Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (217.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 14/11/2016
ATMs નો ઉપયોગ- ગ્રાહક સેવા ફી (શુલ્ક) માં છૂટ

RBI/2016-17/132
DPSS.CO.PD.No.1240/02.10.004/2016-2017

14 નવેમ્બર 2016

ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી
સર્વ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો ,પ્રાદેશિક ગ્રામિણ બેંકો સહિત / શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો /
જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો / વ્હાઈટ લેબલ ATM ઓપરેટર્સ

પ્રિય મહોદય/ મહોદયા,

ATMs નો ઉપયોગ- ગ્રાહક સેવા ફી (શુલ્ક) માં છૂટ

બચત ખાતા ના ગ્રાહકો માટેના તેમની પોતાની બેંક ના ATM અને અન્ય બેંકો ના ATM માં કરવામાં આવતા વ્યવહારો અંગે ફરજીયાત મફત ATM વ્યવહારો ની સંખ્યા ના સુયોજન પરના તારીખ 14 ઓગસ્ટ 2014 ના પરિપત્ર DPSS. CO. PD. No.316/02.10.002/2014-2015 તરફ ધ્યાન દોરવામાં આવે છે. વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (Specified બેંક નોટો –SBN) ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણો ને પરત ખેંચવા ને લગતા તારીખ 08 નવેમ્બર 2016 પરિપત્ર No .DCM (Plg) No.1226/10.27.00/2016-17 અને બીજી બાબતો સાથે, ATMs ને બંધ રાખવા, ATMs માંથી ઉપાડ પરના ચાર્જ 30 ડીસેમ્બર 2016 સુધી માફ કરવા અંગેના તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર RBI/2016-17/111 DPSS. CO. PD. No. /02.10.002/2016-2017 પ્રત્યે આપનું ધ્યાન દોરવામાં આવે છે.

2. આ સંબંધમાં, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બેંકો મહિના દરમ્યાન બચત ખાતા ધારકો દ્વારા તેમની પોતાની બેંક ના ATM અને અન્ય બેંકો ના ATM માં કરવામાં આવતા તમામ વ્યવહારો (બંને નાણાકીય અને બિન નાણાકીય સહિત ), વ્યવહારો ની સંખ્યા ધ્યાનમાં લીધા સિવાય, ATM ચાર્જ લગાવવાનું જતું કરશે.

3. સમીક્ષા ને અધીન, આ છૂટછાટ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી ATMs પર કરવામાં આવતા વ્યવહારો ને લાગુ પડશે.

4. આ નિર્દેશ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સીસ્ટમસ એક્ટ, 2007 (Act 51 of 2007) ની કલમ 10(2), કલમ 18 સાથે વંચાણમાં લેતાં, હેઠળ જારી કરવામાં આવ્યો છે.

આપનો વિશ્વાસુ,

(નંદા એસ દવે)
મુખ્ય મહાપ્રબંધક

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×