| પી એમ જે ડી વાય હેઠળ ખાતાઓ- પૂર્વસાવધાનીઓ |
RBI/2016-17/165
DCM (Plg) No.1450/10.27.00/2016-17
29 નવેમ્બર 2016
ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારીઓ
જાહેર ક્ષેત્ર ની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/ પ્રાદેશિક ગ્રામીણ બેંકો / શહેરી સહકારી બેંકો /
રાજ્ય સહકારી બેંકો / જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો
પ્રિય મહોદય,
પી એમ જે ડી વાય હેઠળ ખાતાઓ- પૂર્વસાવધાનીઓ
“રોકડ નો ઉપાડ- સાપ્તાહિક સીમા” પર ના અમારા તારીખ 25 નવેમ્બર 2016 ના પરિપત્ર DCM (Plg) No. 1424/10.27.00/2016-16 નો સંદર્ભ જુઓ. નિર્દોષ ખેડૂતો અને પીએમજેડીવાય ના ગ્રામિણ ખાતેદારો ને મની લોન્ડર્સ ની પ્રવૃત્તિઓ અને બેનામી પ્રોપર્ટી ટ્રાન્જેકશન & મની લોન્ડરીંગ લોઝ હેઠળ ના કાનૂની પરિણામો થી બચાવવા ના ઉદેશ્ય થી, પૂર્વ સાવધાની તરીકે, 09 નવેમ્બર 2016 પછી સ્પેસીફાઇડ બેન્ક નોટો ની ડીપોઝીટો મારફત ફંડેડ પીએમજેડીવાય ખાતાઓ માં લેવડદેવડ/ ઓપરેશન પર કેટલીક મર્યાદાઓ મુકવાનું નક્કી કરવામાં આવેલું છે. હંગામી પગલાં તરીકે, બેંકો ને પીએમજેડીવાય ખાતાઓ ની બાબતમાં નીચેના નું અવલોકન કરવાનું જણાવવામાં છે.
-
સંપુર્ણ કેવાયસી અનુપાલિત ખાતાધારકો ને તેમના ખાતા માંથી એક માસ માં રૂ. 10000 ઉપાડવા દેવામાં આવે. શાખા પ્રબંધકો વર્તમાન લાગુ પડતી મર્યાદા ની અંદર જ રૂ. 10000 થી વધારા નો ઉપાડ, આવા ઉપાડ ની વાસ્તવિકતા ની ચોકસાઈ કરીને અને બેંક ના રેકોર્ડ પર તેનું દસ્તાવેજીકરણ કરીને કરવા દઈ શકશે.
-
મર્યાદિત અને કેવાયસી અનુપાલિત ન હોય તેવા ખાતા ધારકો ને સમગ્ર રૂ. 10000 ની ઉચ્ચતમ સીમા માં 09 નવેમ્બર 2016 પછી એસબીએન મારફતે ડીપોઝીટ કરેલ રકમ માંથી પ્રતિ માસ રૂ. 5000 ઉપાડવા દેવામાં આવે.
આપનો વિશ્વાસુ,
(પી. વિજયકુમાર)
મુખ્ય મહાપ્રબંધક
|
|