RBI/2015-16/229
DBR.RRB.BC.No.53/31.01.001/2016-17
16 ફેબ્રુઆરી 2017
સમગ્ર ક્ષેત્રિય ગ્રામીણ બેંકો
પ્રિય મહોદય/મહોદયા
ગોલ્ડ લોન ની પુનઃ ચુકવણી
કૃપયા 22 સપ્ટેમ્બર 2010 ના પરિપત્ર નંબર RPCD.CO.RRB.BC.No. 22/03.05.34/2010-11 નું અવલોકન કરો , જેમાં ક્ષેત્રિય ગ્રામીણ બેંકો (RRBS) ને બુલેટ પુનઃ ચુકવણીના વિકલ્પ સાથે રૂપિયા 1 લાખ સુધી ગોલ્ડ લોન આપવાની પરવાનગી આપવામાં આવેલી.
૨. સમિક્ષા કર્યા બાદ એવો નિર્ણય લેવા માં આવ્યો છે કે નીચેની શરતોને આધીન આ યોજનામાં લોન ની રકમ 1 લાખ થી વધારી ને 2 લાખ સુધી આપી શકાશે .
-
લોન મંજુર કર્યા ની તારીખથી 12 માસ ની મુદત સુધી લોન મંજુર કરી શકાશે
-
લોન ખાતામાં વ્યાજ દર મહીને ઉધારવા માં આવશે, જે લોન મંજુર કર્યાં ના 12 માસ ના અંતે મુદ્દલ સાથે ચુકવવા પાત્ર થશે.
-
RRB એ લોન ટુ વેલ્યુ (LTV) નું પરિમાણ ( Ratio) ઓન ગોઇંગ બેઝ પર ના વ્યાજ સાથેની લોન ની બાકી રકમ ના 75% લેખે નિભાવવાનો રહેશે. જો આમ નહિ થાય તો આવી લોન ને “નોન પરફોર્મિંગ એસેટ” (NPA) તરીકે ગણવામાં આવશે.
-
સોના નું મુલ્ય તારીખ 1 જુલાઈ, 2014 ના 2014 પરિપત્ર નંબર RPCD..RRB.RCB.BC.No. 08/03.05.33/2014-15 ના ફકરા નંબર 3 માં દર્શાવેલા સૂચનો મુજબ ગણવા નું રહેશે.
૩. અહીં ચોખવટ કરવામાં આવે છે કે ખેતીવાડી માટેની સોના/ સોનાના દાગીના ઉપર મંજુર કરેલી લોન નું સંચાલન પ્રવર્તમાન ઇન્કમ રેકોગ્નીઝેશન,એસેટ ક્લાસીફીકેશન અને પ્રોવિઝનિંગ નોર્મ્સ અંતર્ગત કરવામાં આવશે.
આપનો વિશ્વાસુ
(સૌરવ સિન્હા)
મુખ્ય મહા પ્રબંધક |