આરબીઆઇ/2017-18/175
ડીસીબીઆર.બીપીડી.(પીસીબી).પરિ.ક્ર.07/09.09.002/2017-18
મે 10, 2018
ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર
બધી પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો
માનનીય મહોદય/મહોદયા
પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) માટે પ્રાધાન્યતા (priority) ક્ષેત્રને ધિરાણ પર સુધારેલી માર્ગદર્શિકાઓ
કૃપા કરીને તારીખ જુલાઈ 1, 2015 ના અમારા માસ્ટર સર્ક્યુલર ડીસીબીઆર.બીપીડી.(પીસીબી) મા.પરિ.નં 11/09.09.001/2015-16 માં એકત્રિત કરેલ ઉપરોક્ત વિષય પરનો ઓક્ટોબર 8, 2013 નો અમારો પરિપત્ર યુબીડી.સીઓ.બીપીડી.(પીસીબી).એમસી.નં.18/09.09.001/2013-14 અને સમયાંતરે તેમાં કરેલ સુધારાઓનો સંદર્ભ જુઓ.
હાલની માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવામાં આવી છે અને ઉપર જણાવેલા માસ્ટર પરિપત્રની માર્ગદર્શિકાઓ રદ્દ કરીને સુધારેલી માર્ગદર્શિકાઓ જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે (અનુબંધ -1 મુજબ)
2. સુધારેલી માર્ગદર્શિકાઓની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે:
(i) પ્રાધાન્યતા ક્ષેત્ર અને નબળા વિભાગને કુલ ધિરાણ માટેનાં લક્ષ્યાંક સમાયોજિત ચોખ્ખું બેંક ધિરાણ {એડજસ્ટેડ નેટ બેન્ક ક્રેડિટ (એએનબીસી)} ના અનુક્રમે 40 ટકા અને 10 ટકા અથવા અત્યાર સુધી જે હતું તે, ઓફ-બેલેન્સશીટ એક્સપોઝરની સમકક્ષ ધિરાણ, જે વધુ હોય તે, ચાલુ રહેશે.
(ii) કૃષિ: સીધી અને પરોક્ષ કૃષિ વચ્ચેના તફાવતને દુર કરવામાં આવ્યો છે.
(iii) ફૂડ અને એગ્રો પ્રોસેસિંગ એકમો માટેની બેંક લોન કૃષિનો હિસ્સો બનશે.
(iv) મધ્યમ સાહસો, સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ (નવીનીકરણીય) એનર્જી પ્રાધાન્યતા ક્ષેત્રનો હિસ્સો બનશે
(v) માઈક્રો એન્ટરપ્રાઈઝીઝ (સૂક્ષ્મ સાહસો) માટે એએનબીસીના 7.5 ટકા અથવા ઓફ- બેલેન્સશીટ એક્સપોઝરના ધિરાણ સમકક્ષ, જે વધારે હોય તે, લક્ષ્ય સૂચવવામાં આવ્યું છે.
(vi) શિક્ષણ: ભારત અને વિદેશમાં શિક્ષણ માટેની લોન્સ વચ્ચેના તફાવતને દુર કરવામાં આવ્યો છે.
(vii) સૂક્ષ્મ (Micro) ધિરાણ પ્રાધાન્યતા ક્ષેત્ર હેઠળ એક અલગ કેટેગરી તરીકે બંધ થઈ જાય છે.
(viii) પ્રાધાન્યતા ક્ષેત્ર હેઠળ પાત્ર બનતી હાઉસિંગ લોન્સ માટેની લોન મર્યાદાને સુધારવામાં આવી છે.
(ix) ત્રિમાસિક અને વાર્ષિક સ્ટેટમેન્ટસ દ્વારા પ્રાધાન્યતા ક્ષેત્ર મુલ્યાંકનનું નિરીક્ષણ કરવામાં આવશે
3. આ પરિપત્રની તારીખથી સુધારેલી માર્ગદર્શિકાઓ અમલમાં આવશે. આ પરિપત્રની તારીખ પહેલાં જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાઓ હેઠળ મંજૂર કરાયેલ પ્રાધાન્યતા ક્ષેત્રની લોન્સ પાકતી મુદત / નવીનીકરણ સુધી પ્રાધાન્યતા ક્ષેત્ર હેઠળ વર્ગીકૃત થવાનું ચાલુ રહેશે.
4. પ્રાધાન્યતા ક્ષેત્ર લક્ષ્યોની સિદ્ધિ
વિવિધ હેતુઓ માટે નિયમનકારી પરવાનગી / મંજૂરીઓ આપતી વખતે પ્રાધાન્યતા ક્ષેત્રના લક્ષ્યોની સિધ્ધિઓ ધ્યાનમાં લેવામાં આવશે. તારીખ 1 એપ્રિલ 2018 થી યુસીબીને નાણાંકીય રીતે સશક્ત અને સુસંચાલિત (એફએસડબલ્યુએમ) તરીકે વર્ગીકૃત કરવા માટેના માપદંડ તરીકે તારીખ 13 ઓક્ટોબર 2014 અને 28 જાન્યુઆરી 2015 ના રોજ જારી કરવામાં આવેલ અમારા પરિપત્રો અનુક્રમે યુબીડી. સીઓ.એલએસ. (પીસીબી). પરિ.નં.20/07.01.000/2014-15 અનેડીસીબીઆર.સીઓ.એલએસ.(પીસીબી).પરિ.નં.4/07.01.000/2014-15માં સ્પષ્ટ કરેલ માપદંડ ઉપરાંત, પ્રાધાન્યતા ક્ષેત્રના લક્ષ્યોની સિદ્ધિઓને સામેલ કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2018-19 માટે પ્રાધાન્યતા ક્ષેત્ર લક્ષ્ય/પેટા લક્ષ્ય હાંસલ કરવામાં રહેલ ઘટાડા (શોર્ટફોલ) ને 31 માર્ચ 2018 ના રોજ ની સ્થિતિ પર આધારિત મૂલ્યાંકન કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2019-20 થી નાણાકીય વર્ષના અંતમાં સિદ્ધિ, દરેક ક્વાર્ટરના અંતે પ્રાધાન્યતા ક્ષેત્ર લક્ષ્ય/ઉપ-લક્ષ્યની સિદ્ધિની સરેરાશ પર આધારિત નક્કી કરવામાં આવશે. દૃષ્ટાંતરૂપ ઉદાહરણ અનુબંધ-II માં આપવામાં આવેલ છે.
આપનો વિશ્વાસુ,
(નિરજ નિગમ)
ચીફ જનરલ મેનેજર
બિડાણ: અનુ. I અને II.
Annex-I (અનુબંધ- I)
પ્રાધાન્યતા ક્ષેત્રના ધિરાણ - લક્ષ્યાંક અને વર્ગીકરણ
I. પ્રાધાન્યતા ક્ષેત્ર હેઠળની શ્રેણીઓ
(i) કૃષિ
(ii) માઇક્રો, સ્મોલ અને મીડીયમ ઉદ્યોગો
(iii) એક્સપોર્ટ ક્રેડિટ
(iv) શિક્ષણ
(v) હાઉસિંગ
(vi) સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર
(vii) નવીનીકરણીય ઊર્જા
(viii) અન્ય
ઉપરોક્ત શ્રેણીઓ હેઠળ પાત્ર પ્રવૃત્તિઓની વિગત ફકરા III માં સ્પષ્ટ થયેલ છે.
II. પ્રાધાન્યતા ક્ષેત્ર માટે લક્ષ્યાંક / પેટા લક્ષ્યાંક
(i) યુસીબી માટે પ્રાધાન્યતા ક્ષેત્રના ધિરાણના લક્ષ્યાંક અને ઉપ-લક્ષ્યાંકો નીચે આપ્યા છે
પ્રાધાન્યતા ક્ષેત્રના ધિરાણ સંબંધિત શરત પગારદારોની બેન્કને લાગુ પડતી નથી
| કુલ પ્રાધાન્યતા ક્ષેત્ર |
એડજસ્ટેડ નેટ બૅન્ક ક્રેડિટના 40 ટકા {નીચે પેરા(ii) માં વ્યાખ્યાયિત એએનબીસી અથવા ઓફ બેલેન્સ શીટ એક્સપોઝર સમકક્ષ ધિરાણ, જે વધારે હોય તે} |
| કુલ કૃષિ ક્ષેત્ર |
લક્ષ્ય નહીં |
| માઇક્રો સાહસો |
એએનબીસીના 7.5 % અથવા ઓફ બેલેન્સ શીટ એક્સપોઝર સમકક્ષ ધિરાણ, જે વધારે હોય તે |
| નબળા વિભાગોને એડવાન્સિસ |
એએનબીસીના 10 % અથવા ઓફ બેલેન્સ શીટ એક્સપોઝર સમકક્ષ ધિરાણ, જે વધારે હોય તે |
(ii) પ્રાધાન્યતા ક્ષેત્ર લક્ષ્યો/ ઉપ-લક્ષ્યાંકોની સિદ્ધિની ગણતરી અગાઉના વર્ષમાં 31 મી માર્ચના રોજ એએનબીસી અથવા ઓફ બેલેન્સ શીટ એક્સ્પોઝરની સમકક્ષ ધિરાણ રકમ, જે વધુ હોય તે, પર આધારિત રહેશે. પ્રાધાન્યતા ક્ષેત્રના ધિરાણ હેતુ માટે એએનબીસી એ “કુલ લોન્સ અને એડવાન્સિસ માંથી અન્ય માન્ય નાણાંકીય સંસ્થાઓ તથા આરબીઆઇ સાથે ડિસ્કાઉન્ટ કરાવેલા બિલ્સ બાદ(minus) કર્યા પછી 30 ઓગસ્ટ, 2007 પછી પરવાનગી અપાયેલ ‘હેલ્ડ ટુ મેચ્યોરીટી’ (HTM) શ્રેણી હેઠળ બિન-એસએલઆર (Non-SLR) બોન્ડ્ઝમાં કરેલ રોકાણ ઉમેરીને ”, સૂચવે છે. ઓફ બેલેન્સ શીટ એક્સ્પોઝરની સમકક્ષ ધિરાણ રકમની ગણતરીના હેતુ માટે બેન્કો વર્તમાન એક્સપોઝર પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણ લક્ષ્યો/ ઉપ-લક્ષ્યાંકોના હેતુ માટે આંતર-બેન્ક ઓફ-બેલેન્સ શીટ એક્સપોઝર સહિત આંતર-બેન્ક એક્સપોઝરને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
(iii) બૅન્કોએ એએનબીસી માંથી જોગવાઈ, ઉપાર્જિત વ્યાજ, જેવી કોઈ પણ રકમને ઓછી કરવી /નેટ ઓફ કરવી જોઈએ નહીં.
(iv) તારીખ 11 જૂન, 2014 ના રિઝર્વ બૅન્કના પરિપત્ર યુબીડી. બીપીડી.(પીસીબી).પરિ.નં.72/ 13.01.000/2013-14 સાથે યુબીડી.બીપીડી.(પીસીબી).પરિ.નં.5/13.01.000/2013-14 વાંચીને તે મુજબ સીઆરઆર /એસએલઆરની જરૂરિયાતોમાંથી મુક્તિ માટે લાયક એફસીએનઆર (બી) / એનઆરઈ ડિપોઝિટ વધારા સામે ભારતમાં વિસ્તૃત એડવાન્સને તેમની પુન: ચુકવણી સુધી પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણ લક્ષ્યોની ગણતરી માટે એએનબીસીમાંથી કાઢી નાખવામાં આવશે.
III. પ્રાથમિકતા ક્ષેત્ર હેઠળ યોગ્ય વર્ગોનું વર્ણન
1. કૃષિ:
સીધી અને પરોક્ષ કૃષિ વચ્ચેના વર્તમાન તફાવતને કાઢી નાખવામાં આવ્યાં છે. તેના બદલે, કૃષિ ક્ષેત્રના ધિરાણને (i) ફાર્મ ધિરાણ (જેમાં ટૂંકા ગાળાની પાકની લોન અને ખેડૂતોને મધ્યમ / લાંબા ગાળાના ધિરાણનો સમાવેશ થશે); (ii) કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને (iii) આનુષંગિક પ્રવૃત્તિઓ ને શામેલ કરવા માટે ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે; ત્રણ ઉપ-શ્રેણીઓ હેઠળ લાયક કામગીરીની સૂચિ નીચે દર્શાવેલ છે:
| 1.1 |
ફાર્મ ધિરાણ |
A |
કૃષિ તથા ડેરી, મત્સ્યોદ્યોગ, પશુપાલન, મરઘા ઉછેર,મધમાખી ઉછેર અને સેરીકલ્ચર જેવી સંલગ્ન પ્રવૃત્તિઓમાં સીધી રીતે જોડાયેલ વ્યક્તિગત ખેડૂતો [સ્વયં સહાય જૂથો(એસએચજીસ) અથવા સંયુક્ત જવાબદારી જૂથો (જેએલજી), એટલે કે વ્યક્તિગત ખેડૂતોના જૂથો, જો બેંકો આવી લોનોની અસંબદ્ધ (disaggregted) માહિતીને જાળવી રાખે છે], ને લોન. આમાં શામેલ થશે: |
| (i) |
ખેડૂતોને પાક લોન, જેમાં પરંપરાગત/બિન પરંપરાગત વાવેતર અને બાગાયત, તથા સંબંધિત પ્રવૃત્તિઓ માટેની લોન નો સમાવેશ થશે. |
| (ii) |
કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ (દા.ત. કૃષિ સાધનો અને મશીનરીની ખરીદી, સિંચાઈ અને ફાર્મમાં હાથ ધરવામાં આવેલી અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે) માટે ખેડૂતોને મધ્યમ અને લાંબા ગાળાની લોન. |
| (iii) |
છંટકાવ, નિંદણ, લણણી, વર્ગીકરણ, ગ્રેડિંગ અને તેમના પોતાના ફાર્મ ઉત્પાદનના પરિવહન જેવી પાક પહેલા અને પછીની પ્રવૃત્તિઓ માટે ખેડૂતોને લોન. |
| (iv) |
કૃષિ પેદાશો (વેરહાઉસ રસીદો સહિત)ના ગીરો/હાયપોથીકેશન સામે, 12 મહિનાથી વધારે નહીં એટલા સમયગાળા માટે ખેડૂતોને ₹ 50 લાખ સુધીની લોન. |
| (v) |
બિનસંસ્થાકીય શાહુકારોના ઋણી, વ્યગ્ર(distressed) ખેડૂતોને લોન. |
| (vi) |
કૃષિ હેતુઓ માટે જમીનની ખરીદી માટે નાના અને સીમાંત ખેડૂતોને લોન્સ. |
| B |
કૃષિ તથા ડેરી, મત્સ્યપાલન, પશુપાલન, મરઘા ઉછેર, મધમાખી-ઉછેર અને સેરીકલ્ચર જેવી સંલગ્ન પ્રવૃત્તિઓમાં સીધી રીતે જોડાયેલા કોર્પોરેટ ખેડૂતો, ખેડૂતોની ઉત્પાદક સંસ્થાઓ/વ્યક્તિગત ખેડૂતોની કંપનીઓ, ભાગીદારી પેઢીઓને બોરોઅર દીઠ ₹ 2 કરોડની એકંદર મર્યાદામાં લોન. તેમાં સમાવેશ થશે: |
| (i) |
ખેડૂતોને લોન જેમાં પરંપરાગત/બિન પરંપરાગત વાવેતર અને બાગાયત, તથા સંબંધિત પ્રવૃત્તિઓ માટે લોનનો સમાવેશ થશે |
| (ii) |
કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ (દા.ત. કૃષિ સાધનો અને મશીનરીની ખરીદી, સિંચાઈ અને ફાર્મમાં હાથ ધરવામાં આવેલી અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે લોન) માટે ખેડૂતોને મધ્યમ અને લાંબા ગાળાની લોન |
| (iii) |
છંટકાવ, નિંદણ, લણણી, વર્ગીકરણ, ગ્રેડિંગ અને તેમના પોતાના ફાર્મ ઉત્પાદનના પરિવહન જેવી પાક પહેલા અને પછીની પ્રવૃત્તિઓ માટે ખેડૂતોને લોન. |
| (iv) |
કૃષિ પેદાશો (વેરહાઉસ રસીદો સહિત)ના ગીરો/હાયપોથીકેશન સામે, 12 મહિનાથી વધારે નહીં એટલા સમયગાળા માટે ખેડૂતોને ₹ 50 લાખ સુધીની લોન. |
| 1.2 |
કૃષિ માળખાં |
(i) |
તેમના સ્થાનને ધ્યાનમાં લીધા વગર કૃષિ ઉત્પાદ/ઉત્પાદનો સંગ્રહ કરવા માટે રચાયેલ કોલ્ડ સ્ટોરેજ એકમો/કોલ્ડ સ્ટોરેજ શ્રુંખલા સહિત સ્ટોરેજ સવલતો {વેરહાઉસીઝ, માર્કેટ યાર્ડ્સ, ગોદામ અને સિલોસ (silos)} ના બાંધકામ માટે લોન. |
| (ii) |
માટી સંરક્ષણ અને વોટરશેડ વિકાસ. |
| (iii) |
પ્લાન્ટ ટીશ્યુ કલ્ચર અને એગ્રી-બાયોટેકનોલોજી, બીજ ઉત્પાદન, બાયો-જંતુનાશકોનું ઉત્પાદન, બાયોફર્ટિલાઇઝર, અને વર્મી ખાતર. |
| |
ઉપરોક્ત લોન માટે, બેન્કિંગ સિસ્ટમમાંથી બોરોઅર દીઠ એકંદરે મંજૂર કરેલી ₹ 100 કરોડની મર્યાદા લાગુ પડશે. |
| 1.3 |
આનુષંગિક પ્રવૃત્તિઓ |
(i) |
એગ્રી ક્લીનીક્સ અને કૃષિ વેપાર કેન્દ્રો સ્થાપવા માટેની લોન્સ. |
| (ii) |
ફૂડ અને એગ્રો-પ્રોસેસિંગ માટે બેન્કિંગ સિસ્ટમમાંથી બોરોઅર દીઠ એકંદરે મંજૂર કરેલી ₹ 100 કરોડ ની મર્યાદા સુધીની લોન. |
| (iii) |
વ્યક્તિઓ, સંસ્થાઓ અથવા સંગઠનો દ્વારા સંચાલિત કસ્ટમ સેવા એકમો જે ટ્રેક્ટર્સ, બુલડોઝર્સ, વેલ-બોરિંગ(well-boring) સાધનસામગ્રી, થ્રેશર્સ, સંયોજનો વગેરેનો કાફલો જાળવી રાખે છે, તેમને લોન. |
નોંધ:
નાના અને સીમાંત ખેડૂતોમાં નીચેનાનો સમાવેશ કરશે:
-
જે 1 હેક્ટર સુધી જમીનનું હોલ્ડિંગ ધરાવે છે તેમને ‘સીમાંત’ ખેડૂતો ગણવામાં આવે છે. 1 હેકટરથી વધુ અને 2 હેકટર સુધી જમીનનું હોલ્ડીંગ ધરાવનારા ખેડૂતોને ‘નાના’ ખેડૂતો તરીકે ગણવામાં આવે છે.
-
જમીન વગરના કૃષિ મજૂરો, ભાડૂત ખેડૂતો, મૌખિક ભાડૂતો (oral lessees) અને પાક-ભાગીદારો (share-croppers).
2. સૂક્ષ્મ, લઘુ અને અને મઘ્યમ (માઇક્રો, સ્મોલ એન્ડ મીડીયમ) સાહસો (એમએસએમઇઝ)
2.1, માઇક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝીસ, મંત્રાલય દ્વારા સૂચિત સપ્ટેમ્બર 9, 2006
ના એસ.ઓ.1642 (ઇ) અંતર્ગત મેન્યુફેકચરિંગ / સેવા એન્ટરપ્રાઇઝ માટે પ્લાન્ટ અને
મશીનરી / સાધનોમાં રોકાણ માટેની મર્યાદાઓ નીચે મુજબ છે.
| ઉત્પાદન ક્ષેત્ર (Manufacturing Sector) |
| એન્ટરપ્રાઇઝિસ |
પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેંટ |
| માઇક્રો એન્ટરપ્રાઇઝિસ |
પચ્ચીસ લાખ રૂપિયા કરતાં વધારે નથી |
| સ્મોલ એન્ટરપ્રાઇઝિસ |
પચ્ચીસ લાખ રૂપિયા કરતાં વધારે પરંતુ પાંચ કરોડ રૂપિયાથી વધુ નહીં |
| મીડીયમ એન્ટરપ્રાઇઝિસ |
પાંચ કરોડ રૂપિયાથી વધુ પરંતુ દસ કરોડ રૂપિયાથી વધુ નહીં |
| સેવા ક્ષેત્ર (Service Sector) |
| એન્ટરપ્રાઇઝિસ |
પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેંટ |
| માઇક્રો એન્ટરપ્રાઇઝિસ |
દસ લાખ રૂપિયા કરતાં વધારે નથી |
| સ્મોલ એન્ટરપ્રાઇઝિસ |
દસ લાખ રૂપિયા કરતાં વધારે પરંતુ બે કરોડ રૂપિયાથી વધુ નહીં |
| મીડીયમ એન્ટરપ્રાઇઝિસ |
બે કરોડ રૂપિયાથી વધુ પરંતુ પાંચ કરોડ રૂપિયાથી વધુ નહીં |
મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર, બંને માટે, માઇક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝિસ માટે બૅન્ક લોન, નીચેના ધોરણો મુજબ પ્રાધાન્યતા ક્ષેત્ર હેઠળ વર્ગીકૃત કરવાને પાત્ર છે.
2.2 ઉત્પાદન સાહસો (મેન્યુફેક્ચરીંગ એન્ટરપ્રાઈઝીસ)
ઉદ્યોગો (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1951 ની પ્રથમ સૂચીમાં નિર્દિષ્ટ કર્યા મુજબ અને સમય સમય પર ભારત સરકાર દ્વારા સૂચિત કર્યા મુજબ કોઈ પણ ઉદ્યોગમાં ઉત્પાદન અને સેવા, બંને માં જોડાયેલા માઇક્રો, સ્મોલ અને મીડીયમ ઉદ્યોગો, ઉત્પાદન સાહસો (મેન્યુફેકચરિંગ એન્ટરપ્રાઇઝ) ને પ્લાન્ટ અને મશીનરમાં રોકાણની શરતો પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે
2.3 સેવા (સર્વિસ) એન્ટરપ્રાઈઝીસ
એમએસએમઈડી અધિનિયમ, 2006 હેઠળ સાધનોમાં રોકાણની શરતો પ્રમાણે વ્યાખ્યાયિત કર્યા મુજબ સેવાઓ રજૂ કરતાં /પૂરી પાડવામાં જોડાયેલા માઇક્રો, સ્મોલ અને મધ્યમ સાહસો ને તમામ બેંક લોન.
2.4 ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગો (કેવીઆઈ)
કેવીઆઈ ક્ષેત્રનાં એકમો માટેની તમામ લોનો પ્રાયોરિટી સેક્ટર હેઠળ માઇક્રો એન્ટરપ્રાઈઝ માટે સૂચવ્યા મુજબ 7.5 ટકા ના પેટા લક્ષ્યાંક હેઠળ વર્ગીકરણ માટે પાત્ર રહેશે
2.5 એમએસએમઈ ને અન્ય ફાઈનાન્સ (નાણા)
(i) કસબીઓ, ગામ અને કુટીર ઉદ્યોગોના આઉટપુટના માર્કેટિંગ અને ઇનપુટ્સ પૂરા પાડવામાં વિકેન્દ્રિત ક્ષેત્રમાં સંકળાયેલી એન્ટીટીઓને લોન્સ.
(ii) આરબીઆઈની માર્ગદર્શિકાઓ / આ બેન્કોની કાર્યવાહીનું નિયમન કરતા કાનૂની માળખા હેઠળ યુસીબીને મંજુરી નથી તે સંસ્થાઓ "એન્ટીટીઓ(સંસ્થાઓ)" શબ્દમાં શામેલ નથી.
(ii) 8 એપ્રિલ, 2015 પછી પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) હેઠળ યુસીબી દ્વારા વિસ્તૃત ₹ 5,000/- સુધી ઓવરડ્રાફ્ટસ, જો ગ્રામીણ વિસ્તારો માટે બોરોઅરની ઘરની વાર્ષિક આવક ₹ 100,000/- અને બિન-ગ્રામીણ વિસ્તારો માટે ₹ 1,60,000/- કરતાં વધી જતી નથી. આ ઓવરડ્રાફ્ટ માઇક્રો એન્ટરપ્રાઈઝીઝને ધિરાણના લક્ષ્યની સિદ્ધિ તરીકે યોગ્ય થશે.
2.6 એ ખાતરી કરવા માટે કે MSME માત્ર પ્રાધાન્યતા ક્ષેત્રના દરજ્જા માટે લાયક રહેવા જ નાના અને મધ્યમ એકમો રહે નહીં, સંબંધિત MSME વર્ગ (કેટેગરી)માંથી વૃદ્ધિ પામ્યા પછી ત્રણ વર્ષ સુધી આ MSME એકમોને પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણ દરજ્જો ચાલુ રાખી શકાશે.
3. નિકાસ ક્રેડિટ
નીચેની વિગતો અનુસાર વિસ્તૃત એક્સપોર્ટ ક્રેડિટ પ્રાધાન્યતા ક્ષેત્ર તરીકે વર્ગીકૃત કરવામાં
આવશે.
3.1 તારીખ 1 લી એપ્રિલ, 2017 થી અમલમાં આવે તેમ, ₹ 100 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા એકમોને બોરોઅર દીઠ ₹ 25 કરોડ સુધી મંજૂર કરેલ લીમીટ ને આધીન, એએનબીસીના 2 ટકા સુધી પાછલા વર્ષની અનુરૂપ તારીખથી વધેલી નિકાસ ક્રેડિટ, અથવા ઓફ બેલેન્સ શીટ એક્સપોઝરની સમકક્ષ ધિરાણ રકમ, જે વધુ હોય તે,
3.2 અમારા બેંકિંગ રેગ્યુલેશન વિભાગ દ્વારા જારી કરાયેલ ‘નિકાસકારોને રૂપી /ફોરેન કરન્સી એક્સપોર્ટ ક્રેડિટ અને અને ગ્રાહક સેવા’ પરના માસ્ટર પરિપત્રમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ નિકાસ(એક્ષ્પોર્ટ) ક્રેડિટમાં પ્રિ-શિપમેન્ટ અને પોસ્ટ શિપમેન્ટ નિકાસ ક્રેડિટ (ઓફ બેલેન્સ શીટ આઈટમોને બાદ કરતાં) નો સમાવેશ થાય છે.
4. શિક્ષણ
વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો સહિત શૈક્ષણિક હેતુઓ માટે વ્યક્તિને, મંજૂર થયેલી રકમને ધ્યાનમાં લીધા વગર, ₹ 10 સુધીની લોન, પ્રાધાન્યતા ક્ષેત્ર માટે પાત્ર તરીકે ગણવામાં આવશે
5. હાઉસિંગ
(i) પરિવાર દીઠ નિવાસ એકમની ખરીદી / નિર્માણ માટેના સ્થળને ધ્યાનમાં લીધા વગર, વ્યક્તિઓ માટે ₹ 28 લાખ સુધીની લોન, એ શરતે કે નિવાસ એકમનો એકંદર ખર્ચ ₹ 35 લાખથી વધુ ન હોવો જોઈએ. બેન્કોના પોતાના કર્મચારીઓને હાઉસિંગ લોન્સ બાકાત રાખવામાં આવશે.
(ii) કુટુંબોના નુકસાન થયેલા નિવાસ એકમોના સમારકામ માટે મેટ્રોપોલિટન કેન્દ્રોમાં ₹ 5 લાખ સુધી અને અન્ય કેન્દ્રોમાં ₹ 2 લાખ સુધી ની લોન્સ.
(iii) રહેઠાણ એકમો અથવા સ્લમ ક્લીયરન્સ (ઝુંપડપટ્ટી નાબૂદી) અને સ્લમ ડ્વેલર્સ (ઝુંપડપટ્ટી માં રહેનારા) ના બાંધકામ માટે કોઇ પણ સરકારી એજન્સીને બેંક લોન, પ્રતિ રહેઠાણ એકમ ₹10 લાખની મર્યાદાને આધીન છે
(iv) માત્ર આર્થિક રીતે નબળા વર્ગો અને ઓછી આવક ધરાવતા જૂથો માટે મકાનોનું નિર્માણ કરવાના હેતુ માટે બેન્કો દ્વારા હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે મંજૂર કરેલ લોન્સ, જેની કુલ કિંમત નિવાસ એકમ દીઠ ₹ 10 લાખ કરતાં વધી જતી નથી. આર્થિક રીતે નબળા વિભાગો અને ઓછી આવક ધરાવતા જૂથોને ઓળખવાના હેતુ માટે પરિવારની આવક મર્યાદા, સ્થાનને ધ્યાનમાં લીધા વગર, પ્રતિ વર્ષ ₹ 2 લાખ સૂચિત છે.
(v) નિવાસ એકમોના બાંધકામ/પુનર્નિર્માણ અથવા સ્લમ ક્લીયરન્સ (ઝુંપડપટ્ટી નાબૂદી) અને સ્લમ ડ્વેલર્સ (ઝૂંપડપટ્ટી રહેવાસીઓ) માટે પુનર્ધિરાણના હેતુ માટે એનએચબી દ્વારા બિન સરકારી એજન્સીને મંજૂર કરવામાં આવેલી સહાય, નિવાસ એકમ દીઠ ₹ 10 લાખના લોન ઘટકની મર્યાદ્દાને આધિન
(vi) એપ્રિલ 1, 2007 ના રોજ અથવા તે પછી એનએચબી/હુડકો દ્વારા જારી કરાયેલા બોન્ડ્સમાં યુસીબી દ્વારા કરવામાં આવેલા રોકાણો પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણ હેઠળ વર્ગીકરણ માટે પાત્ર રહેશે નહીં.
6. સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ટાયર-II થી ટાયર-VI કેન્દ્રોમાં સામાજિક માળખાના બાંધકામ માટેની પ્રવૃત્તિઓ એટલે કે શાળાઓ, આરોગ્ય સંભાળ સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ અને ઘરનાં સ્તરે પાણીની સુધારણા સહિત ઘરગથ્થુ શૌચાલયોના બાંધકામ/નવીનીકરણ માટે બોરોઅર દીઠ ₹ 5 કરોડની મર્યાદા સુધી બેન્ક લોન.
7. રિન્યુએબલ એનર્જીઃ
સૌર આધારિત પાવર જનરેટરો, બાયોમાસ આધારિત વીજ જનરેટરો, પવન મિલો, માઇક્રો-હાઇડલ પ્લાન્ટ્સ અને બિન પરંપરાગત ઊર્જા આધારિત પબ્લિક યુટિલિટીઝ, જેવી કે શેરી લાઇટિંગ સિસ્ટમ્સ તથા ગામ ઇલેક્ટ્રીફિકેશન, જેવા હેતુઓ માટે બોરોઅરને ₹ 15 કરોડની મર્યાદા સુધીની બેંક લોન. વ્યક્તિગત પરિવાર માટે પ્રતિ બોરોઅર લોન મર્યાદા ₹ 10 લાખ રહેશે.
8. અન્ય
8.1 બોરોઅર દીઠ ₹ 50,000/- થી વધુ નહિ એમ, વ્યક્તિઓ અને તેમના SHG/JLG ને બેંકો દ્વારા આપવામાં આવેલી સીધી લોન, એ શરતે કે ગ્રામ્ય વિસ્તારોમાં વ્યક્તિગત ઉધાર લેનારાઓની ઘરની આવક ₹ 100,000/- અને બિન-ગ્રામિણ વિસ્તારોમાં તે ₹ 1,60,000/- થી વધી જતી નથી.
8.2 તેમના બિન સંસ્થાકીય ધિરાણ કરનારાઓના દેવાની પૂર્વચુકવણી માટે પીડિત (distressed) વ્યક્તિઓ [III (1.1) A (v) હેઠળ પહેલેથી જ સમાવિષ્ટ ખેડૂતો સિવાય] માટે બોરોઅર દીઠ ₹ 1,00,000/- થી વધારે નહીં, એવી લોનો.
8.3 અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ માટે રાજ્ય પ્રાયોજીત સંસ્થાઓને, આ સંગઠનોના લાભાર્થીઓના ઉત્પાદનના માર્કેટિંગ અને/અથવા ઈનપુટસની ખરીદી અને પુરા પાડવાના ચોક્કસ હેતુ માટે મંજૂર કરેલ લોનો.
IV. નબળા વિભાગો (Weaker Sections)
નીચેના બોરોઅરોને પ્રાધાન્યતા ક્ષેત્રની લોનોને નબળા વિભાગો (Weaker Sections) શ્રેણી હેઠળ ગણવામાં આવશે:
| ક્રમાંક |
શ્રેણી |
| 1 |
નાના અને સીમાંત ખેડૂતો |
| 2 |
કારીગરો, ગામ અને કુટિર ઉદ્યોગો જ્યાં વ્યક્તિગત ક્રેડિટ મર્યાદા ₹ 1 લાખથી વધુ નથી |
| 3 |
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ |
| 4 |
સ્વ સહાય જૂથો |
| 5 |
બિન-સંસ્થાકીય ધિરાણકર્તાઓનાં ઋણી પીડિત (distressed) ખેડૂતો |
| 6 |
બિન-સંસ્થાગત ધિરાણકર્તાઓને તેમનું દેવું પૂર્વ ચુકવણી કરવા માટે ખેડૂતો સિવાયના પીડિતોને(distressed), બોરોઅર દીઠ ₹ 1 લાખથી વધારે નહિ, લોનની રકમ |
| 7 |
મહિલાઓ |
| 8 |
અપંગ વ્યક્તિઓ |
| 9 |
પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતાં(પીએમજેડીવાય) હેઠળ ₹ 5,000/- સુધી ઓવરડ્રાફ્ટસ, જો ગ્રામીણ વિસ્તારો માટે બોરોઅરની ઘરની વાર્ષિક આવક ₹ 100,000/- અને બિન-ગ્રામીણ વિસ્તારો માટે ₹ 1,60,000/- કરતાં વધી જતી નથી |
| 10 |
અલ્પસંખ્યક સમુદાયો જે ભારત સરકાર દ્વારા સમય સમય પર સૂચિત થઈ શકે છે |
| એ રાજ્યોમાં, જ્યાં સૂચિત લઘુમતી સમુદાયોમાંની એક, હકીકતમાં, બહુમતીમાં છે, આઇટમ (10) માત્ર અન્ય સૂચિત લઘુમતીઓને આવરી લેશે. આ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો છે જમ્મુ અને કાશ્મીર, પંજાબ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને લક્ષદ્વીપ. |
V. પ્રાધાન્યતા ક્ષેત્રના ધિરાણ(લેન્ડિંગ) પ્રમાણપત્રો
બેન્કો દ્વારા ખરીદેલા પ્રાધાન્યતા ક્ષેત્રના ધિરાણ પ્રમાણપત્રોની બાકી રકમ, પ્રાધાન્યતા ક્ષેત્રની સંબંધિત કેટેગરી હેઠળ વર્ગીકરણ માટે પાત્ર રહેશે, જો અસ્કયામતો બેંકો દ્વારા ઉદ્ભવી(originated) છે, પ્રાધાન્યતા ક્ષેત્રના એડવાન્સિસ તરીકે વર્ગીકૃત થવા માટે યોગ્ય છે અને પ્રાધાન્યતા ક્ષેત્રના લેન્ડિંગ પ્રમાણપત્રો પર તારીખ એપ્રિલ 7, 2016 ના રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ પરિપત્ર FIDD.CO.Plan.BC.23/04.09.01/2015-16 ની માર્ગદર્શિકાઓ પરિપૂર્ણ કરે છે.
VI. પ્રાધાન્યતા ક્ષેત્રની ધિરાણ લક્ષ્યોની દેખરેખ
પ્રાધાન્યતા ક્ષેત્રમાં સતત ધિરાણના પ્રવાહની ખાતરી કરવા માટે, હાલના વાર્ષિક ધોરણને બદલે 'ત્રિમાસિક' આધાર પર યુસીબીના પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણના અનુપાલનની વધુ ક્રમિક (more frequent) દેખરેખ હશે. યુસીબી દ્વારા ત્રિમાસિક અને વાર્ષિક સમયાંતરે સંબંધિત રિઝર્વ બેન્કની પ્રાદેશિક કચેરીમાં સુધારેલા રિપોર્ટિંગ ફોર્મેટ્સ સ્ટેટમેન્ટ I અને સ્ટેટમેન્ટ II (ભાગ A થી E) મુજબ પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણના ડેટા રજૂ કરવામાં આવશે. આ રિપોર્ટ્સ, જે સમયગાળા સાથે તેઓ સંબંધિત છે, તે પુરા થયાના 15 દિવસની અંદર પ્રાદેશિક કચેરીમાં પહોંચવા જોઈએ
VII. પ્રાધાન્યતા ક્ષેત્ર લોન માટે સામાન્ય માર્ગદર્શિકાઓ
બેંકોએ પ્રાધાન્યતા ક્ષેત્ર હેઠળ એડવાન્સિસની તમામ પ્રકારની શ્રેણીઓ માટે નીચેની સામાન્ય માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે.
1. સર્વિસ ચાર્જ
₹ 25,000 સુધીની પ્રાધાન્યતા સેક્ટરની લોનો પર કોઈ પણ લોન સંબંધિત તથા એડહોક સર્વિસ/ નિરીક્ષણ ચાર્જીસ નહિ લેવામાં આવે. એસએચજીસ/જેએલજીસ ને પાત્ર પ્રાધાન્યતા ક્ષેત્રની લોન્સના કિસ્સામાં આ મર્યાદા સભ્ય દીઠ લાગુ થશે અને નહીં કે સમગ્ર ગ્રૂપને.
2. રસીદ, મંજૂરી/અસ્વીકાર/વિતરણ પત્રક
એક રજિસ્ટર/ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બેંક દ્વારા જાળવવામાં આવશે, જેમાં રસીદની તારીખ, તેના કારણો સાથે મંજૂરી/અસ્વીકૃતિ/વિતરણ વગેરે નોંધવામાં આવશે. બધી નિરીક્ષક એજન્સીઓને રજીસ્ટર / ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
3. લોનની અરજીઓની સ્વીકૃતિનો મુદ્દો
યુસીબી ઓએ પ્રાધાન્યતા ક્ષેત્ર લોનો હેઠળ પ્રાપ્ત થયેલ લોન અરજીઓ માટે રશીદ આપવી જોઈએ. બેન્ક બોર્ડ્સે સમય મર્યાદા નિર્ધારિત કરવી જોઈએ જેમાં બેંક તેના નિર્ણયને અરજદારોને લેખિતમાં સંચાર કરે છે. (જણાવે છે)
અનુબંધ (ANNEX) -II
પ્રાધાન્યતા ક્ષેત્ર લક્ષ્યાંકની પ્રાપ્તિ - ઘટાડા/વધારાની ગણતરી
દૃષ્ટાંતરૂપ ઉદાહરણ:
સુધારેલી પીએસએલ માર્ગદર્શિકાઓ હેઠળ નાણાકીય વર્ષના અંતે પ્રાધાન્યતા ક્ષેત્ર લક્ષ્યાંક પ્રાપ્તિમાં ઘટાડા/વધારાની ગણતરી માટે અનુસરાતી પધ્ધતિ નીચે મુજબ કોષ્ટકો 1 અને 2 માં સમજાવવામાં આવી છે.
| (કોષ્ટક 1) |
| રકમ ₹ હજારમાં |
| સમાપ્ત થતું ત્રિમાસિક |
પી.એસ.એલ.ના લક્ષ્યાંકો |
પ્રાધાન્યતા ક્ષેત્ર
બાકી રકમ |
ઘટાડો/વધારો
શોર્ટફોલ/એક્સેસ |
| જૂન |
3,29,61,56,032 |
3,16,93,80,800 |
-12,67,75,232 |
| સપ્ટેમ્બર |
3,08,82,65,369 |
3,11,94,59,969 |
3,11,94,600 |
| ડિસેમ્બર |
3,17,69,48,703 |
3,19,29,13,269 |
1,59,64,566 |
| માર્ચ |
3,24,56,09,908 |
3,21,34,75,156 |
-3,21,34,752 |
| એકંદર |
12,80,69,80,012 |
12,69,52,29,194 |
-11,17,50,818 |
| સરેરાશ |
3,20,17,45,003 |
3,17,38,07,299 |
-2,79,37,704 |
| (કોષ્ટક 2) |
| રકમ ₹ હજારમાં |
| સમાપ્ત થતું ત્રિમાસિક |
પી.એસ.એલ.ના લક્ષ્યાંકો |
પ્રાધાન્યતા ક્ષેત્ર
બાકી રકમ |
ઘટાડો/વધારો
શોર્ટફોલ/એક્સેસ |
| જૂન |
3,29,61,56,032 |
3,27,96,75,252 |
-164,80,780 |
| સપ્ટેમ્બર |
3,08,82,65,369 |
3,12,37,80,421 |
3,55,15,052 |
| ડિસેમ્બર |
3,17,69,48,703 |
3,27,22,57,164 |
9,53,08,461 |
| માર્ચ |
3,24,56,09,908 |
3,21,31,53,809 |
-3,24,56,099 |
| એકંદર |
12,80,69,80,012 |
12,88,88,66,646 |
8,18,86,634 |
| સરેરાશ |
3,20,17,45,003 |
3,22,22,16,661 |
2,04,71,658 |
કોષ્ટક-1 માં આપવામાં આવેલા ઉદાહરણમાં, બેંક પાસે નાણાકીય વર્ષનાં અંતે સરેરાશ ₹ 2,79,37,704 હજારનો સરેરાશ ઘટાડો છે. કોષ્ટક-2 માં, બેંક પાસે નાણાકીય વર્ષનાં અંતે સરેરાશ ₹ 2,04,71,658 હજાર નો વધારો છે.
પ્રાધાન્યતા ક્ષેત્ર ઉપ-લક્ષ્યોની ત્રિમાસિક અને વાર્ષિક પ્રાપ્તિની ગણતરી માટે આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે
નોંધ: પ્રાધાન્યતા ક્ષેત્ર લક્ષ્યો/પેટા- લક્ષ્યો પ્રાપ્તિની ગણતરી અગાઉના વર્ષની અનુરૂપ તારીખ ના રોજ એએનબીસી અથવા ઓફ બેલેન્સ શીટ એક્સપોઝરની સમકક્ષ ધિરાણ રકમ, જે વધારે હોય, પર આધારિત રહેશે. |