RBI/2016-17/207
DCM (Plg) No.2200/10.27.00/2016-17
03 જાન્યુઆરી 2017
ચેરમન / મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી
(કરન્સી ચેસ્ટ સાથે ની તમામ બેંકો)
પ્રિય મહોદય / મહોદયા,
ગ્રામ્ય વિસ્તારો માટે રોકડ ની ફાળવણી
કૃપયા અમારા ગ્રામ્ય વિસ્તારો માટે રોકડ ની ઉપલબ્ધી કરાવવા અંગે ના પરિપત્રો DCM (Plg) No.1345/10.27.00/2016-17 તારીખ 22 નવેમ્બર 2016 અને DCM (Plg) No.1508/10.27.00/2016-17 તારીખ 02 ડીસેમ્બર 2016 નું અવલોકન કરો.
2. વર્તમાન માં ગ્રામિણ વિસ્તારો માં પુરી પાડવામાં આવતી બેંક નોટો ગ્રામ્ય વસ્તી ની જરૂરિયાત સાથે સુસંગત નથી એવું અવલોકન કરતાં, ઉપર ના પરિપત્રો માં દર્શાવેલા કેટલાક પગલાં ક્યારનાય શરુ કરવામાં આવેલા છે. ઓછામાં ઓછી 40% બેંક નોટો ગ્રામ્ય વિસ્તારોમાં પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવાના હેતુ થી અને આ સમસ્યા ને વધુ સ્થાયી રૂપે હળવી કરવા માટે, ઉપરોક્ત ના સાતત્ય માં, કરન્સી ચેસ્ટ ધરાવતી બેંકો ને નીચે ના પગલાં લેવા માટે જણાવવામાં આવે છે.
મુદ્રા પ્રવાહ ની વિતરણ ચેનલો અને પ્રમાણ
i. બેંકો એ તેમની કરન્સી ચેસ્ટો ને આરઆરબી, ડીસીસીબી અને વાણિજ્ય બેંકો ની ગ્રામ્ય શાખાઓ, ગ્રામ્ય વિસ્તારો માંના વ્હાઈટ લેબલ એટીએમ અને ગ્રામિણ ક્ષેત્રો ની પોસ્ટ ઓફિસો કે જેમને વિતરણ માટેની મુખ્ય ગ્રામિણ ચેનલો તરીકે ઓળખવામાં આવે છે, તેમને અગ્રીમતા ના ધોરણે નવી નોટો જારી કરવા પગલાં લેવાનું જણાવવું જોઈએ.
ii. જો કે ગ્રામિણ આવશ્યકતાઓ જિલ્લા જિલ્લા માં અલગ હોઈ શકે છે કે જે સીએએસએ ડીપોઝીટો અને ડીપોઝીટ ખાતાઓની સંખ્યા ના પારસ્પરિક હિસ્સા ના સંદર્ભ માં પ્રત્યેક જીલ્લામાં ગ્રામ્ય અને શહેરી મિશ્રણ માં વિભિન્નતાઓ પર આધારિત છે, આ સંબંધ માં આવશ્યકતા આધારિત અભિગમ અપનાવવા માટે અનુબંધ-1 અનુસાર ગ્રામ્ય અને શહેરી મિશ્રણ પર આધારિત ફાળવણી માટે પ્રત્યેક જિલ્લા માટે એક ચોક્કસ ટકાવારી નક્કી કરવા માં આવી છે.
iii. તદ અનુસાર , જિલ્લા માં કાર્યરત તમામ ચેસ્ટ ઉપર વર્ણવેલ વિતરણ ચેનલો ને દર્શાવેલ પ્રમાણ માં બેંક નોટો જારી કરે. દર્શિત પ્રમાણ સાપ્તાહિક સરેરાશ આધારે પ્રત્યેક ચેસ્ટ લેવલે જાળવવા માં આવે કારણ કે દૈનિક ધોરણે પ્રમાણ ને વળગી રહેવું મુશ્કેલ હોઈ શકે છે.
નિગરાની માટે રીપોર્ટીંગ
iv. કરન્સી ચેસ્ટો એ પ્રત્યેક શુક્રવાર ના કામકાજ ના અંતે ઉપરની શ્રેણીઓ ને દૈનિક વિતરણ ની માહિતી સાપ્તાહિક સારાંશ સાથે ચેસ્ટ સ્લીપ સાથે લીંક ઓફીસ (એલઓ) ને રજુ કરવી પડશે. એલઓ તેને સમીક્ષા માટે આરબીઆઈ ના સંબંધિત પ્રાદેશિક કાર્યાલય માં આગળ પ્રસ્તુત કરે (રીપોર્ટીંગ ફોરમેટ સંલગ્ન છે). તે ચેસ્ટ બેલેન્સ રીપોર્ટીંગ વ્યવસ્થા (અનુબધ-2) જેવું હોવું જોઈએ. એલઓ વિતરણો માં સંગ્રહણ ને અટકાવવા માટે અને વિતરણો સમાન ધોરણે થયા છે તે સુનિશ્ચિત કરવા માટે દૈનિક રેપોર્ટો ની નિગરાની કરે.
મૂલ્ય વર્ગો નું મિશ્રણ
v. ચેસ્ટો એ રૂપિયા 500 અને તેનાથી નીચેના મૂલ્ય વર્ગો માં બેંક નોટો જારી કરવી જોઈએ. ખાસ કરીને, ડબલ્યુએલએઓ સહિત એટીએમ ને રૂ. 500 અને રૂ. 100 ની નોટો જારી કરવી જોઈએ અને એટીએમ શ્રેણી માં, ઓફ-સાઈટ એટીએમ ને ઓન-સાઈટ એટીએમ ની અપેક્ષાએ વધારે ઊંચા પ્રમાણ માં રોકડ ફાળવવી જોઈએ કારણ કે તેઓ છેલ્લા માઈલ સુધી ની ચલણ ની સંયોજકતા માટે વધુ મહત્વ ના છે.
vi. રૂ. 100 થી નીચેના અન્ય મૂલ્ય વર્ગો ના વર્તમાન જથ્થા ને મુક્તપણે જારી કરવો જોઈએ.
vii. બેંકો, જો આવશ્યકતા હોય તો, સિક્કાઓ માટે માંગણીપત્ર મુકે, ભારતીય રિઝર્વ બેંક ના નિર્ગમ વિભાગ માંથી પુરવઠો પ્રાપ્ત કરે અને જાહેર જનતા ને અગ્રીમતા ના આધારે આપૂર્તિ સુનિશ્ચિત કરે.
3. કૃપયા પ્રાપ્તિ સુચના મોકલો.
આપનો વિશ્વાસુ,
(પી. વિજય કુમાર)
મુખ્ય મહાપ્રબંધક
સંલગ્નક: ઉપર મુજબ
અનુબંધ-1 (સંલગ્ન)
અનુબંધ-2
લીંક ઓફિસો દ્વારા આરબીઆઈ ના પ્રાદેશિક કાર્યાલયો ને દૈનિક રીપોર્ટીંગ
| (રૂપિયા કરોડ માં) |
| બેંક નું નામ |
તારીખ |
ગ્રામ્ય એટીએમ માટે વિતરણ કરેલ રોકડ |
ગ્રામ્ય શાખાઓ ને રોકડ વિતરણ |
ગ્રામિણ ડબ્લ્યુ એલ એ
માટે વિતરિત રોકડ |
ગ્રામ્ય વિસ્તારોમાં
પોસ્ટ ઓફિસો ને વિતરિત રોકડ |
ગ્રામિણ વિસ્તારો ને કુલ વિતરિત રોકડ |
| |
|
|
આરઆરબી |
વાણિજ્ય બેંકો |
ડીસીસીબી |
|
|
|
| |
|
|
|
|
|
|
|
|
|