RBI/2017-18/135
FIDD.CO.Plan.BC.18/04.09.01/2017-18
01 માર્ચ, 2018
ચેરમેન /મેનેજીંગ ડાયરેકટર અને સી. ઈ. ઓ.
સમગ્ર અનુસુચિત વાણીજ્ય બેંકો
પ્રિય મહોદય/મહોદયા,
પ્રાધાન્યતા ક્ષેત્ર ને ધિરાણ –લક્ષ્ય અને વર્ગીકરણ
કૃપયા તારીખ 23 ઓગસ્ટ 2015 નો બેંકો ને જારી કરેલો પ્રાધાન્યતા ક્ષેત્ર ની સુધારેલી માર્ગદર્શિકા બાબત નો પરિપત્ર FIDD.CO.Plan.BC.54/04.09.01/2014-15 જુઓ. તેના ફકરા નમ્બર (II)(i) માં નિયત કરેલ કે નાના અને સીમાંત ખેડૂતો અને સુક્ષ્મ એન્ટરપ્રાઈઝ ને ધિરાણ નું પેટા-લક્ષ્ય, 2017 માં કરેલી સમીક્ષા પછી, 2018 પછી 20 અને તેથી વધુ શાખાઓ ધરાવતી વિદેશી બેંકો ને લાગુ પડશે.
2. તદનુસાર, ઉપરની બેંકો ની પ્રાધાન્યતા ક્ષેત્ર ના ધિરાણ ની પ્રોફાઈલ ની સમીક્ષા કર્યાબાદ અને બેંકો વચ્ચે લેવલ-પ્લેઇંગ ફિલ્ડ નું સર્જન કરવા માટે એડજસ્ટેડ નેટ બેંક ક્રેડીટ (એ એન બી સી) અથવા ક્રેડીટ ઇકવીવલન્ટ એમાઉન્ટ ઓફ ઓફ બેલેન્સશીટ એક્ષ્પોઝર (સી ઈ ઓ બી ઈ), જે વધુ હોય તેના ૮ ટકા નું પેટા-લક્ષ્ય, નાના અને સીમાંત ખેડૂતો ને ધિરાણ કરતી, 20 અને તેથી વધુ શાખાઓ ધરાવતી વિદેશી બેંકો ને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ થી લાગુ પડશે. વધુમાં, એએનબીસી અથવા સીઈઓબીઈ જે વધુ હોય તેના ૭.૫૦ ટકા નું પેટા-લક્ષ્ય, સુક્ષ્મ એન્ટરપ્રાઈઝ ને પણ ધિરાણ કરતી, 20 અને તેથી વધુ શાખાઓ ધરાવતી વિદેશી બેંકો ને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ થી લાગુ પડશે.
3. તદનુસાર, જુદા જુદા હિસ્સેદારો પાસેથી મળેલા ફીડબેકને નજર માં રાખતાં અને આપણા દેશમાં સેવા ક્ષેત્ર ના વધતા જતા મહત્વ ને લક્ષ માં રાખતાં, પ્રાધાન્યતા ક્ષેત્ર અંતર્ગત વર્ગીકરણ માટે સુક્ષ્મ, નાના અને મધ્યમ એન્ટરપ્રાઈઝ (સેવાઓ) ને અપાતા ધિરાણ ને હાલ માં લાગુપડતી લોન ની મર્યાદા જે અનુક્રમે ૫ કરોડ અને 10 કરોડ હતી તેને દુર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તદનુસાર, એમએસએમઈડી એક્ટ, 2006 માં આપેલ વ્યાખ્યા મુજબ ની સેવાઓ પુરીપાડતા એમએસએમઈ ને અપાતી બધી બેંક લોનો કોઇપણ ધિરાણ ની મર્યાદા વગર પ્રાધાન્યતા ક્ષેત્ર માટે લયક ગણાશે
આપનો વિશ્વાસુ,
(ગૌતમ પ્રસાદ બોરાહ)
મુખ્ય મહા પ્રબંધક-ઇન ચાર્જ |