RBI/2016-17/169
DCM (Plg) No.1508/10.27.00/2016-17
02 ડીસેમ્બર 2016
ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી
(કરન્સી ચેસ્ટ ધરાવતી તમામ બેંકો)
પ્રિય મહોદય,
બેંક નોટો ની ફાળવણી
રવિ પાક ની ઋતુ માટે રોકડ ઉપલબ્ધ કરાવવી-બેંકો ને સલાહ પરના અમારા તારીખ 22 નવેમ્બર 2016 ના પરિપત્ર DCM (Plg) No.1345/10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ.
2. ઉપરના અનુસંધાન માં અને ગ્રામિણ શાખાઓ, પોસ્ટ ઓફિસો અને ડીસીસીબી ને બેંક નોટો ની પર્યાપ્ત ફાળવણી થાય તે સુનિશ્ચિત કરવા માટે, બેન્કોને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (એસએલબીસી) હેઠળ કાર્ય કરતા જિલ્લા કો-ઓર્ડીનેટરસ (લીડ બેંક મેનેજરસ) ને કરન્સી ચેસ્ટ માંથી ચલણી નાણા ના વિતરણ ના આયોજન/ સવલત માટે સામેલ કરવાનું જણાવવામાં આવે છે.
3. એક એવી માન્યતા ઉભી થયેલી છે કે કરન્સી ચેસ્ટ ધરાવતી બેંકો રોકડ ની આપૂર્તિ માં તેમની પોતાની શાખાઓને અગ્રીમતા આપે છે. તેથી, આ કરન્સી ચેસ્ટ ધરાવતી બેંકો ને અન્ય બેંકો અને તેમની પોતાની શાખાઓ વચ્ચે અસમાન ફાળવણી ની માન્યતા ને દુર કરવા માટે દ્રશ્યમાન પ્રયાસો કરવાનું જણાવવામાં આવે છે.
આપનો વિશ્વાસુ,
(સુમન રાય)
મહાપ્રબંધક |