RBI/2016-17/204
DCM (Plg) No.2142/10.27.00/2016-17
30 ડીસેમ્બર 2016
ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારીઓ
જાહેર ક્ષેત્ર ની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/ પ્રાદેશિક ગ્રામીણ બેંકો / શહેરી સહકારી બેંકો /
રાજ્ય સહકારી બેંકો / જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો
પ્રિય મહોદય,
એટીએમ માંથી રોકડ ઉપાડ- દૈનિક મર્યાદા માં વધારો
કૃપયા અમારા “બેંક ડીપોઝીટ ખાતા માંથી રોકડ ઉપાડ- છૂટછાટ” પર ના તારીખ 25 નવેમ્બર 2016 ના પરિપત્ર DCM (Plg) No. 1424/10.27.00/2016-17 નો સંદર્ભ જુંઓ.
2. પરિસ્થિતિ ની સમીક્ષા ના અંતે, એટીએમ માંથી ઉપાડ ની દૈનિક મર્યાદા 01 જાન્યુઆરી 2017 થી અમલમાં આવે તે રીતે (સૂચિત સમગ્ર સાપ્તાહિક મર્યાદા ની અંદર) પ્રતિ કાર્ડ પ્રતિ દિન વર્તમાન રૂ. 2500 / થી રૂ. 4500/ સુધી વધારવામાં આવેલી છે. સાપ્તાહિક ઉપાડ મર્યાદા માં કોઈ ફેરફાર નથી. આવા ઉપાડો મુખ્યત્વે રૂ. 500 ના મૂલ્ય વર્ગ માં થવા જોઈએ.
3. અમારા તારીખ 28 નવેમ્બર 2016 ના પરિપત્ર DCM (Plg) No. 1437/10.27.00/2016-17 દ્વારા ઉપાડ મર્યાદાઓ માં આપવામાં આવેલી છૂટછાટ યથાવત રહે છે.
4. કૃપયા પ્રાપ્તિ સુચના મોકલો.
આપનો વિશ્વાસુ,
(પી. વિજયકુમાર)
મુખ્ય મહાપ્રબંધક |