RBI/2016-17/142 DCM (Plg) No.1317/10.27.00/2016-17
21 નવેમ્બર 2016
ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/ પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો /જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો
પ્રિય મહોદય,
સ્પેસીફાઇડ બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- રોકડ ઉપાડ ની મર્યાદા
કૃપયા અમારા તારીખ 14 નવેમ્બર 2016 ના પરિપત્ર No. DCM (Plg) No.1274/10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ જેના અનુસંધાનમાં ચાલુ ખાતા ધારકો ને (એવા ચાલુ ખાતા કે જે ત્રણ માસ કે તેથી વધુ સમય થી કાર્યરત હોય તેને લાગુ પડશે) પ્રતિ સપ્તાહ રૂ. 50000 સુધી રોકડ માં ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી હતી. સમીક્ષા ને અંતે, આ સવલત ઓવરડ્રાફ્ટ અને કેશક્રેડીટ ખાતાઓમાં પણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તદ અનુસાર, ચાલુ/ ઓવરડ્રાફ્ટ/ કેશક્રેડીટ ખાતા ધારકો કે જે છેલ્લા ત્રણ માસ કે વધુ સમય થી કાર્યરત હોય તેઓ હવે પ્રતિ સપ્તાહ રૂ. 50000 સુધી રોકડ માં ઉપાડ કરી શકશે. સાપ્તાહિક ઉપાડ માટે ની આ વધારેલી મર્યાદા વ્યક્તિગત ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ માટે લાગુ પડશે નહીં.
2. આવા ઉપાડ મુખ્યત્વે રૂ. 2000 ના મૂલ્યવર્ગ ની બેંક નોટો માં વિતરિત કરી શકાશે.
આપનો વિશ્વાસુ,
(સુમન રાય) મહાપ્રબંધક
Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×