RBI/2016-17/183
DBR.AML.BC.48/14.01.01/2016-17
15 ડીસેમ્બર 2016
તમામ નિયંત્રિત સંસ્થાઓ
પ્રિય મહોદય / મહોદયા,
નો યોર કસ્ટમર (કેવાયસી) પર ના માસ્ટર ડાયરેકશન ની જોગવાઈ ઓનું અનુપાલન
નો યોર કસ્ટમર (કેવાયસી) પર ના માસ્ટર ડાયરેકશન ની નીચેની જોગવાઈઓ નો સંદર્ભ જોવામાં આવે
(i) સેક્શન – 8 (d) અને (e), કે જેમાં જણાવવામાં આવેલું છે કે નિયંત્રીત સંસ્થાઓનો (આર ઈ) કોન્કરન્ટ / આંતરિક ઓડીટ સીસ્ટમે કેવાયસી / એ. એમ. એલ. નીતિઓ અને પ્રક્રિયા ના અનુપાલનની ચકાસણી કરવી પડશે અને ઓડીટ કમિટીને ત્રિમાસિક ઓડીટ નોંધો અને અનુપાલન પ્રસ્તુત કરવું પડશે.
(ii) સેક્શન – 23, જેમાં “સ્મોલ એકાઉન્ટસ” ના પરિચાલન પર સૂચનાઓ આપેલી છે, અને
(iii) સેક્શન – 67, કે જેમાં જણાવવામાં આવેલું છે કે બેન્કોને લાગુ પડતી, સમય સમય પર સુધારેલી, ઇન્કમટેક્ષ (આઈ ટી) રૂલ 114 B ની જોગવાઈઓ અનુસાર લેવડદેવડ કરતી વખતે ગ્રાહકોના પરમેનન્ટ એકાઉન્ટ નંબર મેળવવામાં આવે અને સત્યાપન કરવામાં આવે. જેમની પાસે પી. એ. એન. નથી તેવી વ્યક્તિઓ પાસેથી ફોર્મ – 60 મેળવવામાં આવે. તે બાબતની સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે આઈ ટી રૂલ 114 B ના અનુસંધાનમાં, ટ્રાન્જેકશન માં બેંક સાથે ખાતાઓ ખોલવાનો પણ સમાવેશ થાય છે.
2. આરબીઆઇ ના ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં ઉપરની જોગવાઈઓનું ચુસ્તપણે અનુપાલન સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું નથી. આ અંગે, આર ઈ ને નીચે પ્રમાણે સલાહ આપવામાં આવે છે:
(i) માસ્ટર ડાયરેકશન ની કલમ 8 (d) અને (e) માં નિર્દિષ્ટ પ્રવર્તમાન સૂચનાઓનું તેઓ કડક અનુપાલન કરશે.
(ii) “સ્મોલ એકાઉન્ટસ” માટે, નિર્ધારિત મર્યાદાઓ / શરતોનું ઉલ્લંઘન કરવામાં આવશે નહીં અને તેના કડક અનુપાલાનનું મોનીટરીંગ કરવામાં આવશે. જો કોઈ ગ્રાહક નિર્દિષ્ટ મર્યાદાથી વધારે વ્યવહારો કરવા ઈચ્છતો હોય તો સામાન્ય ખાતું ખોલવા માટેની આવશ્યકતાઓ કે જેમાં સેક્શન16/17 માં વર્ણવેલ સીડીડી/ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી અને માસ્ટર ડાયરેકશન ની કલમ 67 ની જોગવાઈઓ કે જેમાં બેંક કે એન. બી. એફ. સી. સાથે ખાતું ખોલાવતી વખતે પી. એ. એન. / ફોર્મ – 60 જણાવવાનો સમાવેશ થાય છે, તેનું અનુપાલન કર્યા પછી તેમ કરવા દેવામાં આવશે. જો કોઈ ખાતું, ખાતામાં જમા રકમો / શેષ રાશિ સ્વીકાર્ય મર્યાદા કરતાં વધી જવાથી સ્મોલ એકાઉન્ટ તરીકે વર્ગીકૃત થવા માટે ગેરલાયક થાય, તો સ્મોલ એકાઉન્ટ માટે નિર્દિષ્ટ મર્યાદાની અંદર જ ઉપાડ કરવા દેવામાં આવે કે જ્યાં તેની સીમાનું ઉલ્લંઘન થયું ન હોય.
(iii) બી. એસ. બી. ડી. ખાતાઓ (પી. એમ. જે. ડી. વાય. ખાતાઓ કે જે બી. એસ. બી. ડી. ખાતા જેવા જ છે) કે, જે કેવાયસી અનુપાલિત નથી તેમને “સ્મોલ એકાઉન્ટસ” તરીકે ગણવા જોઈએ અને તેઓ આવા ખાતાઓને લાગુ પડતી મર્યાદાઓને અધિન છે. તેથી આવા ખાતાઓમાં સામાન્ય વ્યવહારો કરવા દેવા માટે, ઉપર (ii) માં સમજાવેલી કાર્યવાહી નું અનુપાલન કરવું પડશે. જો કોઈ ખાતું, ખાતામાં જમા રકમો / શેષ રાશિ સ્વીકાર્ય મર્યાદા કરતાં વધી જવાથી સ્મોલ એકાઉન્ટ તરીકે વર્ગીકૃત થવા માટે ગેરલાયક થાય તો સ્મોલ એકાઉન્ટ માટે નિર્દિષ્ટ મર્યાદાની અંદર જ ઉપાડ કરવા દેવામાં આવે કે જ્યાં તેની સીમાનું ઉલ્લંઘન ન થયું હોય.
(iv) કેવાયસી અનુપાલિત ખાતાઓ કે જ્યાં આવશ્યક સી. ડી. ડી. કાર્યવાહીનું અનુપાલન થયેલું છે. તે અંગે, આર ઈ, આઈ ટી રૂલ 114 B ના અનુસંધાનમાં, તમામ વ્યવહારો કે જેમાં બેંકો, એન. બી. એફ. સી. વગેરે સાથે ખાતું ખોલાવવા નો પણ સમાવેશ થાય છે, માટે પી. એ. એન. જણાવવાનો / ફોર્મ – 60 મેળવવાની જોગવાઈનું અનુપાલન સુનિશ્ચિત કરશે. એવા ખાતાઓ કે જે ઉપર વર્ણીત આવશ્યકતાઓનું અનુપાલન કરતા નથી તેમાં કોઈ ઉધાર વ્યવહાર, ટ્રાન્સફર અથવા અન્ય કરવા દેવામાં આવશે નહીં. શરૂઆતમાં, નીચે યાદીમાં આપેલ બંને થ્રેશ હોલ્ડ (ઉચ્ચ સીમા) પર પહોંચતા ખાતાઓમાં આ નિયમ કડકાઈથી લાગુ પાડવામાં આવશે.
-
રૂપિયા પાંચ લાખ કે વધુ ની શેષ રાશિ / બેલેન્સ
-
9 નવેમ્બર 2016 પછી કરવામાં આવેલ કુલ ડીપોઝીટ (ઈલેક્ટ્રોનિક કે અન્ય માધ્યમોથી મળેલ જમા રકમો સહિત) રૂપિયા બે લાખ થી વધે.
3. એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે, ઇન્કમટેક્ષ રૂલ 114 B માં જોગવાઈ અનુસાર માસ્ટર ડાયરેકશન ના સેક્શન – 67 ની જોગવાઈઓ સરકાર, કોન્સ્યુલર ઓફીસ ને મંજૂર કરેલ મુક્તિ ને અધિન છે.
આપનો વિશ્વાસુ,
(લીલી વાડેરા)
મુખ્ય મહાપ્રબંધક |