| નો યોર કસ્ટમર પર ના માસ્ટર ડાયરેકશન માં સુધારો |
RBI/2016-17/177
DBR.AML.BC.47/14.01.01/2016-17
08 ડીસેમ્બર 2016
તમામ નિયંત્રિત સંસ્થાઓ
પ્રિય મહોદય / મહોદયા,
નો યોર કસ્ટમર પર ના માસ્ટર ડાયરેકશન માં સુધારો
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A હેઠળ મળેલી સત્તાઓ નો ઉપયોગ કરીને , નો યોર કસ્ટમર પર ના માસ્ટર ડાયરેકશન માં કેટલાક સુધારાઓ કરવાનું નક્કી કરવામાં આવેલું છે. જાહેર કરવામાં આવી રહેલ બે મોટા સુધારાઓ નીચે મુજબ છે:
-
કેટલાક નિયંત્રણો ને અધીન, વન ટાઈમ પીન (ઓટીપી) આધારિત ઈ-કેવાયસી ને મંજુરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
-
તમામ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો એ (એસસીબી) 01 જાન્યુઆરી 2017 અને તે પછી ખોલેલા તમામ નવા વ્યક્તિગત ખાતાઓ ને લગતા કેવાયસી ડેટા અનિવાર્યપણે સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજીસ્ટ્રી સાથે અપલોડ કરવા પડશે. જો કે, એસસીબી ને જાન્યુઆરી 2017 દરમ્યાન ખોલેલા ખાતાઓ ના ડેટા અપ લોડ કરવા માટે 01 ફેબ્રુઆરી 2017 સુધી નો સમય આપવામાં આવે છે. એસસીબી સિવાય ની રેગ્યુલેટેડ એન્ટીટીઝે 01 એપ્રિલ 2017 અને તે પછી ખોલેલા તમામ નવા વ્યક્તિગત ખાતાઓ ને લગતા કેવાયસી ડેટા સીકેવાયસીઆર સાથે અપલોડ કરવાના છે.
ઉપરોક્ત ઉપરાંત, વર્તમાન સૂચનાઓમાં કેટલાક અન્ય સુધારાઓ/ સ્પષ્ટતાઓ નો તારીખ 08 ડીસેમ્બર 2016 ના જાહેરનામા Notification No. DBR. AML. BC. No. 18/14.01.001/2016-17 માં સમાવેશ કરવામાં આવેલો છે.
આપનો વિશ્વાસુ,
(લીલી વાડેરા)
મુખ્ય મહાપ્રબંધક |
|