RBI/2016-17/225
DGBA.GAD.2012/15.02.005/2016-17 9 ફેબ્રુઆરી 2017
ચેરમેન/મુખ્ય વહીવટી અધિકારી
પબ્લીક પ્રોવીડન્ડ ફંડ , કિશાન વિકાસ પત્ર 2014
સુકન્યા સમૃધ્ધી એકાઉન્ટ, સીનીયર સીટીઝન
સેવીંગ્સ સ્કીમ 2004 હેન્ડલ કરતી એજન્સી બેંકો
પ્રિય મહોદય/મહોદયા
નાની બચત યોજના ઉપર વ્યાજનાદર
કૃપયા ઉપરોક્ત વિષય બાબતમાં અમારા તારીખ 13 ઓક્ટોબર, 2016 ના પરિપત્ર નં. DGBA,GAD.881/15-02-2005/2016–17 નુ અવલોકન કરો. ભારત સરકારે તેમના તારીખ 30 મી ડિસેમ્બર 2016 ના ઓફીસ મેમોરેન્ડમ No. F. No.1/04/2016 – NS.11 દ્વારા જુદા જુદા પ્રકારની નાની બચત યોજનાઓ માટે નાણાકીય વર્ષ 2016-17 ના ચતુર્થ ક્વાર્ટર માટે વ્યાજના દરો જણાવ્યા છે (તેની કોપી સામેલ છે).
૨. આ પરિપત્રની વિગતો, આપની જે શાખાઓ સરકારી નાની બચત યોજનાઓ નું કામ કરતી હોય તેવી શાખાઓને જરૂરી કાર્યવાહી કરવા માટે ધ્યાન દોરવા માટે મોકલશો. આ વિગતો આવી યોજનામાં નાણા રોકનાર થાપણદારો ની માહિતી માટે જે તે શાખાના નોટિસબોર્ડ ઉપર પ્રદર્શીત કરાવશો.
આપનો વિશ્વાસુ,
વી.એસ.પ્રજીશ
સહાયક મહાપ્રબંધક
બીડાણ : ઉપર મુજબ
|