RBI/2016-17/135
DCM (Plg) No.1287/10.27.00/2016-17
16 નવેમ્બર 2016
ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો /
પ્રિય મહોદય,
Specified બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- આવકવેરા ના નિયમો, 1962 ની 114B ની જોગવાઈઓ નું અનુપાલન
ઉપરોક્ત વિષય પરના અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર No. DCM (Plg) No. 1226 / 10.27.00/ 2016-17 નો સંદર્ભ જુઓ. આવકવેરા ના નિયમો, 1962 ની 114B ની જોગવાઈઓ નું અનુપાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી, બેંકો ને નીચે પ્રમાણે જણાવવામાં આવે છે:
i. રૂ. 50000 થી વધુ રોકડ પોતાના ખાતા માં ડીપોઝીટ કરનાર કોઇપણ વ્યક્તિએ પાન કાર્ડ ની નકલ રજુ કરવી પડશે, જો બેંક ખાતું PAN થી ક્રમાંકિત કરવામાં ન આવ્યું હોય તો.
ii. ઉપર ની જોગવાઈઓ ઉપરાંત, તે જ આવકવેરા નિયમોમાં, બેંકો ને આગ્રહ કરવાની જરૂર લાગે તેવા અન્ય વ્યવહારો માટે પણ PAN રીપોર્ટીંગ ની જરૂરિયાતો છે.
2. બેંકો ને, તેથી, ઉપરોક્ત બાબતો ની નોંધ લેવાનું અને આવકવેરા નિયમો 1962 ની 114 B નો જોગવાઈઓ નું કડક અનુપાલન સુનિશ્ચિત કરવાનું જણાવવામાં આવે છે. આવકવેરા નિયમો 1962 ની સંબધિત જોગવાઈ 114 B સંલગ્ન છે.
આપનો વિશ્વાસુ,
(પી. વિજય કુમાર)
મુખ્ય મહાપ્રબંધક
સંલગ્નક: ઉપર મુજબ
|