આરબીઆઈ/2018-19/66 ડીસીએમ (સીસી) નંબર 1083/03.39.01/2018-19
25 ઓકટોબર 2018
ચેરમેન & મેનેજીંગ ડાયરેકટર મુખ્ય કારોબારી અધિકારી / મનેજીંગ ડાયરેક્ટર કરન્સી ચેસ્ટ ધરાવતી તમામ બેંકો
મહોદયા / પ્રિય મહોદય,
કરન્સી ચેસ્ટનું ફાયર ઓડીટ –સ્પષ્ટતા
કૃપા કરીને “ સુરક્ષા / નિરીક્ષણ જરૂરિયાતો અને ટ્રેઝરીની હેરફેર” પરના તારીખ 13 એપ્રિલ 2016 ના પરિપત્ર ડીસીએમ (સીસી) નંબર જી-11/3445/03.39.01/2015-16 દ્વારા જારી કરવામાં આવેલ સૂચનાઓનો સંદર્ભ જુઓ. અમે તમામ કરન્સી ચેસ્ટ ધરાવતી બેન્કોને એ સુનિશ્ચિત કરવાની સૂચના આપેલી હતી કે કરન્સી ચેસ્ટોનું ફાયર ઓડીટ જીલ્લા આગ વિભાગ (ડીસ્ટ્રીકટ ફાયર ડીપાર્ટમેન્ટ)ના અધિકારીઓ દ્વારા બે વર્ષમાં એકવાર કરાવવામાં આવે.
2. અમને વિવિધ બેન્કોમાંથી તેમની સંબંધિત કરન્સી ચેસ્ટોમાં સામયિક ફાયર ઓડીટ કરાવવા માટે રાજ્ય / જીલ્લા આગ વિભાગમાં સ્ટાફ ઉપલબ્ધ નહી હોવા અંગે પત્રો મળી રહ્યા છે. આ બાબત તપાસવામાં આવી અને એવું નક્કી કરવામાં આવેલ છે કે જીલ્લા આગ વિભાગના અધિકારીઓની બિન-પ્રાપ્યતાના કિસ્સામાં, ફાયર ઓડીટ સંબંધિત રાજ્ય / જીલ્લા આગ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ એજન્સીઓ દ્વારા પણ કરાવી શકાશે. તારીખ 13 એપ્રિલ 2016 ના પરિપત્રમાં સમાવિષ્ટ અન્ય સૂચનાઓ યથાવત રહે છે.
આપનો વિશ્વાસુ,
(માનસ રંજન મોહંતી) મુખ્ય મહાપ્રબંધક
Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×