| વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- દૈનિક રીપોર્ટીંગ |
RBI/2016-17/136
DCM (Plg) No.1291/10.27.00/2016-17
16 નવેમ્બર 2016
ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો /
પ્રિય મહોદય,
વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- દૈનિક રીપોર્ટીંગ
ઉપરોક્ત વિષય પરના DCM, CO ના તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર No. DCM (Plg) No. 1226 / 10.27.00/ 2016-17 ના ફકરા (4) નો સંદર્ભ જુઓ જેમાં બેન્કોને Specified બેંક નોટો ની વિગતો સાથે નો દૈનિક રિપોર્ટ RBI ને મોકલવાનું જણાવવામાં આવ્યું છે. એવું અવલોકન કરવામાં આવ્યું છે કે બેંકો રિપોર્ટો નોંધપાત્ર વિલંબ સાથે મોકલી રહી છે જે RBI માં ડેટા ની ક્રમવાર ગોઠવણી અને એકત્રીકરણ માં સખત અગવડ ઉભી કરે છે.
2. બેંકો ને , તેથી, દૈનિક ડેટા અનુબંધ 6A માં RBI, DCM, CO ને દરરોજ 23:00 કલાક પહેલાં ઈ-મેલ દ્વારા મોકલવાનું જણાવવામાં આવે છે.
આપનો વિશ્વાસુ,
(સુમન રાય)
મહાપ્રબંધક
|
|