Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (268.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 21/01/2016
Amended circular on Gold Monetisation Scheme, 2015

RBI/2015-16/300
DBR.IBD.BC.74/23.67.001/2015-16

21 જાન્યુઆરી, 2016

સમગ્ર અનુસુચિત વાણીજ્ય બેંકો
(ક્ષેત્રિય ગ્રામીણ બેંકો સિવાય)

પ્રિય મહોદય/મહોદયા

Amended circular on Gold Monetisation Scheme, 2015

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ની કલમ 35 A માં મળેલી સત્તા અંતર્ગત, ભારતીય રીઝર્વ બેંકે નિર્દેશ કરેલ છે કે તારીખ 22 ઓક્ટોબર, 2015 ના ભારતીય રીઝર્વ બેંક (ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કીમ, 2015) માસટર ડાયરેક્ષન નંબર DBR.IBD No.45/23.67.003/2015-16 માં નીચે મુજબ ફેરફાર કરવામાં આવેલ છે.

(i) હાલ ના પેટા ફકરા નંબર 2.1.1 (iii) ને સુધારી ને નીચે મુજબ વાંચવો:

STBD ના મુદ્દલ અને વ્યાજ નું મુદ્રા વેલ્યું સોના માં ગણાશે. MLTGD ના કિસ્સા માં મુદ્દલ નું મુદ્રા વેલ્યું સોના માં ગણાશે અને વ્યાજ નું મુદ્રા વેલ્યું ડીપોઝીટ કરતી વખતે પ્રવર્તમાન સોનાની કીમત મુજબ ભારતીય રૂપિયા માં ગણાશે.

(ii) હાલ ના પેટા ફકરા નંબર 2.1.1 (iv) ને સુધારી ને નીચે મુજબ વાંચવો:

ડીપોઝીટ કરવા માટે લાયકાત પાત્ર શખ્શો –ભારતીય રહીશ (વ્યક્તિ, એચયુએફ, માલિકી અને ભાગીદારી પેઢીઓ, ટ્રસ્ટ જેમાં મુચ્યુઅલ ફંડ / સેબી (મુચ્યુઅલ ફંડ) રેગ્યુલેશન અને કંપની માં નોંધાયેલા એક્ષ્ચેન્જ ટ્રેડેડ ફંડ નો સમાવેશ થાય છે –તેઓ આ યોજના માં રોકાણ કરી શકે છે. બે અથવા તેથી વધુ લાયકાત ધરાવતા રોકાણકારો પણ યોજના માં સંયુક્ત રીતે રોકાણ કરી શકે છે અને આવી ડીપોઝીટ આવા રોકાણ કર્તા ઓ ના સંયુક્ત નામે તેમના સંયુક્ત ડીપોઝીટ ખાતા માં જમા કરવામાં આવશે. નોમીનેશન સહિત સંયુક્ત બેંક ડીપોઝીટ ખાતું સંયુક્ત રીતે ચલાવવાના હાલ પ્રવર્તમાન નિયમો આ ગોલ્ડ ડીપોઝીટ ને લાગુ પડશે.

(iii) હાલ ના પેટા ફકરા નંબર 2.1.1 (v) ને નીચે મુજબ સુધારવા માં આવશે :

આ યોજના અંતર્ગત સમાયેલી ડીપોઝીટો CPTC માં બનાવવામાં આવશે. અલબત્ત, ખાસ કરીને મોટા ડીપોઝીટરો માટે બેંકો તેમની મુનસફી થી તેમની આ માટે નીમેલી/હોદ્દેદાર શાખાઓ માં સોના માં ડીપોઝીટો સ્વીકારી શકશે.

વધુમાં, બેંકો તેમની મુનસફી થી, જો રોકાણકારો તેમનું સોનું સીધા જેમની પાસે સોના ની શુધ્ધતા ચકાસવાની સગવડ છે અને જે 995 શુધ્ધતા બાબત નું થાપણદાર ને પ્રમાણપત્ર આપશે તેવા ગોલ્ડ રીફાઇનર પાસે ડીપોઝીટ કરે તો તે માન્ય રાખશે.

(iv) હાલ ના પેટા ફકરા નંબર 2.1.1 (ix) ને સુધારી ને નીચે મુજબ વાંચવો:

આ યોજના ના અમલ માટેની નીતિ તેમના બોર્ડ માં મંજુર થયે થી તરતજ હોદ્દેદાર બેંકો આરબીઆઈ
ને આ યોજના માં ભાગ લેવાના તેમના નિર્ણય ની જાણ કરશે. તેઓ પરિશિષ્ટ -2 માં આપેલા ફોરમેટ માં તેમની બધી શાખાઓ માં યોજના અંતર્ગત જમા થયેલા સોના નો આરબીઆઈ ને દર મહીને રીપોર્ટ કરશે.

(v) નીચે મુજબ ફકરા નંબર 2.1.1 (x) સમાવવામાં આવશે:

GMS ઉપર વખતો વખત કેન્દ્ર સરકાર સૂચિત કરે તે રીતે ટેક્ષ લાગશે.

(vi) નીચે મુજબ ફકરા નંબર 2.1.1 (xi) સમાવવામાં આવશે:

સોનાનો જત્થો ગ્રામ ના ત્રણ દશાંશ માં વ્યક્ત કરવામાં આવશે.

(vii) હાલ ના પેટા ફકરા નંબર 2.1.2 (iv) ને સુધારી ને નીચે મુજબ વાંચવો:

a) મીડીયમ ટર્મ ગવર્ન્મેન્ટ ડીપોઝીટ (MTGD) 5-7 વર્ષ સુધી મૂકી શકાય છે અને લોંગ ટર્મ ગવર્ન્મેન્ટ ડીપોઝીટ (LTGD) 12-15 વર્ષ અથવા કેન્દ્ર સરકાર નક્કી કરે તેટલા સમય સુધી મુ કી શકાશે.

b) આવી થાપણો ઉપર વ્યાજ કેન્દ્ર સરકાર નક્કી કરશે અને સમયાંતરે ભારતીય રીઝર્વ બેંક તે સૂચિત કરશે. કેન્દ્ર સરકારે સૂચિત કરેલા પ્રવર્તમાન વ્યાજ ના દર નીચે મુજબ છે.

  1. મીડીયમ ટર્મ ડીપોઝીટ ઉપર વાર્ષિક 2.25 ટકા લેખે

  2. લોંગ ટર્મ ડીપોઝીટ ઉપર વાર્ષિક 2.50 ટકા લેખે.

c) નીચે દર્શાવેલા લઘુત્તમ લોક ઇન પીરીયડ અને દંડ ને ધ્યાન માં રાખી ને હોદ્દેદાર બેંકો આવી થાપણો ને પાકતી મુદત પહેલા પૂરેપૂરો અથવા અંશત ઉપાડ કરવા માટે પરમીશન આપી શકશે.

i. લઘુત્તમ લોક ઇન પીરીયડ

મીડીયમ ટર્મ ગવર્ન્મેન્ટ ડીપોઝીટ (MTGD) ત્રણ વર્ષ પછી ગમે ત્યારે ઉપાડી શકાશે

અને લોંગ ટર્મ ગવર્ન્મેન્ટ ડીપોઝીટ (LTGD) પાંચ વર્ષ પછી

ii. પાકતી મુદત પહેલા ઉપાડ માટે નો દંડ

રોકાણકાર ને પાકતી મુદત પહેલા ચુકવવા પાત્ર ઉપાડ ની રકમ ની ગણત્રી નીચે દર્શાવ્યા મુજબ (A) અને (B) ના સરવાળા જેટલી થશે.

(A) ઉપાડ ની તારીખે ગોલ્ડ ડીપોઝીટ ની ખરેખર બજાર કીમત

(B) નીચે મુજબ -ડીપોઝીટ મુક્તિ વખતે સોનાની કીમત ઉપર ચુકવવા ત્ર વ્યાજ1

ડીપોઝીટ નો પ્રકાર લોક ઇન પીરીયડ (વર્ષ) ખરેખર ડીપોઝીટ ચાલુ રાખ્યા નો સમય (વર્ષ)
MTGD 3 3 થી વધુ અને 5 થી ઓછા 5 અથવા તેથી વધુ અને 7 થી ઓછા
    થાપણ સમયે MTGD ને લાગુ પડતો દર 0.375% થાપણ સમયે MTGD ને લાગુ પડતો દર 0.25%

ડીપોઝીટ નો પ્રકાર લોક ઇન પીરીયડ (વર્ષ) ખરેખર ડીપોઝીટ ચાલુ રાખ્યા નો સમય (વર્ષ)
LTGD 5 5થી વધુ અને 7 થી ઓછા 7 અથવા તેથી વધુ અને 12 થી ઓછા 12 અથવા તેથી વધુ અને 15 થી ઓછા
    થાપણ સમયે MTGD ને લાગુ પડતો દર 0.25% થાપણ સમયે LTGD ને લાગુ પડતો દર 0.375% થાપણ સમયે LTGD ને લાગુ પડતો દર 0.25%

(viii) નીચે મુજબ ફકરા નંબર 2.2.2 (ix) સમાવવામાં આવશે:

કેન્દ્ર સરકારે નક્કી કરેલ છે કે આ યોજના શરુ કર્યા એટલે કે તારીખ 5 નવેમ્બર, 2015 ના શરુઆત ના પહેલા વર્ષે MLTGD ના હેન્ડલિંગ ચાર્જ પેટે (જેમાં ગોલ્ડ પ્યોરીટી ટેસ્ટ, રીફાઇનીંગ, ટ્રાન્સપોર્ટ, સ્ટોરેજ અને અન્ય અનુસંગિક ખર્ચ નો સમાવેશ થાય છે) આ યોજના હેઠળ એકત્ર કરેલા સોનાના રૂપિયા માં મૂલ્ય ના 1.5% ના સમાન દરે (at flat rate) ચૂકવશે અને કમીશન 1% લેખે ચૂકવશે.

સમજુતી : સોનાનો ડીપોઝીટ મુક્યા સમયે પ્રવર્તમાન ભાવ ગણી ને જમા કરેલ સોનાનું રૂપિયા માં મુલ્ય કરીને તેના આધારે બેંકો ને ચૂકવવાના ચાર્જ તેમજ કમીશન ની ગણત્રી થશે.

(ix) હાલ ના પેટા ફકરા નંબર 2.4. (i) ને સુધારી ને નીચે મુજબ વાંચવો:

આ યોજના માં કેન્દ્ર સરકાર BIS પ્રમાણિત CPTC / રીફાઈનર્સ ની યાદી સૂચિત કરશે અને ઇન્ડિયન બેન્કસ એસોસીએશન (IBA) મારફતે બેંકો ને તેની જાણ કરશે.

(x) રીફાઈનરી માં સીધું સોનું જમા કરાવી શકાય તેવી યોજના ને શક્ય બનાવવા માટે ત્રીપક્ષીય કરાર પણ કરવામાં આવશે. એના વિકલ્પે બેંકો પણ રીફાઈનર્સ સાથે ત્રીપક્ષીય કરાર ઉપરાંત આવી વ્યવસ્થા ની શરતો દર્શાવી ને દ્વિપક્ષીય કરાર કરી શકશે.

રાજેન્દ્ર કુમાર
મુખ્ય મહા પ્રબંધક


1 વ્યાજ ની ગણત્રી નું ઉદાહરણ નીચે આપેલ છે

ડીપોઝીટ નો પ્રકાર લોક ઇન પીરીયડ
(વર્ષ)
ખરેખર ડીપોઝીટ ચાલુ રાખ્યા નો સમય (વર્ષ)
MTGD આજની તારીખે પરિસ્થિતિ 3 થી વધુ અને 5 થી ઓછા 5 અથવા તેથી વધુ અને 7 થી ઓછા
    2.250%-0.375%=1.875% 2.250%-0.250%=2.00%

ડીપોઝીટ નો પ્રકાર લોક ઇન પીરીયડ
(વર્ષ)
ખરેખર ડીપોઝીટ ચાલુ રાખ્યા નો સમય (વર્ષ)
LTGD આજની તારીખે પરિસ્થિતિ 5થી વધુ અને 7 થી ઓછા 7 અથવા તેથી વધુ અને 12 થી ઓછા 12 અથવા તેથી વધુ અને 15 થી ઓછા
    2.250%-0.250%=2.00% 2.500%-0.375%=2.125% 2.500%-0.250%=2.25%
 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×