RBI/2016-17/96
IDMD.CDD.No.892/14.04.050/2016-17
20 ઓક્ટોબર 2016
ચેરમન & મેનેજીંગ ડાયરેક્ટર,
તમામ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો,
(પ્રાદેશિક ગ્રામિણ બેંકો સિવાય)
નામિત પોસ્ટ ઓફિસો
સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડ (SHCIL)
નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડ & બોમ્બે સ્ટોક એક્ષચેન્જ લીમીટેડ
પ્રિય મહોદય/ મહોદયા,
સોવરિન ગોલ્ડ બોન્ડ –રોકાણ ની મહત્તમ મર્યાદા અને કોલેટરલ તરીકે નો સ્વીકાર- સ્પષ્ટીકરણ
તમે જાણો છો તે મુજબ, ભારત સરકારે ગવર્નમેન્ટ સિક્યોરીટીઝ એકટ, 2006 (38 of 2006) ની કલમ 3 ના ક્લોઝ (iii) અન્વયે આપવામાં આવેલી સત્તા નો ઉપયોગ કરી સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના જાહેર કરેલી છે. યોજના સ્પષ્ટ કરે છે કે બોન્ડ માં ફાળા ની મહત્તમ મર્યાદા પ્રત્યેક નાણાકીય વર્ષમાં વ્યક્તિ દીઠ 500 ગ્રામ રહેશે. યોજના ના સંદર્ભ માં બેંકો તથા અન્યો તરફથી બોન્ડ ની સામે ધિરાણ ની શક્યતા અને ફાળા પર ના નિયંત્રણો તબદીલી દ્વારા સંપાદન ને લાગુ પડશે કે નહી તે વિષે અમને પશ્નો/ પૂછપરછ મળી રહ્યા છે.
આ અંગે, સ્પષ્ટતા કરવામાં આવે છે કે:
(અ) સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) એ ગવર્નમેન્ટ સિક્યોરીટીઝ એકટ, 2006 ની કલમ 3 હેઠળ જારી કરવામાં આવેલ સરકારી પ્રતિભૂતિ (ગવર્નમેન્ટ સિક્યોરીટીઝ) છે. SGB ના ધારક સિક્યોરીટી સામે પ્લેજ, હાયપોથીકેશન અથવા લીયન ઉભું કરી શકે છે (ગવર્નમેન્ટ સિક્યોરીટીઝ એકટ, 2006 / G-Sec રેગ્યુલેશન 2007 ની જોગવાઈઓ પ્રમાણે), તેથી SGBs નો કોઇપણ લોન માટે કોલેટરલ સિક્યોરીટી (ગૌણ જામીનગીરી) તરીકે ઉપયોગ કરી શકાય છે.
(બ) બેંકો અને અન્ય લાયક ધારકો એક નાણાકીય વર્ષમાં તબદીલી વગેરે દ્વારા, વસૂલાત પ્રક્રિયા થી ઉદભવતા હસ્તાંતરણો સહિત, 500 ગ્રામ થી વધુ SGBs સંપાદન કરી શકાશે.
આપનો વિશ્વાસુ,
(રાજેન્દ્ર કુમાર)
મહાપ્રબંધક
|