Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (242.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 20/04/2017
સોવરિન ગોલ્ડ બોન્ડ, 2017 – 18 – શ્રેણી -I – સંચાલકીય માર્ગદર્શિકાઓ (Operational Guidelines)

RBI/2016-17/290
IDMD.CDD.NO.2759/14.04.050/2016-17

તારીખ: 20 એપ્રિલ 2017

ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર
તમામ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો,
(પ્રાદેશિક ગ્રામિણ બેંકો સિવાય)
નામિત પોસ્ટ ઓફિસો
સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડ (SHCIL)
નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડ & બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ લીમીટેડ

પ્રિય મહોદય / મહોદયા,

સોવરિન ગોલ્ડ બોન્ડ, 2017 – 18 – શ્રેણી -I – સંચાલકીય માર્ગદર્શિકાઓ (Operational Guidelines)

સોવરિન ગોલ્ડ બોન્ડ, 2017-18 શ્રેણી- I પરના GoI નોટીફીકેશન નં. F. No. 4 (8) (W & M) / 2017 તથા આરબીઆઈ ના તારીખ 20 એપ્રિલ 2017 ના પરિપત્ર IDMD. CDD. No. 2760 / 14.04.050 / 2016 – 17 નો સંદર્ભ જુઓ. આ અંગેના FAQs અમારી વેબસાઈટ (www.rbi.org.in) પર મૂકવામાં આવ્યા છે. આ યોજના ને લગતી સંચાલકીય માર્ગદર્શિકાઓ (Operational Guidelines) નીચે આપેલી છે:

1. અરજી:

રોકાણકર્તાઓ પાસેથી અરજી પત્રકો શાખાઓમાં સામાન્ય કામકાજ ના કલાકો દરમ્યાન તારીખ 24 એપ્રિલ 2017 થી 28 એપ્રિલ 2017 સુધી પ્રાપ્ત કરવામાં આવશે. પ્રાપ્તકર્તા કાર્યાલયો એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે અરજી દરેક બાબતે પૂર્ણ છે; કારણ કે અપૂર્ણ અરજીઓ રદ થવાને પાત્ર છે. જ્યાં જરૂર જણાય ત્યાં સંબંધિત વધારાની વિગતો પણ અરજીકર્તાઓ પાસેથી મેળવી શકાય છે. વધુ સારી ગ્રાહક સેવાના હિતમાં પણ પ્રાપ્તકર્તા કાર્યાલયો રોકાણકારો ને ઓન લાઈન અરજી કરવા સક્ષમ બનાવવા માટે વ્યવસ્થા કરી શકે.

2. સંયુક્ત ધારક અને નોમીનેશન:

બહુવિધ સંયુક્ત ધારકો અને નોમીનીઓ (પ્રથમ ધારણકર્તાના) ને અનુમતી આપવામાં આવે છે. પ્રણાલીકા મુજબ આવશ્યક વિગતો અરજદારો પાસેથી મેળવી શકાય.

3. તમારા ગ્રાહક ને ઓળખો (કેવાયસી) આવશ્યકતાઓ:

“તમારા ગ્રાહક ને ઓળખો” ના નિયમો સોનાને ભૌતિક સ્વરૂપે ખરીદવા માટે હોય તેવા જ રહેશે. ઓળખના દસ્તાવેજો જેવાકે પાસપોર્ટ, પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ, મતદાર ઓળખપત્ર, આધાર કાર્ડ ની જરૂર પડશે. માત્ર સગીરોના કિસ્સા માં જ, બેંક ખાતા નંબર ને કેવાયસી ચકાસણી માટે વૈધ (પાત્ર) ગણવામાં આવશે. જારી કરનાર બેંકો / SHCIL કાર્યાલયો / પોસ્ટ ઓફિસો / એજન્ટો કેવાયસી કરશે.

4. અરજી ના નાણાં પર વ્યાજ :

અરજદારોને ચૂકવણીની વસૂલાત તારીખ થી સમાધાન (settlement) તારીખ સુધી એટલે કે તેઓના નાણા વિહીન સમયગાળા માટે પ્રવર્તમાન સેવિંગ્સ એકાઉન્ટના દરે વ્યાજ ચૂકવવામાં આવશે. જો અરજદારનું બેંક ખાતું પ્રાપ્તકર્તા બેંકમાં ન હોય તો અરજદારે પૂરી પાડેલ વિગત મુજબના એકાઉન્ટ માં ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર દ્વારા વ્યાજ જમા કરવું પડશે.

5. રદીકરણ :

ઇસ્યુ બંધ થવા સુધીમાં એટલે કે 28 એપ્રિલ 2017 સુધીમાં અરજી રદ કરવાની અનુમતી આપી શકાય. ગોલ્ડ બોન્ડ ખરીદ કરવાની રજૂ કરેલ વિનંતિ ના અમુક ભાગના રદીકરણ (Part Cancellation) ને અનુમતી આપી શકાશે નહીં. જો અરજી રદ કરવામાં આવી હોય તો અરજી ના નાણાં પર વ્યાજ ચૂકવવાની જરૂર નથી.

6. લીયન ચિન્હિત કરવું:

બોન્ડ્સ સરકારી પ્રતિભૂતિઓ છે તેથી ગવર્મેન્ટ સીક્યુરીટીઝ એક્ટ 2006 અને તે હેઠળ ઘડાયેલા નિયમોની પ્રવર્તમાન કાયદેસરની જોગવાઈઓ મુજબ લીયન ચિન્હિત કરી શકાશે.

7. એજન્સી વ્યવસ્થા :

શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો તેમના વતી અરજીપત્રકો એકઠા કરવા માટે NBFCs, NSC એજન્ટો અને અન્યો ને રોકી શકશે. બેંકો આવી સંસ્થાઓ સાથે તાલ – મેલ કે અન્ય વ્યવસ્થા કરી શકશે. વિતરણ માટેનું કમીશન પ્રાપ્તકર્તા કાર્યાલયોને પ્રાપ્ત અરજીઓ પર મળેલ કુલ ભરણાના દર સો રૂપિયે એક રૂપિયાના દરે ચૂકવવામાં આવશે અને પ્રાપ્તકર્તા કાર્યાલયો, ઓછામાં ઓછું, આ રીતે મળેલ કમિશનના 50% એજન્ટો અથવા સબ – એજન્ટોને તેમના તરફથી મેળવેલ કામકાજ માટે આપશે.

8. આરબીઆઈની ઈ-કુબેર સીસ્ટમ દ્વારા પ્રોસેસિંગ:

સોવરિન ગોલ્ડ બોન્ડ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકોની શાખાઓ માં અને નામિત પોસ્ટ ઓફિસો માં આરબીઆઈની ઈ-કુબેર સીસ્ટમ મારફતે ભરણા માટે ઉપલબ્ધ હશે. ઈ-કુબેર સિસ્ટમ ઇન્ફીનેટ અથવા ઈન્ટરનેટ મારફતે ઉપલબ્ધ થઇ શકશે. પ્રાપ્તકર્તા કાર્યાલયોએ તેમના દ્વારા પ્રાપ્ત ભરણા ના ડેટા ની એન્ટ્રી કરવી પડશે અથવા બલ્ક અપલોડ કરવું પડશે. કોઇપણ પ્રકારની અસાવધ ભૂલો થતી અટકાવવા તેઓએ ડેટા એન્ટ્રીની ચોકસાઈ સુનિશ્ચિત કરવી પડશે. તેમને અરજીની પ્રાપ્તિ અંગે તુરંત પુષ્ટીકરણ કરવામાં આવશે. વધુમાં, પ્રાપ્તકર્તા કાર્યાલયો ને તેમનો ડેટા અદ્યતન કરવા સક્ષમ બનાવવા માટે અપલોડ કરેલી ફાઈલો માટે કન્ફરમેશન સ્ક્રોલ પૂરો પાડવામાં આવશે. ફાળવણીની તારીખે અર્થાત્ 12 મે 2017 ના દિવસે બધાજ ભરણાઓ માટે એકમાત્ર / મુખ્ય ધારક ના નામે સર્ટીફીકેટ ઓફ હોલ્ડીંગ તૈયાર કરવામાં આવશે. પ્રાપ્તકર્તા કાર્યાલયો તેમને ડાઉનલોડ કરી શકશે અને પ્રિન્ટ પણ કાઢી શકશે. જે રોકાણકારો એ તેમના ઈ-મેલ એડ્રેસ આપેલા હોય તેમને સર્ટીફીકેટ ઓફ હોલ્ડીંગ ઈ – મેલ મારફતે મોકલી આપવામાં આવશે. સિક્યુરીટીઓ, અરજીમાં આપેલી વિગતો ડીપોઝીટરી ના રેકોર્ડ સાથે મળે તે શરતે, ફાળવણીના બે ત્રણ દિવસમાં તેમના ડીમેટ ખાતાઓમાં જમા કરવામાં આવશે.

9. સર્ટીફીકેટ ઓફ હોલ્ડીંગ નું છાપકામ:

સર્ટીફીકેટ ઓફ હોલ્ડીંગ રંગીન A – 4 સાઈઝ 100 GSM ના કાગળ પર છાપવાની રહેશે.

10. સેવાઓ અને અનુવર્તી કાર્યવાહી:

પ્રાપ્તકર્તા કાર્યાલયો જેવાકે શીડ્યુલ્ડ વાણિજ્ય બેન્કોની શાખાઓ, નામિત પોસ્ટ ઓફિસો, SCHIL અને સ્ટોક એક્ષ્ચેન્જો (NSG Ltd. તથા BSE) ગ્રાહક ધરાવતા હશે અને આ બોન્ડને લગતી આવશ્યક સેવાઓ પૂરી પાડશે. દા.ત. સંપર્ક વિગતો અદ્યતન કરવી, પાકતા પહેલાં નકદીકરણ ની વિનંતીઓ પ્રાપ્ત થવી વગેરે. બોન્ડ પરિપક્વ થાય અને તેની પુન: ચૂકવણી થાય ત્યાં સુધી પ્રાપ્તકર્તા કાર્યાલયો એ અરજીઓ જાળવી રાખવી પડશે.

11. વ્યાપારક્ષમતા:

બોન્ડ્સ ભારતીય રીઝર્વ બેન્કે સૂચિત કરેલ તારીખે ઇસ્યુ કર્યા ના પખવાડીયામાં વેપાર માટે લાયક હશે. (અત્રે એ નોંધવું જરૂરી છે કે ફક્ત ડીપોઝીટરી પાસે ડી – મેટ સ્વરૂપ માં ધારણ કરેલા બોન્ડ જ સ્ટોક માર્કેટ માં વેચી શકાશે)

12. સંપર્ક વિગતો:

કોઇપણ પ્રશ્ન / સ્પષ્ટતાઓ માટે નીચેના ને ઈ – મેલ કરી શકાશે:

  1. સોવરિન ગોલ્ડ બોન્ડ સંબંધિત – ઈ – મેલ મોકલવા, કૃપયા click here

  2. I T સંબંધિત – ઈ – મેલ મોકલવા, કૃપયા click here

આપનો વિશ્વાસુ,

(શૈની સુનિલ)
ઉપ મહાપ્રબંધક

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×