RBI/2016-17/203
DPSS.CO.PD.No.1669/02.14.006/2016-2017
30 ડીસેમ્બર 2016
તમામ પ્રિ-પેઈડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ જારીકર્તા
સીસ્ટમ પ્રોવાઇડરસ, સીસ્ટમ સહભાગીઓ
અને અન્ય તમામ સંભવિત પ્રિ-પેઈડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ જારીકર્તા
પ્રિય મહોદયા/ મહોદય,
ઈલેક્ટ્રોનિક ચુકવણીઓ ને પ્રોત્સાહન માટે વિશેષ ઉપાયો- સમય નો વિસ્તાર
તારીખ 22 નવેમ્બર 2016 ના પરિપત્ર DPSS.CO.PD.No.1288/02.14.006/2016-17 નો સંદર્ભ જુઓ જે અન્વયે ન્યુનતમ વિગતો સાથે ના સેમી કલોઝડ પીપીઆઇ ની સીમાઓ માં વધારો અને પીપીઆઈ નો ઉપયોગ કરનારા નાના વેપારીઓ માટે વિશેષ છૂટ અંગે જણાવવામાં આવેલું. આ પગલાં, સમીક્ષા ને અધીન, 30 ડીસેમ્બર 2016 સુધી અમલ માં હતા.
2. બેંક પ્રિ-પેઈડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ (પીપીઆઇ) ને દેશ માં જારી કરવા સંબંધી માર્ગદર્શિકાઓ અને રૂપરેખા ની વ્યાપક સમીક્ષા કરી રહી છે (જુઓ Press release dated September 2, 2016) તેને ધ્યાન માં લઇ, એ નિર્ણય કરવામાં આવેલો છે કે ઉપર વર્ણવેલ પરિપત્ર માં અધિસૂચિત પગલાંઓ ને પીપીઆઈ માર્ગદર્શિકાઓ ની સમીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી લંબાવવા માં આવે.
3. આ નિર્દેશ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ 2007 (એક્ટ 51 ઓફ 2007) ની કલમ 18 સાથે વંચાણમાં લેતાં કલમ 10 (2) હેઠળ જારી કરવામાં આવેલ છે.
આપની વિશ્વાસુ
(નીલિમા રામટેક)
મહા પ્રબંધક |