RBI/2016-17/141
DCM (Plg) No.1304/10.27.00/2016-17
20 નવેમ્બર 2016
ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો /જિલ્લા
મધ્યસ્થ સહકારી બેંકો
પ્રિય મહોદય,
વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- લીમીટ માં પરિવર્તન
કૃપયા તારીખ 13 નવેમ્બર 2016 ના અમારા પરિપત્ર DCM (Plg) No. 1272/10.27.00/2016-17 ના ફકરા 1 (ii) નો સંદર્ભ જુઓ કે જે ના સંદર્ભમાં રીકેલીબ્રેટેડ ATMs માંથી દૈનિક ઉપાડ ની મર્યાદા પ્રતિદિન રૂ. 2000 થી રૂ. 2500 સુધી વધારવામાં આવી હતી જયારે બેંકો પાસેના અન્ય ATMs ના કેસમાં, જ્યાં સુધી રીકેલીબ્રેટ કરવામાં આવે ત્યાં સુધી, રૂ. 2000 યથાવત રાખવામાં આવી હતી.
2. ATMs ના રીકેલીબ્રેશન નું બારીકાઇપૂર્વક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને નોંધપાત્ર પ્રગતિ થયેલી છે. સમીક્ષા ને અંતે, આગળ ની સૂચનાઓ સુધી, લીમીટ ને યથાવત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. બેંકો નોન- કેલીબ્રેટેડ ATMs મારફત, તેઓ રિકેલીબ્રેટ થાય ત્યાં સુધી, રૂ. 50 અને રૂ. 100 ની બેંક નોટો નું વિતરણ ચાલુ રાખે.
3. કૃપયા પ્રાપ્તિ સુચના મોકલો
આપનો વિશ્વાસુ,
(સુમન રાય)
મહાપ્રબંધક
|