Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
 
 
 
 
 
 
Home >> ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમો, 2009
 
MLRBI English Content

ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમો, 2009

ભાગ વિષયવસ્તુ
ભાગ-I પ્રસ્તાવના
ભાગ-II આરબીઆઈ (નોટ રીફંડ) નિયમો, 2009
ભાગ-III કાર્યપદ્ધતિ નું પત્રક
ભાગ-IV અનુબંધ-I
ભાગ-V અનુબંધ-II (સુરક્ષા લક્ષણો)

ભાગ-I

પ્રસ્તાવના

રિઝર્વ બેંક તેના તમામ નિર્ગમ કાર્યાલયો અને વાણિજ્ય બેન્કોની કરન્સી ચેસ્ટ શાખાઓમાં ફાટેલી અને વિરૂપિત નોટો બદલવાની સગવડ જનતા ને આપે છે. નોટ રીફંડ નિયમો ને સમજવા માં અને તેના ઉપયોગ ને સરળ બનાવવા માટે, આ નિયમો માં વ્યાપક રૂપે સંશોધન કરી તેને સરળ બનાવ્યા છે. એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે નામિત શાખાનો કોઇપણ અધિકારી સંબંધિત શાખામાં રજૂ કરવામાં આવેલ ફાટેલી નોટો અંગે નિર્ણય લઇ શકે છે. એવી આશા છે કે નિયમો નું સરળીકરણ અને ઉદારીકરણ નિર્ધારિત અધિકારી અને ફાટેલી નોટ રજૂ કરનાર, બંને માટે, સંશોધિત નિયમો ને સમજવામાં અને નિર્દિષ્ટ અધિકારીને નોટ રીફંડ નિયમોનો અમલ કરવામાં, પક્ષપાત માટે કોઈ ગુંજાશ છોડ્યા વગર, સહાયરૂપ થશે.

જો કે ગંદી નોટો ના વિનિમયની સવલત તમામ બેંકો દ્વારા તેમની તમામ શાખાઓમાં પૂરી પાડવાની છે, ફાટેલી નોટો ના વિનિમયની સવલત, નામિત બેંક શાખાઓ (સહકારી બેંકો અને આર. આર. બી. સહિત) માં તમામ પ્રસ્તુતકર્તાઓ ને, તેઓ ખાતા ધારક હોય કે ન હોય, ઉપલબ્ધ હશે. જાહેરજનતા પ્રતિ સમગ્રરીતે પૂરી બેન્કિંગ પ્રણાલીની આ ફરજ છે. એ કહેવાની આવશ્યકતા નથી કે આર. બી. આઈ. નોટ રીફંડ નિયમો નું સરળીકરણ અને તેના વિસ્તારનો હેતુ જાહેરજનતા ના સભ્યોને તેમના કબજામાં રહેલી ફાટેલી / વિરૂપિત નોટો કોઇપણ મુશ્કેલી વગર બદલવા માટે મદદ કરવાનો છે. નામિત બેંક શાખાઓ એ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે આ સુવિધા વિસ્તૃતરૂપે સામાન્ય જનતાના લાભ માટે આપવી જોઈએ અને કોઈ વ્યક્તિઓના સમૂહ દ્વારા તેનું અતિક્રમણ ન થવું જોઈએ.

આ બુકલેટમાં યોજના હેઠળ પાલન કરવાના નિયમો અને અપનાવવાની કાર્યપદ્ધતિ નો સમાવેશ થાય છે. ફાટેલી નોટો નો સ્વીકાર, તેનો અધિનિર્ણય અને રેકોર્ડની જાળવણી માટે અનુસરવાની પ્રક્રિયા પણ આ બુકલેટમાં આપેલી છે. આ વિષય પર આગળ જારી કરવાની તમામ સૂચનાઓ આ પુસ્તિકાના સંદર્ભમાં હશે અને બેન્કોની શાખાઓ જરૂરી સુધારાઓ કરી આ પુસ્તિકાને અદ્યતન કરશે. જો આ યોજના અંગે કોઈ સ્પષ્ટીકરણ ની જરૂર હોય, તો તેના માટે ભારતીય રિઝર્વ બેન્કના કાર્યાલયોમાં નિર્ગમ વિભાગને અથવા મુખ્ય મહાપ્રબંધક, ભારતીય રિઝર્વ બેંક, કેન્દ્રીય કાર્યાલય, મુદ્રા પ્રબંધ વિભાગ, મુંબઈ - 400001 (ઈ - મેલ મોકલવા, કૃપયા, અહીં ક્લીક કરો).

ભાગ-II

ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમો, 2009

A. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની જોગવાઈઓ

કલમ 28: કોઇપણ અધિનિયમ અથવા કાનૂની નિયમ માં કોઇપણ વિરૂદ્ધ બાબત સમાવિષ્ટ હોય તો પણ, કોઇપણ વ્યક્તિ કેન્દ્ર સરકાર અથવા બેંક પાસેથી ખોવાયેલ, ચોરાયેલ, ફાટેલી અથવા અપૂર્ણ ચલણી નોટનું મૂલ્ય અધિકારથી વસૂલ કરવા માટે હકદાર હશે નહીં. પરંતુ રિઝર્વ બેંક, કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી, એવી પરિસ્થિતિઓમાં અને મર્યાદાઓ ને આધિન, આવી ચલણી નોટો અથવા બેંક નોટોનું મૂલ્ય અનુગ્રહ તરીકે રીફંડ કરી શકશે અને આ જોગવાઈ હેઠળ બનાવેલા નિયમો સંસદના ટેબલ પર રાખવામાં આવશે.

કલમ 58 (1): સેન્ટ્રલ બોર્ડ, કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી, આ અધિનિયમની જોગવાઈઓ ની અસર આપવાના હેતુથી તમામ બાબતો કે જેના માટે જોગવાઈ કરવી આવશ્યક અથવા સુવિધાજનક છે, માટે આ અધિનિયમ સાથે સુસંગત હોય તેવા વિનિયમો રાજપત્ર માં જાહેરનામા ધ્વારા બનાવી શકશે.

કલમ 58 (2): વિશિષ્ટરીતે અને પૂર્વગામી જોગવાઈઓની વ્યાપકતા પ્રત્યે પૂર્વગ્રહ વિના, આવા વિનિયમો ની નીચેની તમામ અથવા કોઇપણ બાબતો માટે જોગવાઈ કરી શકાશે, અર્થાત્

(a) ------------------------------------

(b) ------------------------------------

(c) -------------------------------------

(q) એવી પરિસ્થિતિઓમાં અને શરતો તથા મર્યાદાઓને આધિન, કોઇપણ ખોવાયેલી, ચોરાયેલી, ફાટેલી અથવા અપૂર્ણ ભારત સરકારની ચલણી નોટ અથવા બેંક નોટનું રીફંડ આપી શકશે.

B. નોટ રીફંડ નિયમો:

ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 (2 ઓફ 1934) ની કલમ 58 ની પેટા કલમ (1) અને (2) ના ક્લોઝ (q) સાથે વંચાણમાં લેતાં કલમ 28 ની જોગવાઈઓ હેઠળ પ્રદત્ત સત્તાઓનો ઉપયોગ કરી અને ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમો, 1975 નું અધિક્રમણ કરીને, આવા અધિક્રમણ પહેલાં કરેલી અથવા કરવા માટે છોડી દીધેલી બાબતો સિવાય, સેન્ટ્રલ બોર્ડ કેન્દ્ર સરકાર ની પૂર્વ મજૂરી સાથે, સંજોગો અને શરતો તથા મર્યાદાઓને સ્પષ્ટ કરવા માટે, નીચેના નિયમો બનાવે છે કે જેના અંતર્ગત ખોવાયેલ, ચોરાયેલ, ફાટેલી અને સંપૂર્ણ નોટ નું મૂલ્ય અનુગ્રહ રૂપે રીફંડ આપી શકાય, અર્થાત્

1. લઘુ શીર્ષક, અમલ અને પ્રારંભ:

(1) આ નિયમો ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમો, 2009 તરીકે ઓળખાશે.

(2) આ નિયમો, એવી નોટને લાગુ પડશે જે બેંક સમક્ષ તેની પ્રસ્તુતી તારીખે કાયદેસરનું ચલણ હોય.

(3) આ નિયમો, સરકારના ગેઝેટ (રાજપત્ર) માં પ્રસિદ્ધ થયાની તારીખ થી અમલમાં આવશે.

2. વ્યાખ્યાઓ:

આ નિયમોમાં, જ્યાં સુધી આ સંદર્ભ ને અન્યરીતે આવશ્યક માનવામાં નહીં આવે:-

(અ) “અધિનિયમ” નો અર્થ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 (2 ઓફ 1934).

(બ) ‘બેંક’ નો અર્થ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ ની કલમ 2 દ્વારા રચાયેલ.

(ક) “બેંક નોટ” નો અર્થ બેંક દ્વારા જારી કરાયેલ કોઇપણ નોટ, પરંતુ એક રૂપિયા ની નોટ કે જેને ભારત સરકાર, નાણા મંત્રાલય, આર્થિક બાબતોના વિભાગ ના તારીખ 28 માર્ચ 1980 ના જાહેરનામા સંખ્યા જી. એસ. આર. 426 અનુસાર બેંક નોટ માનવામાં આવી છે, તેના સિવાય અન્ય સરકારી નોટ નો સમાવેશ થતો નથી.

(ડ) “આવશ્યક લક્ષણો” નો અર્થ સુરક્ષા લક્ષણો સહિત એવા લક્ષણો કે જે નોટની ઓળખ માટે આવશ્યક હોય જેવાકે,

(i) જારી કરવાવાળી સત્તા એટલે કે ભારતીય રિઝર્વ બેંક અથવા ભારત સરકાર, જે સ્થિતિ હોય તે, નું નામ હિન્દી અને / અથવા અંગ્રેજી માં.

(ii) હિન્દી અને / અથવા અંગ્રેજી માં ગેરંટી ક્લોઝ.

(iii) હિન્દી અને / અથવા અંગ્રેજી માં વચન ક્લોઝ.

(iv) હિન્દી અને / અથવા અંગ્રેજી માં હસ્તાક્ષર.

(v) અશોક સ્તંભ નું ચિન્હ અથવા મહાત્મા ગાંધી ની પ્રતિમા, યથાસ્થિતિ.

(vi) યથાસ્થિતિ અશોક સ્તંભ નું ચિન્હ અથવા મહાત્મા ગાંધી ની પ્રતિમા વાળું જળ - ચિન્હ (વોટરમાર્ક).

સ્પષ્ટીકરણ: આ ક્લોઝ ના ઉદ્દેશ્યો માટે,

(અ) નોટની યથાર્થતા / વાસ્તવિકતા અથવા અન્યથા નિર્ધારણ માટે ના સુરક્ષા લક્ષણોમાં નીચેના નો સમાવેશ થાય છે.

(i) કાગળની ગુણવત્તા.

(ii) આંકડાઓ નું કદ અને આકાર.

(iii) સુરક્ષા ધાગો.

(iv) ઉપસેલું (ઇન્ટાગ્લીઓ) મુદ્રણ.

(v) ઊભી પટ્ટીમાં અપ્રકટ/ગુપ્ત છબી.

(vi) ઇલેક્ટ્રો ટાઇપ જળ ચિન્હ (વોટરમાર્ક વિન્ડોમાં).

(vii) સૂક્ષ્મ લેખન (માઈક્રો લેટરીંગ)

(viii) પ્રતિદિપ્તિ / પ્રસ્ફુરણ (નંબર પેનલો અને મધ્ય બેન્ડ).

(ix) પ્રકાશીય રંગ પરીવર્તક સ્યાહી (રૂપિયા પાંચસો અને એક હજારના મૂલ્યવર્ગ માં).

(x) સી - થ્રુ રજીસ્ટર અને

(xi) બેંક દ્વારા ભવિષ્યમાં કોઈ સુરક્ષા લક્ષણ શરૂ કરવામાં આવે તે.

(બ) નોટના આવશ્યક લક્ષણો નિયત અધિકારીને ફાટેલી નોટ ની યથાર્થતા યા અન્યથા નક્કી કરવા માટે મદદરૂપ થવાના ઉદ્દેશથી વર્ણવ્યા છે.

(ઈ) “સરકારી નોટ” નો અર્થ કોઇપણ નોટ જે કેન્દ્ર સરકાર દ્વારા ઇસ્યુ કરેલી હોય અથવા કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક ને પૂરી પાડવામાં આવી હોય અને બેન્કે તેને ઇસ્યુ કરેલી હોય, એ શરતે કે આવી નોટો ના મૂલ્ય ની ચૂકવણી ની જવાબદારી બેંક ઉપર નાખવામાં આવી હોય અથવા બેન્કે લીધી હોય.

(ચ) “અપૂર્ણ નોટ” નો અર્થ કોઇપણ નોટ જે સંપૂર્ણ અથવા અંશત: વિરૂપિત, સંકોચાયેલ, ધોવાયેલ, પરિવર્તિત અથવા અસ્પષ્ટ હોય પરંતુ તેમાં ફાટેલી નોટ નો સમાવેશ થતો નથી.

(છ) “ફાટેલી નોટ” નો અર્થ એવી નોટ કે જેનો એક ભાગ ન હોય અથવા બેથી વધુ ટુકડાઓની બનેલી હોય.

(જ) “મીસ મેચ્ડ નોટ” નો અર્થ ફાટેલી નોટ કે જે કોઈ એક નોટ ના અડધા ભાગને કોઈ બીજી નોટના અડધા ભાગ સાથે જોડીને બનાવેલી હોય.

સ્પષ્ટીકરણ:

(i) ‘નોટ’ નો અર્થ બેંક નોટ અથવા સરકારી નોટ.

(ઝ) “નિર્દિષ્ટ અધિકારી” નો અર્થ બેંકના નિર્ગમ વિભાગના કોઈ અધિકારી અથવા આ સંબંધમાં, કરાર દ્વારા, તેના કોઈ એજન્ટ / નામિત બેંક ના કોઇપણ અધિકારી જેને આ નિયમો હેઠળ અધિનિર્ણય માટે ફાટેલી નોટો સ્વીકારવા માટે અધિકૃત કરેલો હોય.

(ટ) “ગંદી નોટ” નો અર્થ એવી નોટ જે ઉપયોગના કારણે ગંદી થઇ હોય અને તેમાં એકસાથે જોડાયેલ બે ટુકડાની નોટ નો પણ સમાવેશ થાય કે જ્યાં પ્રસ્તુત કરવામાં આવેલ બંને ટુકડા તેજ નોટના હોય અને પૂર્ણ નોટ બનાવતા હોય.

અહીંયાં વપરાયેલ શબ્દો અને અભિવ્યક્તિઓ કે જેની વ્યાખ્યા કરવામાં આવી નથી પરંતુ અધિનિયમમાં તેઓ વ્યાખ્યાયિત છે તેના માટે એ જ અર્થ નક્કી થશે જેવો અધિનિયમમાં છે.

3. ફાટેલી નોટના અધિનિર્ણય પર નિર્ણય:

ફાટેલી નોટના અધિનિર્ણય સંબંધી કોઈ વિવાદ ઊભો થાય તો, તે રિઝર્વ બેન્કને તેના નિર્ણય માટે મોકલવો જોઈએ અને તેનો નિર્ણય દાવેદાર, તેના નોમીનીઓ અથવા કાયદેસરના વારસદારો અથવા પ્રતિનિધિઓ ને બંધનકર્તા ગણાશે.

4. દાવાની પ્રસ્તુતી અને નિકાલ:

આ નિયમો હેઠળ કોઇપણ નોટ ના સંબંધ માં દાવો અધિનિર્ણય અને મૂલ્યની ચૂકવણી માટે નિર્દિષ્ટ અધિકારી સમક્ષ રજૂ કરી શકાય છે.

5. માહિતી માંગવાનો તથા તપાસ કરવાનો અધિકાર:

નિર્દિષ્ટ અધિકારી, જો તેમ કરવું આવશ્યક જણાય તો, આ નિયમો હેઠળ તેની સમક્ષ પ્રસ્તુત થયેલ કોઇપણ દાવા સંબંધી કોઈ માહિત માંગી શકે છે અથવા તપાસ કરી શકે છે અને જ્યાં નોટની યથાર્થતા શંકાસ્પદ હોય ત્યાં તે આવી શંકાસ્પદ નોટ ને નિષ્ણાત અભિપ્રાય માટે મહાપ્રબંધક, કરન્સી નોટ પ્રેસ, નાસિક રોડ ને અથવા આ હેતુ માટે લાગુ પડતા હોય તેવા કોઇપણ કાયદા હેઠળ નિમાયેલ અન્ય કોઈ સત્તાધિકારીને મોકલશે.

6. બધાજ દાવાઓ સંબંધમાં સામાન્ય જોગવાઈઓ:

(1) કોઈ એવી નોટ, કે જે ચોરાઈ ગઈ હોય, ખોવાયેલી હોય અથવા પૂર્ણત: નષ્ટ થઇ ગઈ હોય તેના સંબંધમાં કોઈ દાવો સ્વીકારવામાં આવશે નહીં.

(2) જો નિર્દિષ્ટ અધિકારીને સંતોષ થાય કે તેની સમક્ષ પ્રસ્તુત થયેલ ફાટેલી નોટ કે જે રિઝર્વ બેન્કના કોઇપણ કાર્યાલય દ્વારા રદ કરવામાં આવી હોવાનું પ્રતિત થાય અથવા કરેલ દાવાની ચૂકવણી આ નિયમો હેઠળ પહેલેથી કરી દેવામાં આવી હોવાનું પ્રતિત થાય તો તે, ઉપરોક્ત નિયમ 5 હેઠળ પૂછતાછ કરીને આવી નોટ પરના દાવાનો અસ્વીકાર કરી શકે છે.

(3) એવી નોટ ના સંબંધમાં દાવો કે જેને:

  1. નિશ્ચિતપણે એવી યથાર્થ નોટના સ્વરૂપે ઓળખી ન શકાય કે જેના માટે અધિનિયમ હેઠળ જવાબદારી બેંક પર હોય.

  2. અપૂર્ણ બનાવી હોય અથવા એવી રીતે ફાટેલી હોય કે જે ઉચ્ચ મૂલ્યવર્ગની પ્રતિત થતી હોય અથવા આ નિયમો હેઠળ જૂઠો દાવો પ્રસ્તુત કરવાના હેતુથી અથવા બેંક કે જનતાને છેતરપીંડી કરવા માટે જાણી જોઇને કાપેલી, ફાડેલી, વિકૃત કરેલી હોય, પરિવર્તિત કરેલી હોય અથવા અન્ય કોઈ રીતે તેની પર કાર્યવાહી કરેલી હોય; એ જરૂરી નથી કે દાવેદારે સ્વયં આ પ્રમાણે કર્યું હોય.

  3. જેના પર કોઈ વાંધાજનક શબ્દો લખ્યા હોય, અથવા કોઈ રાજનૈતિક અથવા ધાર્મિક સ્વરૂપનો સંદેશો આપવા માટે અથવા આપવા માટે સક્ષમ ભાવને વ્યક્ત કરવા માટે દ્રશ્યમાન અભિવ્યક્તિ અથવા કોઈ વ્યક્તિ કે સંસ્થાનું હિત વધારવા ના ઉદ્દેશ થી લખવામાં આવ્યું હોય.

  4. દાવેદાર દ્વારા કોઈ કાયદાની જોગવાઈનો ભંગ કરીને ભારત બહાર ના કોઈ સ્થળ થી લાવવામાં આવી હોય.

  5. નિર્દિષ્ટ અધિકારી અથવા બેંક દ્વારા માંગવામાં આવેલી કોઈ માહિતી, લાગુ પડતું હોય તે, દાવેદારે નોટીસ અથવા પત્રની પ્રાપ્તી ની તારીખ થી ત્રણ મહિના ની અંદર પ્રસ્તુત કરેલી ન હોય.

  6. નિર્દિષ્ટ અધિકારીના મત મુજબ આવા દાવાના સંબંધમાં ઈરાદાપૂર્વક છેતરપીંડી નો આશય પ્રતિત થતો હોય તો અસ્વીકાર કરવામાં આવશે અને તે સમયે લાગુ પડતા અન્ય કોઈ કાયદા હેઠળ વિચારણા માટે પાત્ર થશે નહીં.

7. અપૂર્ણ નોટ:

અપૂર્ણ નોટ નું નિયમ 8 માં આપેલા ટેબલો માં નિર્દિષ્ટ કર્યા મુજબ પૂર્ણ / અડધું મૂલ્ય ચૂકવવામાં આવી શકે છે જો -

(ક) વિષયવસ્તુ કે જે નોટ પર છપાયેલ છે તે સંપૂર્ણપણે અવાચ્ય થઇ ગઈ ન હોય.

(ખ) નોટ પર વાચ્ય વિષયવસ્તુ ના સંબંધમાં નિર્દિષ્ટ અધિકારી ને સંતોષ થાય કે તે અસલી / યથાર્થ નોટ છે.

8. ફાટેલી નોટો:

(1) એક રૂપિયો, બે રૂપિયા, પાંચ રૂપિયા, દસ રૂપિયા અને વીસ રૂપિયા ના મૂલ્યવર્ગની નોટો ના સંબંધમાં દાવા નો અધિનિર્ણય નીચેની પદ્ધતિએ કરવામાં આવશે, અર્થાત્

(i) જો પ્રસ્તુત કરેલી નોટના સૌથી મોટા એક અવિભાજિત ટુકડાનું ક્ષેત્રફળ, આગળના પૂર્ણવર્ગ સેન્ટીમીટર માં પૂર્ણાંકિત કરવાથી, સંબંધિત મૂલ્યવર્ગની નોટના કુલ ક્ષેત્રફળ ના 50 ટકાથી વધુ હોય તો ઉપરોક્ત મૂલ્યવર્ગ ની ફાટેલી નોટો નું પૂર્ણ (Full) મૂલ્ય ચૂકવવા પાત્ર થશે;

(ii) જો પ્રસ્તુત કરેલી નોટના સૌથી મોટા અવિભાજિત ટુકડાનું ક્ષેત્રફળ નોટના કુલ ક્ષેત્રફળના 50 ટકાથી ઓછું અથવા બરાબર હોય તો દાવાનો સ્વીકાર કરવામાં આવશે નહીં.

સ્પષ્ટીકરણ: આ ઉપ-નિયમ ના હેતુ માટે સ્પષ્ટતા કરવામાં આવે છે કે એક રૂપિયો, બે રૂપિયા, પાંચ રૂપિયા, દસ રૂપિયા અને વીસ રૂપિયા ના મૂલ્યવર્ગની ફાટેલી નોટનું પૂર્ણ મૂલ્ય ચૂકવવામાં આવશે, જો પ્રસ્તુત કરેલ નોટના સૌથી મોટા અવિભાજિત ટુકડાનું ક્ષેત્રફળ, નીચેના ટેબલ - 1 માં દર્શાવ્યા મુજબ, ક્રમશ: 31, 34, 38, 44 અને 47 વર્ગ સેન્ટીમીટર થી વધુ અથવા બરાબર હોય.

ટેબલ - 1
મૂલ્યવર્ગ લંબાઈ
(સેન્ટીમીટર)
પહોળાઈ
(સેન્ટીમીટર)
ક્ષેત્રફળ
(ચો. સેમી.2)
ચૂકવણી માટે આવશ્યક ન્યૂનતમ ક્ષેત્રફળ
(ચો. સે.મી.2)*
1 9.7 6.3 61 31
2 10.7 6.3 67 34
5 11.7 6.3 74 38
10 13.7 6.3 86 44
20 14.7 6.3 93 47
* પ્રત્યેક મૂલ્યવર્ગમાં નોટો ના અર્ધા ક્ષેત્રફળ બાદ આગળના પૂર્ણ અધિક વર્ગ સેન્ટીમીટર ના રૂપમાં દર્શાવેલું છે.

(2) રૂપિયા પચાસ અને તેની ઉપરના મૂલ્યવર્ગોની નોટોના સંબંધમાં દાવાની ચૂકવણી નીચેની પદ્ધતિએ કરવામાં આવશે, અર્થાત્

(i) જો પ્રસ્તુત કરેલી નોટના સૌથી મોટા અવિભાજિત ટુકડાનું ક્ષેત્રફળ, આગળ ના પૂર્ણવર્ગ સેન્ટીમીટર માં પૂર્ણાંકિત કરવાથી, સંબંધિત મૂલ્યવર્ગના ક્ષેત્રફળ ના 65 ટકાથી વધુ હોય તો ઉપરોક્ત મૂલ્યવર્ગની ફાટેલી નોટોનું પૂર્ણમૂલ્ય ચૂકવવામાં આવશે.

(ii) જો પ્રસ્તુત કરેલી નોટના સૌથી મોટા અવિભાજિત ટુકડાનું અવિભાજિત ક્ષેત્રફળ, આગળના પૂર્ણવર્ગ સેન્ટીમીટર માં પૂર્ણાંકિત કરવાથી, સંબંધિત મૂલ્ય વર્ગના ક્ષેત્રફળના 40 ટકાથી વધુ અથવા બરાબર અને 65 ટકાથી ઓછું અને બરાબર હોય તો નોટનું અડધું મૂલ્ય ચૂકવવા પાત્ર થશે.

(iii) જો નોટના સૌથી મોટા અવિભાજિત ટુકડાનું ક્ષેત્રફળ 40 ટકાથી ઓછું હોય તો નોટ નું કોઈ મૂલ્ય ચૂકવવા પાત્ર હશે નહીં અને દાવાનો અસ્વીકાર કરવામાં આવશે.

(iv) જો રૂપિયા પચાસ થી રૂપિયા એક હજારના મૂલ્યવર્ગ સુધીની ફાટેલી નોટના દાવામાં પ્રસ્તુત નોટ તેજ નોટના બે ટુકડાની બનાવેલી હોય અને બંને ટુકડા, અલગ - અલગ, નું ક્ષેત્રફળ તે મૂલ્યવર્ગની નોટના કુલ ક્ષેત્રફળના 40 ટકાથી વધુ અથવા બરાબર હોય તો દાવાનું પૂર્ણ મૂલ્ય ચૂકવવામાં આવશે અને અડધા મૂલ્ય માટે પ્રસ્તુત બે દાવાના રૂપમાં સમજવાનું જરૂરી નથી.

સ્પષ્ટીકરણ: આ ઉપ-નિયમ ના હેતુ માટે સ્પષ્ટતા કરવામાં આવે છે કે નીચે ટેબલ - 2 માં નિર્દિષ્ટ કર્યા અનુસાર,

(ક) જો પ્રસ્તુત કરવામાં આવેલી રૂપિયા પચાસ, રૂપિયા એકસો, રૂપિયા પાંચસો અને રૂપિયા એક હજાર ની ફાટેલી નોટના સૌથી મોટા અવિભાજિત ટુકડાનું ક્ષેત્રફળ, ઓછામાં ઓછું, ક્રમશ: 70, 75, 80 અને 84 વર્ગ સેન્ટીમીટર હોય તો તેનું પૂર્ણ મૂલ્ય ચૂકવી શકાશે.

(ખ) જો પ્રસ્તુત કરેલી નોટ ના સૌથી મોટા અવિભાજિત ટુકડાનું ક્ષેત્રફળ ઉપર નિર્દિષ્ટ કરેલ થી ઓછું હોય તો ઉપર ઉપ-નિયમ 8 ની ક્લોઝ 2 (ii) માં જોગવાઈ અનુસાર અડધા મૂલ્યની ચૂકવણી માટે દાવાનો વિચાર કરી શકાશે.

(ગ) જો રૂપિયા પચાસ, રૂપિયા એકસો, રૂપિયા પાંચસો અને રૂપિયા એક હજાર ની પ્રસ્તુત કરેલ નોટ ના સૌથી મોટા અવિભાજિત ટુકડાનું ક્ષેત્રફળ ક્રમશ: ઓછામાં ઓછું 43, 46, 49 અને 52 વર્ગ મીટર અથવા તેનાથી વધુ હોય તો એવી ફાટેલી નોટ નું મૂલ્ય અડધા મૂલ્ય ના રૂપમાં ચૂકવી શકાય છે.

(ઘ) જો સૌથી મોટા અવિભાજિત ટુકડાનું ક્ષેત્રફળ ઉપર ના માપ કરતાં ઓછું હોય તો દાવાનો અસ્વીકાર કરવામાં આવશે.

ટેબલ - 2
મૂલ્યવર્ગ લંબાઈ
(સેન્ટીમીટર)
પહોળાઈ
(સેન્ટીમીટર)
ક્ષેત્રફળ
(ચો. સેમી.2)
પૂર્ણ મૂલ્ય ચૂકવવા માટે આવશ્યક ન્યૂનતમ ક્ષેત્રફળ
(વર્ગ ચો. સે.મી.2)@
અડધું મૂલ્ય ચૂકવવા માટે આવશ્યક ન્યૂનતમ ક્ષેત્રફળ
(વર્ગ ચો. સે.મી.2)**
50 14.7 7.3 107 70 43
100 15.7 7.3 115 75 46
500 16.7 7.3 122 80 49
1000 17.7 7.3 129 84 52
@ પ્રત્યેક મૂલ્યવર્ગની નોટ ના ક્ષેત્રફળ ના 65 ટકા ના આગળના પૂર્ણ ઉચ્ચ વર્ગ સેન્ટીમીટરમાં પૂર્ણાંકિત.
** પ્રત્યેક મૂલ્યવર્ગની નોટના ક્ષેત્રફળ ના 40 ટકાના આગળના પૂર્ણ ઉચ્ચ વર્ગ સેન્ટીમીટર માં પૂર્ણાંકિત અથવા નોટના 40 ટકા.

9. મિસમેચ નોટના દાવાની ચૂકવણી: મિસમેચ નોટના સંબંધમાં દાવાની ચૂકવણી નીચેની રીતે કરી શકાય -

(ક) રૂપિયા વીસના મૂલ્યવર્ગ સુધીની નોટોના કેસમાં, પ્રસ્તુત કરેલા બે ટુકડા માંથી સૌથી મોટા ટુકડાનું ક્ષેત્રફળ માપવામાં આવે અને નાના અડધા ટુકડા ની અવગણના કરી નિયમ 8 ના ઉપ - નિયમ (1) ની જોગવાઈ અનુસાર અધિનિર્ણય કરી શકાય.

(ખ) જો પ્રસ્તુત કરેલા બે ટુકડા માંથી કોઇપણ ટુકડો નિયમ 8 ના ઉપ - નિયમ - 1 ના ખંડ (i) ની જોગવાઈ અનુસાર નિર્ધારિત ન્યૂનતમ ક્ષેત્રફળ જેટલો ન હોય તો દાવાનો અસ્વીકાર કરવામાં આવશે.

(ગ) રૂપિયા પચાસ અને તેની ઉપરના મૂલ્યવર્ગના કેસમાં, બંને ટુકડા ને બે અલગ દાવાઓ માનવામાં આવે અને તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે.

10. દાવેદારો પર નિયમો બંધનકર્તા રહેશે:

(1) આ નિયમો હેઠળ જે પણ ચૂકવણી કરવામાં આવશે તે માત્ર અનુગ્રહના રૂપમાં જ થશે અને બેંક, નિર્દિષ્ટ અધિકારીના માર્ગદર્શન માટે, આ નિયમોની જોગવાઈઓના અમલ માટે સમય સમય પર એવી પૂરક અથવા વિસ્તૃત સૂચનાઓ જારી કરશે, જેને તે યોગ્ય સમજે.

(2) જો કોઈ વ્યક્તિ કોઈ ફાટેલી અથવા અપૂર્ણ નોટ ના સંબંધ માં દાવો કરશે, તો એમ માનવામાં આવશે કે તેણે આ દાવો ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ ની કલમ 28 ની જોગવાઈઓ હેઠળ અને આ નિયમોની જોગવાઈઓને અધિન કર્યો છે, જે તમામ દાવેદારો, તેમના વારસદારો અથવા નામિત વ્યક્તિઓને બંધનકર્તા રહેશે.

11. નોટને રાખી મૂકવી અને નષ્ટ કરવી:

નિર્દિષ્ટ અધિકારી સમક્ષ દાવો કરવા માટે પ્રસ્તુત કરેલી નોટ, નોટ કોઇપણ મૂલ્યવર્ગની હોય અથવા દાવા સંબંધી નિર્દિષ્ટ અધિકારીનો નિર્ણય કોઇપણ હોય, રાખી મૂકવામાં આવશે અથવા નષ્ટ કરવામાં આવશે અથવા બેંક દ્વારા તેનો નીચેની રીતે નિકાલ કરવામાં આવશે.

(ક) એવી નોટના કિસ્સામાં જેનું પૂર્ણ મૂલ્ય ચૂકવવામાં આવ્યું હોય, ચૂકવણી પછી ગમે તે સમયે, અને

(ખ) એવી નોટના કિસ્સામાં કે જેના સંબંધમાં કોઈ ચૂકવણી કરવામાં આવી ન હોય અથવા જેના પર અડધા મૂલ્યની ચૂકવણી કરવામાં આવી હોય, દાવાનો અસ્વીકાર કરવાની અથવા અડધા મૂલ્ય ની ચૂકવણી, જે લાગુ પડે તેના નિર્ણય ની તારીખ થી ત્રણ માસનો સમયગાળો સમાપ્ત થવાથી, જો આ સમયગાળા દરમ્યાન બેંક ના કોઈ કાર્યાલય અથવા કોઇપણ નામિત બેંક ની શાખાને કોઈ સક્ષમ અદાલતમાંથી ઉલ્લેખિત નોટને નષ્ટ કરવા અથવા તેનો અન્યરીતે નિકાલ કરવાથી રોકવા માટે કોઈ આદેશ રજૂ કરવામાં આવ્યો ન હોય.

12. કાયદેસરના વારસદારો અથવા નોમીનીઓ ને ચૂકવણી:

(1) જો કોઈ દાવેદારે આ નિયમો હેઠળ દાવો રજૂ કર્યો હોય અને તેનું મૃત્યુ થાય તો, નિર્દિષ્ટ અધિકારી દ્વારા દાવાના નિર્ણયને અધીન, તેના કાયદેસરના પ્રતિનિધિઓ, દાવેદાર ને દેય રકમ નું, પેમેન્ટ મેળવવાને લાયક છે.

(2) કાયદેસરના પ્રતિનિધિઓ દાવેદારને દેય પેમેન્ટ, જો હોય તો, નિર્દિષ્ટ અધિકારીને કાયદેસરના પ્રતિનિધિ દ્વારા શાખા અથવા બેન્કના કોઈ કાર્યાલય અથવા આ હેતુ માટે બેંક દ્વારા નામિત કોઈ સંસ્થા કે એકમની તરફેણ માં નિષ્પાદિત ક્ષતિપૂર્ણ બોન્ડ રજૂ કરવાથી, મેળવવા માટે યોગ્ય ગણાશે.

દાવેદારના કાયદેસરના પ્રતિનિધિઓને રૂપિયા પાંચસો સુધી ની રકમની ચૂકવણી આ હેતુ માટે પ્રસ્તુત ઘોષણા ના આધાર પર કરી શકાય છે.

(3) જો ટ્રીપલ લોક રીસેપ્ટેકલ કવરના માધ્યમ થી બેંકમાં પ્રસ્તુત ફાટેલી નોટના કિસ્સામાં, પ્રસ્તુત કર્તા એ કવર પર નિર્દિષ્ટ કર્યા મુજબ તેના નામ અને સરનામા સાથે અન્ય વિગતો જેવી કે બેંક ખાતા નંબર વગેરે દર્શાવવાના રહેશે અને, વધારામાં, વ્યક્તિગત પ્રસ્તુતકર્તાઓ, તેમના વિકલ્પ અનુસાર, કવર પર નોમીની નું નામ અને સરનામું પણ દર્શાવી શકે છે કે જે યોગ્ય ઓળખાણને અધીન, ક્ષતિપૂર્તિ બોન્ડ રજૂ કર્યા સિવાય, દાવા પર ચૂકવવા માટે નક્કી કરેલી રકમ પ્રાપ્ત કરી શકે.

13. છાપેલા ફોર્મ:

નિયમ 12 માં દર્શાવ્યા મુજબ, જ્યાં બેન્કની તરફેણમાં ક્ષતિપૂર્ણ બોન્ડ નિષ્પાદન કરવાનું હોય ત્યાં આ નિયમો હેઠળ એવા દાવેદારને અથવા તો પેમેન્ટ પ્રાપ્ત કરવા માટે હકદાર વ્યક્તિને બોન્ડની એક છાપેલી કૉપી નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે.

14. સ્ટેમ્પ ડ્યુટી:

ક્ષતિપૂર્તિ બોન્ડ પર લગાડવાના સ્ટેમ્પનું મૂલ્ય બોન્ડ નિષ્પાદન કરનાર વ્યક્તિ દ્વારા ચૂકવવામાં આવશે.

15. જયારે નાણા મેળવનાર (payee) શોધી શકાય તેમ ન હોય ત્યારે અનુસરવાની પ્રક્રિયા -

(1) ભારતીય રિઝર્વ બેન્કના કાર્યાલયો માં અધિનિર્ણિત નોટોના કિસ્સામાં, જ્યાં નોટનું મૂલ્ય અથવા મૂલ્યનો ભાગ દાવેદારને ચૂકવવા પાત્ર હોય અને આવો દાવેદાર શોધી ન શકાય અથવા તેનું મૃત્યુ થયું હોય ત્યારે તેના દ્વારા નિર્દિષ્ટ તેના કાનૂની પ્રતિનિધિઓ અથવા નોમીની ને પણ શોધી ન શકાય અથવા તેને નિર્ણયની સૂચના આપ્યાની તારીખ થી ત્રણ માસ ના સમયગાળામાં તે રકમ પ્રાપ્ત કરવા માટે કોઈ પગલાં લેવામાં નિષ્ફળ જાય તો આવી ચૂકવવા પાત્ર રકમ બેન્કના બેન્કીંગ ડીપાર્ટમેન્ટ ને ચૂકવવામાં આવશે.

(2) નામિત બેન્કની શાખા અથવા અન્ય એકમોમાં અધિનિર્ણિત ફાટેલી નોટના કિસ્સામાં, પ્રસ્તુતકર્તાને વિનિમય મૂલ્ય પ્રાપ્ત કરવા માટે કાર્યવાહી કરવા ના નિર્ણયની સૂચના આપ્યાની તારીખ થી ત્રણ માસ ની અંદર તે કોઈ પગલાં ન લે તો આવી રકમ બેન્કના નિર્ગમ કાર્યાલય માં જમા કરાવી શકાય.

ભાગ-III

બેન્કોની નામિત શાખાઓમાં ફાટેલી નોટોની પ્રાપ્તી, અધિનિર્ણય, ચૂકવણી અને નિકાલ / નીપટાન માટે કાર્યવાહીનું પત્રક

1. શાખાઓ જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ છે:

જાહેરજનતાના લાભ અને સગવડતા માટે, ભારતીય રિઝર્વ બેન્કે બેન્કોની નામિત શાખાઓને, ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમો 2009 અંતર્ગત, ફાટેલી નોટોને સ્વીકારવા, બદલવા અને સ્વીકાર્ય વિનિમય મૂલ્યની ચૂકવણી કરવા માટે અથવા આ નિયમો હેઠળ ચૂકવવા પાત્ર ન હોય તેવી ફાટેલી નોટોનો અસ્વીકાર કરવા માટે અધિકૃત કરેલી છે.

2. કેવી નોટોનો સ્વીકાર કરી શકાય:

આ નિયમો હેઠળ શાખાઓ રૂપિયા 1, 2, 5, 10, 20, 50, 100, 500, 1000 (અને આવી અન્ય મૂલ્યવર્ગની નોટો કે જે ભવિષ્યમાં જારી કરવામાં આવે) ના મૂલ્યવર્ગની નોટો વિનિમય માટે સ્વીકારી શકશે.

વધુમાં, આવી નોટો જે અત્યંત બરડ થઇ ગયેલી, ખરાબ રીતે બળેલી, બળીને કાળી થઇ ગયેલી, અલગ ન કરી શકાય તે રીતે એકબીજા સાથે ચીપકી ગયેલી અને તેથી તેને વધુ ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોય અથવા જે સમય પસાર થવાની સાથે પોતાની મૂળ ઓળખ ગુમાવી શકે છે તેવી નોટો શાખાઓ દ્વારા વિનિયમ માટે સ્વીકારી શકશે નહીં. આવી નોટો ધરાવનારાઓને સૂચિત કરવામાં આવે કે તેઓ તેમને ભારતીય રિઝર્વ બેન્કના નિર્ગમ વિભાગના પ્રભારી અધિકારી, જેના કાર્યક્ષેત્ર હેઠળ સંબંધિત કરન્સી ચેસ્ટ આવેલી હોય, સમક્ષ પ્રસ્તુત કરે, જ્યાં આવી નોટો વિશેષ પ્રક્રિયા હેઠળ તપાસવામાં આવશે.

3. કોની પાસેથી નોટો સ્વીકારવામાં આવશે:

જે કોઇપણ વ્યક્તિ તેની ફાટેલી નોટો શાખામાં બદલવા ઈચ્છતી હોય, શાખાઓ મુક્તપણે આવી નોટો સ્વીકારી શકશે. જનતાના વિશાળ વર્ગને સેવા પૂરી પાડવાના આશયથી, જો જરૂર જણાય તો, શાખા કોઈ એક વ્યક્તિ દ્વારા એક જ વારમાં પ્રસ્તુત કરવાની નોટોની સંખ્યા પર ઉચિત નિયંત્રણ મૂકી શકે છે. સરકારી વિભાગો અને બેંકો પાસેથી પરસ્પર સંમતિથી મોટી સંખ્યામાં નોટો સ્વીકારી શકાય. શાખાઓ એ જોવા માટે પગલાં લેશે કે વિનિમય સવલતો ખાનગી મુદ્રા પરીવર્તકો અથવા દોષપૂર્ણ નોટોના વ્યવસાયીક વેપારીઓ સુધી સિમીત ન રહે.

4. નોટો કેવી રીતે સ્વીકારવી જોઈએ:

નોટો કાઉન્ટર પર સ્વીકારવી જોઈએ. નોટો પ્રાપ્ત કર્યા પછી, પ્રત્યેક મૂલ્યવર્ગની નોટોની સંખ્યા અને તેમનું મૂલ્ય દર્શાવી ને ફોર્મ DN - 1 માં ડુપ્લીકેટમાં કાગળનો ટોકન તૈયાર કરવામાં આવે. પ્રાપ્તકર્તા સ્ટાફ / અધિકારીએ તેમના હસ્તાક્ષર કરીને ટોકનની બંને નકલો પર નોટોની કુલ સંખ્યા અને મૂલ્ય ને અધિકૃત કરવું જોઈએ. મૂળ નકલ પ્રસ્તુતકર્તાને આપવી જોઈએ. બીજી નકલ નોટો સાથે જોડવી જોઈએ અને નોટો સાથે ટોકન અધિનિર્ણય માટે નિર્દિષ્ટ અધિકારી ને મોકલવી જોઈએ. વિવિધ ટોકનો દ્વારા આવી લેવાયેલ પ્રસ્તુત નોટો ભળી ન જાય તે માટે નોટોને સંબંધિત ટોકનો સાથે મજબૂતાઈથી બાંધવામાં આવે. વધુમાં, એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે, પ્રાપ્તિ અને નિર્દિષ્ટ અધિકારી ને મોકલવા દરમ્યાન નોટોને નુકસાન ન થાય. પેપર ટોકનો ને ક્રમાંકિત રીતે નંબર આપેલ હોવો જોઈએ. અસ્વીકૃત નોટોના સંબંધમાં પ્રસ્તુતકર્તા ઓ દ્વારા ઊઠાવી શકાય તેવા વિવાદ થી બચવા, પ્રસ્તુત કરેલી તમામ નોટો પર ટોકન નંબર લખવા સલાહભર્યું છે. પ્રત્યેક પ્રસ્તુતી ની વિગતો રજીસ્ટર DN - 2 માં નોંધવી જોઈએ.

5. નિર્ધારિત અધિકારી - અધિનિર્ણય અને ચૂકવણી:

નિર્ધારિત અધિકારી એ એવો અધિકારી છે કે જેને નામિત શાખા દ્વારા ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમો 2009 ની કલમ 2 (g) માં વ્યાખ્યાયિત થયા મુજબ આ નિયમો હેઠળ ફાટેલી નોટોના અધિનિર્ણય માટે અધિકૃત કરવામાં આવ્યો હોય. તે પ્રત્યેક ફાટેલી નોટને તેના ગુણ - દોષ ના આધારે તપાસશે અને આ નિયમો પ્રમાણે તેની ચૂકવવા પાત્રતા નક્કી કરશે. તેને આ નિયમો હેઠળ ચૂકવવા પાત્ર જણાય તેવી નોટો પર ‘પે’ નો સીક્કો લગાવીને અને તેના પર પોતાના આદ્યાક્ષર કરીને પોતાનો “પે” નો હુકમ નોંધશે. તે જે રીતે, તે નોટ પર લગાવેલી તારીખ સાથેના “અસ્વીકૃત” ના સીક્કા પર પોતાના આદ્યાક્ષર કરીને તથા 6 (3), 8 (1) (ii), 8 (2) (ii) અને સ્પષ્ટીકરણમાંના નિયમો કે જેના અંતર્ગત દાવાનો અસ્વીકાર કરેલો છે તે દર્શાવીને તેનો “અસ્વીકૃતિ” નો આદેશ નોંધશે. પેમેન્ટ ઓર્ડર અથવા અસ્વીકૃતિ નો આદેશ નોટના આગળના ભાગમાં લગાવો જોઈએ અને નોટને સાંધવા માટે લગાડેલ કોઈ કાગળ પર કે નોટની પાછળના ભાગમાં નહીં. નિર્દિષ્ટ અધિકારી નોટો સાથે સંલગ્ન ડુપ્લીકેટ પેપર ટોકન પર પણ તેનો હુકમ નોંધશે અને ફોર્મ DN - 3 માં અસ્વીકૃતી સૂચના તૈયાર કરાવશે. ત્યારપછી નોટો તેના પર લગાડેલ ટોકન સાથે પ્રસ્તુતકર્તા ને પેમેન્ટ કરવા માટે કાઉન્ટ પર પાછી મોકલવી જોઈએ.

નિર્ધારિત અધિકારી, જો આવશ્યક હોય તો, અધિનિર્ણય પહેલાં ખરાબ રીતે સાંધેલી નોટોને પુન:સંધાવી શકે. નિર્દિષ્ટ અધિકારી આ નિયમો હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરતી વખતે આવશ્યક સાવધાની થી કાર્ય કરે કે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આ નિયમો હેઠળ ચૂકવવા પાત્ર નોટો નો અસ્વીકાર કરવામાં ન આવે અને ચૂકવવા પાત્ર ન હોય તેવી નોટોનું પેમેન્ટ કરવામાં ન આવે. જો કે ચૂકવેલ (પેઈડ) નોટો ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપર્યુક્ત નિયમો હેઠળ ચૂકવવા પાત્ર ન જણાય, તો બેંક આવી અધિકૃત બેંક પાસેથી નુકસાનનું મૂલ્ય વસુલ કરી શકેછે. આ સંબંધમાં, અધિકૃત બેંક શાખા ને ભારતીય રિઝર્વ બેંક, કે જે ઉપર્યુક્ત નિયમો અંતર્ગત અંતિમ સત્તા છે અને જેને નિયમો બનાવવાની, તેને જારી કરવાની, તેમાં સુધારો કરવાની, અર્થઘટન કરવાની અને તેને લાગુ કરવાની સત્તા આપેલી છે, નો નિર્ણય બાધ્ય ગણાશે.

6. ચૂકવણી (પેમેન્ટ):

નિયત અધિકારી પાસેથી પેપર ટોકન સાથેની નોટો મળ્યા પછી કાઉન્ટર સ્ટાફ ખાત્રી કરશે કે ‘પે’ અને ‘રીજેક્ટ’ હકમો તમામ નોટો અને પેપર ટોકન પર યોગ્ય રીતે નોંધાયેલા છે. તે પ્રસ્તુતકર્તાને, તેને જારી કરવામાં આવેલ મૂળ ટોકન કે જેની પાછળ તેનું નામ અને સરનામું લખેલું હોય તે રજૂ કરવાથી, નોટોનું વિનિયમ મૂલ્ય ચૂકવશે કે જે ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો હોય તથા તેને ફોર્મ DN - 3 માં અસ્વીકૃતિ ની સૂચના, જો હોય તો, પણ આપશે. ત્યારબાદ તે જેનું વિનિયમ મૂલ્ય ચૂકવવામાં આવ્યું છે તેવી નોટો પર (આગળના ભાગ પર) દિનાંકીત “PAID” નો સ્ટેમ્પ લગાવશે. કોઇપણ કિસ્સામાં અસ્વીકૃત નોટો પ્રસ્તુતકર્તાને પાછી આપી શકાશે નહીં. પેમેન્ટ પૂર્ણ થયા બાદ ‘પેઈડ’ અને ‘રીજેક્ટેડ / અસ્વીકૃત’ નોટોને અલગ કરવી જોઈએ. પ્રસ્તુતકર્તા દ્વારા રજૂ કરવામાં આવેલ મૂળ ટોકન અસ્વીકૃત નોટો સાથે જોડવો જોઈએ. એ વાતની કાળજી રાખવી જોઈએ કે જે નોટો પર અડધું મૂલ્ય ચૂકવવામાં આવ્યું છે તેને અસ્વીકૃત નોટો સાથે રાખવી જોઈએ કે જેથી પ્રસ્તુતકર્તા પાછળથી પૂર્ણ મૂલ્યના બદલે અડધા મૂલ્યની ચૂકવણી પર પ્રશ્ન ઊઠાવવાનું પસંદ કરે તો આવી નોટો ને આસાની થી શોધી શકાય. જે શાખાઓમાં ભારતીય રિઝર્વ બેંક ની કરન્સી ચેસ્ટ નથી, ત્યાં શાખાની રોકડ બેલેન્સ સાથે “પેઈડ” અને ‘અસ્વીકૃત’ નોટો અલગથી રાખવી જોઈએ. જો કે, શાખા પ્રબંધકની નોટોની યોગ્ય તથા સલામત કસ્ટડી માટે સમગ્રતયા જવાબદારી છે. એ સ્પષ્ટરીતે સમજવામાં આવે કે પેઈડ અને સ્વીકૃત બંને પ્રકારની નોટો ભારતીય રિઝર્વ બેંક વતી બેંકો પોતાની પાસે રાખે અને કોઇપણ પદ્ધતિએ તેનો નિકાલ આ સંબંધમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવે તેવા નિર્દેશોને અધીન કરવામાં આવે.

કરન્સી ચેસ્ટ ધરાવતી શાખાઓમાં, ફક્ત પેઈડ નોટોજ રૂ. 500 ના ગુણાંક માં અને ન્યૂનતમ રૂ. 1000/- કરન્સી ચેસ્ટ માં જમા કરશે. પરંતુ, અડધુંમૂલ્ય ચૂકવેલ પેઈડ નોટો અને અસ્વીકૃત નોટો શાખાના રોકડ બેલેન્સ સાથે અલગથી રાખવામાં આવશે.

7. અધિનિર્ણીત નોટોનું એકાઉન્ટીંગ:

પૂર્ણ મૂલ્ય ચૂકવેલી નોટો ને નોન - ઇસ્યુએબલ નોટો સમાન માનવામાં આવશે અને નોન - ઇસ્યુએબલ નોટોને જમા કરવા માટેની કાર્યપદ્ધતિ ને અનુસરીને કરન્સી ચેસ્ટ બેલેન્સ ના ભાગ તરીકે રાખી શકાશે. આવી નોટોને કરન્સી ચેસ્ટ સ્લીપમાં નોન - ઇસ્યુએબલ તરીકે દર્શાવશે. ચૂકવાયેલી (પેઈડ) નોટોને ભારતીય રિઝર્વ બેન્કને મોકલવાની ગંદી નોટો થી અલગ રાખવામાં આવશે અને તેને અલગ બીનમાં રાખવામાં આવશે. આવી નોટોને અલગ થી પેક કરવામાં આવશે અને ભારતીય રિઝર્વ બેન્કના નિર્ગમ કાર્યાલયમાં ગંદી નોટોના પ્રેષણ સમયે તેને ગંદી નોટો સાથે મોકલવામાં આવશે. અડધું મૂલ્ય ચૂકવેલ નોટો અને અસ્વીકૃત નોટોને અલગથી શાખાના રોકડ બેલેન્સ સાથે રાખવામાં આવશે અને કોઇપણ સંજોગોમાં તેમને ચેસ્ટમાં પૂર્ણ મૂલ્ય ચૂકવેલ નોટો સાથે જમા કરી શકાશે નહીં.

નોન - ચેસ્ટ શાખાઓ તેમના દ્વારા અધિનિર્ણીત નોટોને લીંક કરન્સી ચેસ્ટ માં મોકલશે કે જેઓ ગંદી નોટો સાથે તેને ભારતીય રિઝર્વ બેંકમાં મોકલશે.

8. અધિનિર્ણીત નોટોની ચકાસણી અને તબદીલી:

પૂર્ણ મૂલ્ય માટે અધિનિર્ણીત કરેલ નોટો અલગથી ગંદી નોટો સાથે મોકલી શકાય. ભારતીય રિઝર્વ બેંકમાં તેની ગુણાત્મક અને માત્રાત્મક ચકાસણી કરવામાં આવશે. આવી નોટોને કરન્સી પ્રેષણ તરીકે ગણવામાં આવશે અને તદનુસાર તેને હિસાબમાં લેવામાં આવશે.

અર્ધ મૂલ્ય ચૂકવેલ તથા અસ્વીકૃત નોટોને આર. બી. આઈ. ના નિર્ગમ વિભાગના દાવા અનુભાગમાં અલગથી મોકલવામાં આવશે. નિર્ધારિત અધિકારીએ તેમને આર. બી. આઈ. માં મોકલતા પહેલાં એ સુનિશ્ચિત કરવું પડશે કે નિયમાવલીના પેરા 11 (ખ) માં દર્શાવ્યા મુજબ નોટોની જાળવણી નો ત્રણ માસનો સમય પૂરો થઇ ગયો છે. જો કે, DN - 2 માં પ્રસ્તુતકર્તાની વિગતો તેને ચૂકવણી કરવા માટે સુરક્ષિત રાખવી જોઈએ. તેનો હિસાબ કરન્સી ચેસ્ટ ધરાવતી શાખામાંથી પ્રાપ્તીના રૂપમાં રાખવામાં આવશે. આવી નોટો ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઓડીટ ને અધિન હશે કે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે કોઇપણ અસ્વીકૃત નોટ કોઇપણ મૂલ્ય માટે ચૂકવવા પાત્ર નથી અને કોઇપણ અર્ધમૂલ્ય ચૂકવેલી નોટ પૂર્ણ મૂલ્ય માટે ચૂકવવાને પાત્ર નથી. જો કે અર્ધમૂલ્ય ચૂકવેલ અને અસ્વીકૃત નોટોએ જાળવણી માટેનો આવશ્યક સમયગાળો પહેલેથીજ પૂર્ણ કરેલો હશે તેથી તેઓને ભારતીય રિઝર્વ બેન્કના નિર્ગમ વિભાગ દ્વારા યોગ્ય લાગે તે રીતે નષ્ટ કરવામાં આવશે.

9. બનાવટી નોટો:

જો ફાટેલી નોટોના અધિનિર્ણય દરમ્યાન કોઈ નોટ બનાવટી હોવાની શંકા હોય અથવા બનાવટી જણાય તો નિર્ધારિત અધિકારી દ્વારા તેને જપ્ત કરાવવી જોઈએ અને તેના પર “બનાવટી નોટ જપ્ત કરી” નો સ્ટેમ્પ મારીને તેના પર પોતાના આદ્યાક્ષર કરે. બનાવટી નોટોના સંબંધમાં નિર્ધારિત પ્રક્રિયા કરવી જોઈએ. બનાવટી નોટ પકડવા સંબંધી સુલભ સંદર્ભ માટે યથાર્થ નોટોના મુખ્ય લક્ષણો અનુબંધ માં આપેલા છે.

10. વિવિધ:

(i) માત્ર એજ નોટો જે ફાટેલી હોય તેનેજ નિર્દિષ્ટ અધિકારી દ્વારા તપાસવી જોઈએ અને અધિનિર્ણય કરવો જોઈએ, ગંદી નોટો (જેમાં સમસ્તર અથવા લંબરૂપ મધ્ય અથવા મધ્ય ની નજીક થી ફાટેલી બે ટુકડા નોટનો સમાવેશ થાય છે) તે મુક્તપણે કરન્સી ચેસ્ટ શાખા સહિતની તમામ બેંક શાખાઓએ સ્વીકારવી અને બદલવી જોઈએ.

(ii) શક્ય તેટલા ઓછામાં ઓછા સમયમાં વિનિમય મૂલ્ય ચૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ કોઇપણ સંજોગોમાં તે જ દિવસે તેની ચૂકવણી કરવી જોઈએ. બેન્કિંગ પદ્ધતિને સુવિધાજનક બનાવવા, વિનિમય મૂલ્ય ઈ. સી. એસ. મારફતે ખાતામાં જમા કરવું જોઈએ અથવા બેન્કર ચેક અથવા ડીમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ચૂકવણી કરવી જોઈએ.

(iii) નિર્દિષ્ટ અધિકારીએ પ્રસ્તુત કરેલી નોટો કાળજીપૂર્વક તપાસવી જોઈએ. જો કોઈ નોટો શંકાસ્પદ અથવા બનાવેલી જણાય તો તેવી નોટોને ટેબલ લેમ્પ ની રોશનીમાં તપાસવી જોઈએ કે જેથી નોટના સૌથી મોટા અવિભાજિત ટુકડા ના માપનો ખ્યાલ આવે કે જે નોટો બદલવાનો મૂળ માપદંડ છે.

(iv) નિર્દિષ્ટ અધિકારીએ તેનો પેમેન્ટ ઓર્ડર લાલ શ્યાહી થી નોંધવો જોઈએ અને તેના પર “પે” સ્ટેમ્પ તરતજ લગાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. “પે” ઓર્ડરનો સ્ટેમ્પ તેની કસ્ટડીમાં રાખવો જોઈએ કે જેથી તેના ખોટા ઉપયોગ ને અટકાવી શકાય.

(v) દોષપૂર્ણ નોટોની ચૂકવવા પાત્રતા અથવા અન્ય પ્રકારનો અભિપ્રાય વ્યક્ત કરવાની વિનંતીઓ પર વિચારણા કરવામાં ન આવે.

(vi) વિનિમય માટે પ્રસ્તુત કરાયેલ નોટોના નિરિક્ષણ અથવા પરત કરવા અથવા તેના સંબંધમાં અન્ય કોઈ માટેની વિનંતીઓ પર વિચારણા કરવી જોઈએ નહીં.

11. નિર્દિષ્ટ અધિકારી માટે સહાયક સાધનો:

નિર્દિષ્ટ અધિકારીને નીચેના સાધનો ઉપલબ્ધ કરાવવા જોઈએ કે જેથી તેને દોષપૂર્ણ નોટોના નિકાલ સમયે વધુ સારો નિર્ણય લેવા સક્ષમ બનાવી શકાય.

  1. મધ્યમ તીવ્રતા (રોશની) વાળા ટેબલ - લેમ્પ

  2. બૃહદદર્શક કાચ

  3. માપવા માટેની સેન્ટીમીટર પ્લેટ (પ્લાસ્ટીક)

  4. વિવિધ ડીઝાઈનોમાં તમામ મૂલ્યવર્ગની યથાર્થ નોટોનો એક સેટ (શંકાસ્પદ કિસ્સામાં સરખામણી કરવાના હેતુ થી)

12. નોટીસ બોર્ડ પર સૂચના:

શાખા પ્રબંધક જાહેરજનતાની જાણ માટે હિન્દી, અંગેજી અને સ્થાનિક ભાષામાં નીચેના બોર્ડ શાખા પરિસર ની બહાર લગાવવાની વ્યવસ્થા કરે.

“ફાટેલી નોટો અહીંયાં સ્વીકારવામાં અને બદલવામાં આવે છે.”

બેન્કિંગ હોલમાં અને જ્યાં ફાટેલી નોટો સ્વીકારવામાં આવતી હોય તે કાઉન્ટર ની ઉપર નીચેનું બોર્ડ લગાવવામાં આવશે.

  1. ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમો હેઠળ અહીંયાં ફાટેલી નોટો બદલવા માટે સ્વીકારવામાં આવે છે.

  2. વિનિમય મૂલ્ય, જો હોય તો, તે જ દિવસે પ્રાપ્ત કરવામાં આવે.

  3. જે નોટો પર વિનિમય મૂલ્ય ચૂકવવા પાત્ર નથી તેને અમારી પાસે રાખી મૂકવામાં આવશે.

  4. કોઇપણ પ્રકારની મુશ્કેલીમાં, શાખા પ્રબંધક ને મળવું.

ભાગ - V - અનુબંધ II

ભારતીય બેંક નોટોના સુરક્ષા લક્ષણો

વોટરમાર્ક (જળચિન્હ):

મહાત્મા ગાંધી શ્રેણી ની બેંક નોટોમાં, વોટરમાર્ક વિન્ડોમાં પ્રકાશ અને છાયાના આભાસ વાળી બહુ દિશાત્મક રેખાઓ સાથે મહાત્મા ગાંધીનું જળચિન્હ છે.

સુરક્ષા ધાગો (સિક્યુરીટી થ્રેડ):

ઓક્ટોબર 2000 માં શરૂ કરવામાં આવેલી રૂ. 1000 ની નોટોમાં વિન્ડોની અંદર એક વાંચી શકાય તેવો સુરક્ષા ધાગો છે, જેના આગળના ભાગ પર ‘ભારત’ (હિન્દીમાં), “1000” અને “RBI” લખેલ શબ્દો વારાફરતી જોઈ શકાય છે પરંતુ પાછળના ભાગમાં સંપૂર્ણપણે ગૂંથેલ છે. રૂ. 500 અને રૂ. 100 ની નોટોમાં સમાન દ્રશ્યમાન લાક્ષણીકતાઓ સાથે અને ‘ભારત’ (હિન્દીમાં) અને ‘RBI’ લખેલો સુરક્ષા ધાગો છે. નોટ ને જ્યારે પ્રકાશ સામે રાખવામાં આવે ત્યારે રૂ. 1000, રૂ. 500 અને રૂ. 100 ની નોટોમાં સુરક્ષા ધાગો એક સતત રેખા રૂપે જોઈ શકાય છે. 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા અને 50 રૂપિયાની નોટોમાં સુરક્ષા ધાગો વિન્ડોની અંદર વાંચી શકાય તેવો અને સંપૂર્ણપણે ગૂંથાયેલો, ‘ભારત’ (હિન્દીમાં) અને ‘RBI’ લખાણ સાથે નો હોય છે. સુરક્ષા ધાગો મહાત્મા ગાંધીના ચિત્રની ડાબી તરફ જોવા મળે છે. મહાત્મા ગાંધી શ્રેણી શરૂ કર્યા પહેલાં જારી કરેલ નોટોમાં એક સાદો, અપઠનીય અને સંપૂર્ણરીતે ગૂંથાયેલ સુરક્ષા ધાગો છે.

ગુપ્ત છબી:

રૂ. 1000, રૂ. 500, રૂ. 100, રૂ. 50 અને રૂ. 20 ની નોટોના આગળના ભાગ પર મહાત્મા ગાંધીના ચિત્રની જમણી બાજુ એક ઊભી પટ્ટીમાં એક ગુપ્ત છબી છે. જે સંબંધિત મૂલ્યવર્ગ નો અંક દર્શાવે છે. જયારે નોટને આંખ સુધી સમસ્તર રાખવાથી ગુપ્ત છબી જોઈ શકાય છે.

માઈક્રો લેટરીંગ:

આ લક્ષણ મહાત્મા ગાંધીના ચિત્ર અને ઊભી પટ્ટી વચ્ચે જોવા મળે છે. 5 રૂપિયા અને 10 રૂપિયાની નોટોમાં “RBI” શબ્દ લખેલ છે. 20 રૂપિયા અને તેનાથી વધુ મૂલ્યવર્ગની નોટોમાં માઈક્રોલેટર્સ (સૂક્ષ્મ શબ્દોમાં) મૂલ્યવર્ગીય અંક જોવા મળે છે. આ લાક્ષણિકતા બૃહદદર્શક કાચ થી વધુ સારી રીતે જોઈ શકાય છે.

ઉપસેલું છાપકામ (ઇન્ટાગ્લીઓ પ્રિન્ટીંગ):

મહાત્મા ગાંધી ચિત્ર, રિઝર્વ બેન્કની મુદ્રા, બાંયધરી અને વચન ક્લોઝ, ડાબી તરફ અશોક સ્તંભ નું ચિન્હ, ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર ની સહી ઇન્ટાગ્લીઓ અર્થાત્ ઉપસેલ પ્રિન્ટમાં છપાયેલ છે કે જે ને રૂ. 20, રૂ. 50, રૂ. 100, રૂ. 500 અને રૂ. 1000 ની નોટોમાં સ્પર્શ દ્વારા અનુભવી શકાય છે.

ઓળખ ચિન્હ:

રૂ. 10 સિવાયની તમામ નોટો પર વોટરમાર્ક વિન્ડો ની ડાબી તરફ ઇન્ટાગ્લીઓમાં એક વિશેષ લાક્ષણિકતા શરૂ કરેલી છે. આ લાક્ષણિકતા વિવિધ મૂલ્ય વર્ગોમાં અલગ - અલગ આકારોમાં છે. (રૂ. 20 - ઊભો લંબચોરસ, રૂ. 50 - ચોરસ, રૂ. 100 - ત્રિકોણ, રૂ. 500 - વર્તુળ, રૂ. 1000 - હીરો) અને તે દ્રષ્ટિહીન લોકોને મૂલ્યવર્ગ ઓળખવામાં મદદ કરે છે.

પ્રકાશપરાવર્તન (ફ્લોરોસેન્સ):

નોટોના નંબર પેનલોને પ્રકાશ પરાવર્તનીય શ્યાહીમાં છાપેલા છે. નોટોમાં ઓપ્ટીકલ ફાઈબર પણ છે. જયારે નોટોને અલ્ટ્રા - વાયોલેટ લેમ્પ સામે રાખવમાં આવે ત્યારે બંને વિશેષતાઓ જોઈ શકાય છે.

પ્રકાશીય રંગ પરીવર્તક શ્યાહી (ઓપ્ટીકલી વેરીએબલ ઇન્ક):

આ એક નવું સુરક્ષા લક્ષણ છે જેને રૂપિયા 500 અને રૂપિયા 1000 ની નોટોમાં રાખવામાં આવ્યું છે કે જેને નવેમ્બર 2000 માં સંશોધિત રંગ યોજના અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. 500 રૂપિયા ને 1000 રૂપિયા ની નોટોના આગળના ભાગમાં અનુક્રમે આંકડાઓ 500 અને 1000 પ્રકાશીય રંગ પરિવર્તક શ્યાહી માં એટલે કે રંગ બદલવાવાળી શ્યાહીમાં છપાયેલ છે. નોટને સપાટ પકડવાથી 1000 / 500 ના આંકડાઓનો રંગ લીલો જણાય છે, પરંતુ નોટને ત્રાંસી પકડવાથી રંગ બદલાઈને ભૂરો દેખાય છે.

આરપાર મિલાન મુદ્રણ (સી થ્રુ રજીસ્ટર):

વોટરમાર્ક ની બાજુમાં ઊભી પટ્ટીના મધ્યમાં, નોટના આગળના (ખાલી) અને પાછળના (ભરેલા) બંને ભાગ પર છપાયેલી નાની પુષ્પાકૃતિ ડીઝાઇન છે, જે બંને બાજુ થી એક લાગે છે. જયારે તેને પ્રકાશમાં જોવામાં આવે ત્યારે માત્ર એક જ પુષ્પાકૃતિ ડીઝાઇન દેખાય છે.

 
Top 
 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×