંકના ક્ષેત્રીય કાર્યાલયો દ્વારા મુદ્રા તિજોરીના નિરીક્ષણ / શાખાઓની આકસ્મિક મુલાકાતના માધ્યમથી સિક્કાના વિતરણનું સત્યાપન કરવામાં આવશે. |
| iv) |
મશીનોનું સંસ્થાપન જે જનતાને નગદ સંબંધિત છૂટક સેવાઓનું પ્રદાન કરે છે જેમકે –
-
કેશ રિસાયક્લર
-
નીચા મૂલ્યની નોટો આપવાવાળા એટીએમ (અર્થાત્ રૂા. 100 ના મૂલ્યવર્ગ સુધીની નોટો)
નોંધ: જો એટીએમ રૂા. 500/- ની તેમજ તેથી અધિક મૂલ્યની નોટો આપે તેવા હોય તો તે પ્રતિપૂર્તિને પાત્ર નથી. |
મશીનના માટે પ્રતિપૂર્તિ હેતુ મહત્તમ રકમ નીચે પ્રમાણે છે:
મેટ્રો / શહેરી ક્ષેત્રો માટે:
કેશ રિસાયક્લર: મશીનના વાસ્તવિક મૂલ્યના 50% અથવા રૂા. 2,00,000/- , જે ઓછું હોય તે.
નીચા મૂલ્યની નોટ આપવાવાળા એટીએમ (રૂા. 100 ના મૂલ્ય સુધી): મશીનના વાસ્તવિક મૂલ્યના 50% અથવા રૂા. 2,00,000/-, જે ઓછું હોય તે.
અર્ધશહેરી તથા ગ્રામીણ ક્ષેત્રો માટે:
કેશ રિસાયક્લર: મશીનના વાસ્તવિક મૂલ્યના 60% અથવા રૂા. 2,50,000/- , જે ઓછું હોય તે.
નીચા મૂલ્યની નોટ આપવાવાળા એટીએમ (રૂા. 100 ના મૂલ્ય સુધી): મશીનના વાસ્તવિક મૂલ્યના 60% અથવા રૂા. 2,50,000/-, જે ઓછું હોય તે. |
3. પ્રોત્સાહન પ્રાપ્ત કરવા માટે પરિચાલન માર્ગદર્શિકાઓ -
3.1 કાર્યનિષ્પાદન પર આધારિત પ્રોત્સાહન –
i. ભારતીય રિઝર્વ બેંકના નિર્ગમ કાર્યાલયો (Issue Offices) માં વાસ્તવિક રૂપથી પ્રાપ્ત ખરાબ નોટો પર પ્રોત્સાહનની ચૂકવણી કરવામાં આવશે. બેંકોએ અલગ દાવા પ્રસ્તુત કરવાની આવશ્યકતા નથી. મુદ્રા તિજોરી શાખાઓએ તેમની સાથે જોડાયેલી શાખાઓને તેમના દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી ખરાબ નોટો માટે પ્રમાણસર (pro-rata basis) પ્રોત્સાહન આપવું પડશે.
ii. આવી રીતે, ખરાબ નોટના પ્રેષણની સાથે પ્રાપ્ત / અલગથી રજીસ્ટર્ડ / વીમાકૃત ટપાલથી સીલબંધ કવરમાં ભારતીય રિઝર્વ બેંકને મોકલવામાં આવેલી અધિનિર્ણિત નોટોના સંબંધમાં પ્રોત્સાહનની ચૂકવણી કરવામાં આવશે. અલગથી દાવો પ્રસ્તુત કરવાની આવશ્યકતા નથી.
3.2 મશીનોના સંસ્થાપન માટે પ્રોત્સાહન:
i. જે બેંક એક વર્ષમાં 01 જુલાઈ થી 30 જૂન સુધીની અવધિ દરમ્યાન વિભિન્ન મશીનો ખરીદવા માગે છે અથવા મુદ્રા તિજોરી સ્થાપવા માગે છે, તે મશીન અને તેની કિંમતના પૂરા વર્ણન સહિત તેમની વાર્ષિક યોજના અમારા નિર્ગમ કાર્યાલયોને પ્રતિવર્ષ 15 એપ્રિલ તથા ચાલુ આધાર (on-going basis)પર પસ્તુત કરી શકે છે. અમારા નિર્ગમ કાર્યાલયને યોજના પ્રાપ્ત થયા બાદ તે પ્રત્યેક બેંકને તે વર્ષ માટે યોગ્ય મહત્તમ પ્રતિપૂર્તિ થઈ શકે તેવી રકમના વિષે સૂચિત કરશે.
આગામી વર્ષ (01 જુલાઈ 2016 થી 30 જૂન 2017) ના સંબંધિત પ્રસ્તાવો કૃપા કરીને 31 મે 2016 સુધીમાં ખાસ કેસના રૂપમાં ગણીને (as a special case)પ્રસ્તુત કરી દેવામાં આવે.
વર્તમાન વર્ષ (જુલાઈ 2015 થી જૂન 2016) ના સંબંધમાં, બેંક અમારા પરિપત્રની તારીખથી 30 જૂન 2016 સુધી મશીન ખરીદવાની યોજના અમારા ક્ષેત્રીય કાર્યાલયોને 31 મે 2016 સુધી અલગથી દર્શાવી શકે છે.
ii. કેશ રિસાયક્લરના સંસ્થાપન તેમજ નીચા મૂલ્યવર્ગની નોટોના વિતરણ કરવાવાળા એટીએમ મશીન માટે પ્રોત્સાહનના દાવા સંબંધિત બેંકના સંબંધિત કાર્યાલયના માધ્યમથી ભારતીય રિઝર્વ બેંકના સંબંધિત નિર્ગમ કાર્યાલયને ત્રિમાસિક આધાર પર 30 દિવસની અંદર પ્રસ્તુત કરવાના રહેશે. જો કે, આ પ્રકારના દાવા વેન્ડરને મશીનોની કિંમતની પૂર્ણ ચૂકવણી કર્યા બાદ જ પ્રસ્તુત કરી શકાય છે. |