RBI/2016-17/193
IDMD.No.1569 /14.04.050/2016-17
23 ડીસેમ્બર, 2016
સમગ્ર અનુસુચિત વાણીજ્ય બેંકો
(ક્ષેત્રિય ગ્રામીણ બેંકો સિવાય)
માન્ય પોસ્ટ ઓફીસો
સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SHCIL)
BSE અને NSE
ડીપોઝીટરી /ડીપોઝીટરીપાર્ટીસીપંટ
પ્રિય મહોદય/મહોદયા
સોવરીન ગોલ્ડ બોન્ડ ની સેવા માટે પ્રક્રિયાગત માર્ગદર્શિકા :
ભારત સરકારે (GOI) તારીખ 30 ઓક્ટોબર, 2015 ના રોજ સોવરીન ગોલ્ડ બોન્ડ યોજના બહાર પાડી. સોવરીન ગોલ્ડ બોન્ડ ( જેને અત્રે બોન્ડ તરીકે બતાવેલ છે ) GOI એ ગવર્નમેન્ટ સીક્યુંરીટીઝ એકટ, 2006 (જી એસ એકટ, 2006) ની કલમ 3 મુજબ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા સ્ટોક સ્વરૂપે ઇસ્યુ કર્યા છે અને તેનો વહીવટ ભારતીય રીઝર્વ બેંક દ્વારા થાય છે .અત્યાર સુધી સોવરીન ગોલ્ડ બોન્ડ યોજના છ હપ્તા માં ઇસ્યુ થઈ છે. GOI ની દરેક હપ્તા ની સુચના ને અનુસરીને , ભારતીય રીઝર્વ બેંકે, પ્રાપ્ત કરતી ઓફિસો ( રીસીવિંગ ઓફીસ) માટે અરજીપત્ર ની પ્રક્રિયા માટે પ્રક્રિયાગત માર્ગદર્શિકા બહાર પાડી છે.
2. રીસીવિંગ ઓફીસો અને ડીપોઝીટરી / ડીપોઝીટરી પાર્ટીસીપંટ ને બોન્ડ બાબત ની સેવાઓ માટે કેટલાક કાર્ય કરવાની જવાબદારીઓ સોંપેલી છે .આ ઉપરાંત, અત્યાર સુધી બોન્ડ ઇસ્યુ કરવાના અનુભવથી અને ગ્રાહકોની સરળ સેવા અને પ્રક્રિયાગત સુગમતા માટે રીસીવિંગ ઓફીસ (RBI ના ચોપડે સ્ટોક સ્વરૂપે ધારણ કરેલ બોન્ડ ના કેસ માં ) અને ડીપોઝીટરી / ડીપોઝીટરી પાર્ટીસીપંટ ( ડી –મટેરીઅલાઈઝડ બોન્ડ ના કેસ માં) માટે પ્રક્રિયાગત માર્ગદર્શિકા બહાર પડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
3. પ્રક્રિયાગત માર્ગદર્શિકા પરીશિષ્ટ I માં આપેલી છે. ગવર્નમેન્ટ સીક્યુંરીટીઝ એકટ, 2006 (જી એસ એકટ, 2006) ની કલમ 29(2) થી મળેલી સત્તા અંતર્ગત, રીસીવિંગ ઓફીસો અને ડીપોઝીટરી / ડીપોઝીટરી પાર્ટીસીપંટ ને જુદી જુદી સોવરીન ગોલ્ડ બોન્ડ યોજના અંતર્ગત ઇસ્યુ કરેલા બોન્ડ ની સેવા માં સરળતા રહે તે માટે ,સરકારી જામીનગીરી ના વ્યવહાર કરનારાઓ ને નિર્દેશ આપવા માટે આ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. આના બીનપાલન થી કાયદા ની કલમ 30 ની જોગવાઈ મુજબ દંડ થઈ શકે છે.
4. આ માર્ગદર્શિકા તાત્કાલિક અસર થી અમલ માં આવશે.
આપનો વિશ્વાસુ
(એ. મંગલાગીરી)
મુખ્ય મહા પ્રબંધક |