આરબીઆઇ/2017-18/105
DPSS.CO.PD નં .1633/02.14.003/2017-18
ડિસેમ્બર 06, 2017
ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર / ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ
આરઆરબી / શહેરી સહકારી બેંકો / રાજ્ય સહકારી બેંકો / જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકો સહિત તમામ અનુસુચિત વાણીજ્ય બેંકો /
ચુકવણી બેંકો અને નાની નાણાં બૅન્કો / તમામ કાર્ડ નેટવર્ક પૂરું પાડનારા
મહોદય /મહોદયા
ડેબિટ કાર્ડ વ્યવહારો માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) નું સુયોજન (rationalisation)
કૃપા કરીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 2017-18 ની પાંચમી દ્વિ-માસિક મોનિટરી પોલિસી સ્ટેટમેન્ટમાં જાહેર કરાયેલ ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) માટે સુધારેલા માળખા અંગે વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ અંગેના નિવેદનના ફકરા 1 નો સંદર્ભ જુઓ.
2. રિઝર્વ બેંકે, જૂન 28, 2012 ના તેના પરિપત્ર DPSS.CO.PD.No.2361/02.14.003/2011-12 અનુસાર ડેબિટ કાર્ડ વ્યવહારોને લાગુ પડતો મહત્તમ MDR નિર્દિષ્ટ કર્યો હતો જેને ડિસેમ્બર 16, 2016 ના પરિપત્ર DPSS.CO.પી.ડી.નં.1515/02.14.003/2016-17 મુજબ સુધારવામાં આવ્યો હતો.
3. “ડ્રાફટ પરિપત્ર - ડેબીટ કાર્ડ વ્યવહારો માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) નું સુયોજન (rationalisation) પર સહભાગીઓ સાથેના પરામર્શને આધારે તથા મોટાભાગના વેપારીઓનો વર્ગ , ખાસ કરીને નાના વેપારીઓ દ્વારા ડેબિટ કાર્ડની સ્વીકૃતિને પ્રોત્સાહન આપવા અને સંકળાયેલ સંસ્થાઓ માટે વ્યવસાયની ટકાઉક્ષમતા સુનિશ્ચિત કરવાના બેવડા (ટ્વીન) હેતુઓને ધ્યાનમાં લઈને, ડેબીટ કાર્ડ માટેના એમડીઆરને નીચેના માપદંડો પર આધારિત, સુયોજિત (rationalise) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે:
એ. ટર્નઓવરના આધારે વેપારીઓનું વર્ગીકરણ.
બી. QR- કોડ આધારિત વ્યવહારો માટે અલગ એમડીઆરને અપનાવવો.
સી. 'કાર્ડ પ્રસ્તુત' અને 'કાર્ડ અપ્રસ્તુત’ વ્યવહારો, બંને માટે, મહત્તમ સ્વીકૃત એમડીઆર પરની મર્યાદા નિર્દિષ્ટ કરવી.
4. તદનુસાર, ડેબિટ કાર્ડ વ્યવહારો માટે મહત્તમ એમડીઆર નીચે મુજબ રહેશે:
| અનુ. નં. |
વેપારી શ્રેણી (કેટેગરી) |
ડેબિટ કાર્ડ વ્યવહારો માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) (વ્યવહાર મૂલ્યના % તરીકે) |
| ઓનલાઈન કાર્ડ વ્યવહારો સહિત પ્રત્યક્ષ POS ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખું) |
QR કોડ-આધારિત કાર્ડ સ્વીકૃતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર |
| 1 |
નાના વેપારીઓ
(અગાઉના નાણાંકીય વર્ષ દરમિયાન ₹ 20 લાખ સુધી ટર્નઓવર) |
0.40% કરતાં વધુ નહી
(ટ્રાન્ઝેક્શન દીઠ ₹200 ના એમડીઆરની મર્યાદા) |
0.30% કરતાં વધુ નહી
(ટ્રાન્ઝેક્શન દીઠ ₹200 ના એમડીઆરની મર્યાદા) |
| 2. |
અન્ય વેપારીઓ
(અગાઉના નાણાંકીય વર્ષ દરમિયાન ₹20 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા) |
0.90% કરતાં વધુ નહી
(ટ્રાન્ઝેક્શન દીઠ ₹1000 ના એમડીઆરની મર્યાદા) |
0.80% કરતાં વધુ નહી
(ટ્રાન્ઝેક્શન દીઠ ₹1000 ના એમડીઆરની મર્યાદા) |
5. એમડીઆર ને વિભાજિત કરવાના તારીખ 1 સપ્ટેમ્બર, 2016 ના અમારા પરિપત્ર DPSS.CO.PD.નં.639/ 02.14.003/2016-17 તથા તારીખ 26 મે, 2016 ના મર્ચન્ટ એકવીઝીશન માટે બોર્ડની મંજૂરીની નીતિ અમલમાં મુકવાના અમારા પરિપત્ર DPSS.CO.PD.નં.2894/02.14.003/2015-2016, ના સદર્ભ પર ધ્યાન આકર્ષિત કરીએ છીએ. એ પુનરુચ્ચારિત કરવામાં આવે છે કે ઉપરના દિશા નિર્દેશોનું બેંકો અને અધિકૃત કાર્ડ ચુકવણી નેટવર્ક્સ ચુસ્તપણે પાલન કરે. વધુમાં, બેન્કો એ સુનિશ્ચિત કરશે કે વેપારી પર લાગુ કરાયેલ એમડીઆર ઉપર સૂચવ્યા મુજબ, કેપ રેટ કરતાં વધી ન જાય, ભલે પછી વેપારીના સ્થળે કાર્ડ સ્વીકૃતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરનારી સંસ્થા ગમે તે હોય.
6. બેંકોને એ સુનિશ્ચિત કરવા માટે પણ સલાહ આપવામાં આવે છે કે ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણીનો સ્વીકાર કરતી વખતે તેમના દ્વારા સંચાલિત વેપારીઓ ગ્રાહકો પર એમડીઆર ચાર્જ પસાર કરતા નથી.
7. ઉપરોક્ત સૂચનાઓ 1 જાન્યુઆરી, 2018 થી અમલમાં રહેશે. આ સૂચનાઓ સમીક્ષાને પાત્ર છે.
8. આ આદેશ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007, (2007 ના એક્ટ 51) ના સેક્શન 18 સાથે વંચાણે લઈને વિભાગ 10 (2) હેઠળ જારી કરવામાં આવે છે.
આપનો વિશ્વાસુ
(નંદા એસ. દવે)
પ્રભારી ચીફ જનરલ મેનેજર |