RBI/2016-17/243
DGBA.GAD NO.2294/15.04.001/2016-17 6 માર્ચ, 2017
સમગ્ર એજન્સી બેંન્કો
પ્રિય મહોદય/મહોદયા
ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કીમ
કૃપયા ઉપરોક્ત વિષય બાબતના તારીખ 22 ઓક્ટોબર 2015 ના RBI Master Direction No. DBR.IBD.No. 45/23.67.003/2015-16 (21 જાન્યુઆરી સુધી સુધારેલા) નુ અવલોકન કરો. યોજનાના અમલીકરણ માટે અમે નીચે મુજબ ભલામણ કરીએ છીએ.
૨. રીપોટીંગ, સમાધાન (Reconciliation) તથા હિસાબોમાં એકરૃપતા જળવાય તે માટે એજન્સી બેંન્કો ગોલ્ડ
મોનીટાઈઝેશન સ્કીમના વ્યવહારોનાઅર્થાત આવક ચુકવણી, દંડ, વ્યાજ ગતિશીલતા (mobilisation) માટે
કમીશન હેન્ડલીંગ ચારજીસ વિગેરેનો રીપોર્ટ,પબ્લીક પ્રોવીડન્ડ ફંડ (PPF) યોજના 1968 ના વ્યવહારોની
માફક રોજે રોજ સીધા સરકારી ખાતામાં કેન્દ્રીય હિસાબી વિભાગ,ભારતીય રિઝર્વબેંન્ક, નાગપુર ને કરશે. આ
માટે આપ તાત્કાલિક અસરથી ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કીમના વ્યવહારોના રિપોર્ટ માટે જરૂરી વ્યવસ્થા કરવા
માટે કેન્દ્રીય હિસાબી વિભાગ, ભારતિય રિઝર્વબેંન્ક, નાગપુર નો સંપર્ક સાધશો.
3. આ યોજનાની વિગતો બેંન્કના ગ્રાહકોને યોગ્ય રીતે મળી શકે તેવી વ્યવસ્થા કરવા માટે આ યોજના ચલાવવા માટે અધિકૃત શાખાઓને જાણ કરશો.
આપનો વિશ્વાસુ
(પાર્થ ચૌધરી)
મહા પ્રબંધક
|