Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (216.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 21/11/2016
વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની સ્પેસીફાઇડ બેંક નોટો (SBNs) ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- લગ્ન પ્રસંગ ની ઉજવણી માટે રોકડ ઉપાડ

RBI/2016-17/145
DCM (Plg) No.1320/10.27.00/2016-17

21 નવેમ્બર 2016

ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો

પ્રિય મહોદય,

વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની સ્પેસીફાઇડ બેંક નોટો (SBNs) ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- લગ્ન પ્રસંગ ની ઉજવણી માટે રોકડ ઉપાડ

કૃપયા ઉપરોક્ત વિષય પરના અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર Circular No. DCM (Plg) No.1226 /10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ.

2. જાહેરજનતા ને તેમના સંતાનોના લગ્નપ્રસંગ ની ઉજવણી કરવા માટે સક્ષમ બનાવવાના હેતુથી તેમના બેંક ડીપોઝીટ ખાતામાંથી લગ્ન સંબંધિત ખર્ચાઓને પહોંચી વળવા માટે ઉચ્ચતર રોકડ ઉપાડની મર્યાદા માટે મંજૂરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ, બેન્કોએ કુટુંબો ને બિન – રોકડ સાધનો જેવાં કે ચેક / ડ્રાફ્ટ, ક્રેડીટ / ડેબીટ કાર્ડ, પ્રિ – પેઈડ કાર્ડ, મોબાઈલ ટ્રાન્સફર, ઈન્ટરનેટ બેન્કિંગ ચેનલ, NEFT / RTGS વગેરે મારફતે લગ્ન સંબંધિત ખર્ચા કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. તેથી જાહેરજનતાના સભ્યોને, રોકડ ઉપાડ મંજૂર કરતી વખતે રોકડનો ઉપયોગ એવા ખર્ચાઓ ચૂકવવા માટે કરવાનું જણાવવું જોઈએ કે જે માત્ર રોકડ દ્વારા જ ચૂકવી શકાય તેમ હોય. રોકડ ઉપાડ નીચીની શરતોને અધિન હશે:

(i) બેંક ડીપોઝીટ ખાતાઓ માંથી, 30 ડીસેમ્બર 2016 સુધી, 08 નવેમ્બર 2016 ના કામકાજ ના અંતે ખાતામાં જમા બેલેન્સ માંથી મહત્તમ રૂપિયા 2,50,000/- ઉપાડવા દેવામાં આવશે.

(ii) સંપૂર્ણપણે કેવાય સી અનુપાલીત ખાતાઓમાંથી જ ઉપાડ ની મંજૂરી આપવામાં આવે છે.

(iii) જો લગ્ન તારીખ 30 ડીસેમ્બર 2016 કે તે પહેલાં હોય તો જ તે રકમ ઉપાડી શકાશે.

(iv) બે માંથી કોઇપણ એકના માતા પિતા અથવા લગ્ન કરનાર વ્યક્તિ (માત્ર તેમનામાંથી કોઈ એક ને જ ઉપાડની મંજૂરી આપી શકાશે) દ્વારા ઉપાડ કરી શકાશે.

(v) પ્રસ્તાવિત ઉપાડની રકમ રોકડ ચૂકવણી માટે હોવાથી તે સાબિત કરવું પડશે કે વ્યક્તિઓ કે જેમના માટે ચૂકવણી કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે તેમના પાસે બેંક ખાતું નથી.

(vi) ઉપાડ માટેની અરજી સાથે નીચેના દસ્તાવેજો હશે:

  1. અનુબંધ મુજબની અરજી

  2. લગ્નપ્રસંગ નો પુરાવો આમંત્રણ કાર્ડ સહિત અગાઉથી કરેલ ચૂકવણીઓની રસીદોની નકલો જેવી કે લગ્ન હોલ નું બુકિંગ, કેટરર્સ ને કરેલ એડવાન્સ પેમેન્ટ વગેરે.

  3. ઉપાડેલ રોકડ જેમને ચૂકવવાની હોય તેવી વ્યક્તિઓની વિસ્તૃત યાદી, આવા વ્યક્તિઓ પાસેથી ઘોષણાપત્ર સાથે કે તેમની પાસે બેંક ખાતું નથી. યાદી માં પ્રસ્તાવિત ચૂકવણીઓ જે હેતુ માટે કરવામાં આવી રહી હોય તે દર્શાવેલું હોવું જોઈએ.

3. બેંકો પુરાવાનો યોગ્ય રેકોર્ડ રાખશે અને જરૂર જણાય તો સત્તાવાળાઓ દ્વારા ચકાસણી માટે રજૂ કરશે. તેના અધિકૃત / બોનાફાઈડ ઉપયોગના આધારે યોજનાની સમીક્ષા કરવામાં આવશે.

આપનો વિશ્વાસુ,

(પી. વિજયકુમાર)
મુખ્ય મહાપ્રબંધક

સંલગ્નક – ઉપર મુજબ

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×