RBI/2016-17/147
DCM (Plg) No.1341/10.27.00/2016-17
22 નવેમ્બર 2016
ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો /જિલ્લા
પ્રિય મહોદય,
વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની સ્પેસીફાઇડ બેંક નોટો (SBNs) ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- કપટયુક્ત પ્રયાસો
અમારા ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે કેટલાક ચોક્કસ સ્થળોએ, થોડાક બેંક શાખાના અધિકારીઓ કેટલાક બદમાશ તત્વો સાથે સાંઠગાંઠ માં એસબીએન(SBNs) ને રોકડમાં બદલતી વખતે / ખાતામાં ડીપોઝીટ કરવા SBNs નો સ્વીકાર કરતી વખતે કપટ યુક્ત પ્રયાસો માં સંડોવાયા છે.
2. તેથી બેન્કોને એ સુનિશ્ચિત કરવાનું જણાવવામાં આવે છે કે આવા કપટ યુક્ત પ્રયાસો ઉન્નત તકેદારી મારફતે તત્કાલ બંધ કરવામાં આવે. અને આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે.
3. બેન્કોએ SBNs ના વિનિમય અને તેમના ગ્રાહકોના ખાતાઓમાં આવી નોટોને ડીપોઝીટ કરવા સંબંધે જારી કરવામાં આવેલ સૂચનાઓનું કડક અનુપાલન સુનિશ્ચિત કરવું જોઈએ. આ સંબંધમાં, બેંક શાખાઓએ નીચેનાનો યોગ્ય રેકોર્ડ રાખવો પડશે:
(i) પ્રત્યેક ડીપોઝીટ અથવા લોન ગ્રાહકના ખાતામાં, 10 નવેમ્બર 2016 બાદ, ડીપોઝીટ કરેલી સ્પેસીફાઈડ બેન્કનોટોની મૂલ્યવર્ગ વાર વિગતો અને નોન – એસબીએન નોટોનું કુલ મૂલ્ય.
(ii) વોક – ઇન તથા નિયમિત ગ્રાહકો દ્વારા વિનિમય કરાયેલ એસબીએન નોટોનો ગ્રાહક પ્રમાણે અને મૂલ્યવર્ગ પ્રમાણે રોકોર્ડ.
બેંકો ટૂંકી નોટીસ પર આ વિગતો પૂરી પાડવાની તૈયારી રાખે.
4. કૃપયા પ્રાપ્તિ સૂચના મોકલો.
આપનો વિશ્વાસુ,
(પી. વિજયકુમાર)
મુખ્ય મહાપ્રબંધક
|