| વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની સ્પેસીફાઇડ બેંક નોટો (SBNs) ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- લગ્ન પ્રસંગ ની ઉજવણી માટે રોકડ ઉપાડ-સુધારો |
RBI/2016-17/149
DCM (Plg) No.1346/10.27.00/2016-17
22 નવેમ્બર 2016
ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો
પ્રિય મહોદય,
વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની સ્પેસીફાઇડ બેંક નોટો (SBNs) ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- લગ્ન પ્રસંગ ની ઉજવણી માટે રોકડ ઉપાડ-સુધારો
કૃપયા તારીખ 21 નવેમ્બર 2016 ના પરિપત્ર સંખ્યા DCM (Plg) No.1320/10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ. ઉપરોક્ત પરિપત્ર ના ફકરા 2 vi (c) માં સમાવિષ્ટ સૂચનાઓને નીચે પ્રમાણે સુધારવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઉપાડેલ રોકડ જેમને ચૂકવવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે તેવી વ્યક્તિઓની વિસ્તૃત યાદી, આવા વ્યક્તિઓ પાસેથી ઘોષણા પત્ર સાથે કે તેમની પાસે બેંક ખાતું નથી , જ્યાં પ્રસ્તાવિત ચુકવણી ની રકમ રૂ. 10000 કે તેથી વધુ હોય,. યાદી માં પ્રસ્તાવિત ચૂકવણીઓ જે હેતુ માટે કરવામાં આવી રહી હોય તે દર્શાવેલું હોવું જોઈએ.
આપનો વિશ્વાસુ,
(પી. વિજય કુમાર)
મુખ્ય મહાપ્રબંધક
|
|