| બેંક ડીપોઝીટ ખાતાઓમાંથી રોકડ ઉપાડ-છૂટછાટ |
RBI/2016-17/163
DCM.No.1437/10.27.00/2016-17
28 નવેમ્બર 2016
ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો / જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો
પ્રિય મહોદય,
બેંક ડીપોઝીટ ખાતાઓમાંથી રોકડ ઉપાડ-છૂટછાટ
એવા અહેવાલો છે કે ખાતાઓમાંથી રોકડ ઉપાડ ની વર્તમાન મર્યાદાઓ ના કારણે કેટલાક ડીપોઝીટરો બેંક ખાતાઓમાં તેમના નાણા જમા કરાવવા માં ખચકાટ અનુભવે છે.
2. તે ચલણી નોટો ના સક્રિય પરિભ્રમણ ને અવરોધે છે તેથી કાળજીપૂર્વક ની વિચારણા ના અંતે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે 29 નવેમ્બર 2016 કે તે પછી ચાલુ કાયદેસરના ચલણ ની નોટો ની કરેલી ડીપોઝીટ નો, વર્તમાન મર્યાદા ઉપરાંત, ઉપાડ કરવા દેવામાં આવે; ખાસ કરીને, ઉપલબ્ધ રૂ. 2000 અને રૂ. 500 ના ઉચ્ચ મૂલ્ય વર્ગ ની બેકનોટો આવા ઉપાડ માટે ઇસ્યુ કરવામાં આવે.
આપનો વિશ્વાસુ,
(પી. વિજય કુમાર)
મુખ્ય મહાપ્રબંધક
|
|