RBI/2016-17/131
DCM (Plg) No.1274/10.27.00/2016-17
14 નવેમ્બર 2016
ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો /
જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો
પ્રિય મહોદય,
Specified બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- રોકડ ની ડીપોઝીટ અને ઉપાડ માટે ના વિતરણ સ્થળો ને વિસ્તારવા
ઉપરોક્ત વિષય પરના અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર No. DCM (Plg) No. 1226 / 10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ. Specified બેંક નોટો ના વિનિમય /ડીપોઝીટ કરવાની તથા તેમના ખાતાઓ માંથી રોકડ ઉપાડવાની વર્તમાન સવલતો ને વિસ્તારવાના ઉદ્દેશ થી, બેંકો ને નીચેના વધારા ના પગલા નો અમલ કરવાનું જણાવવા માં આવ્યું છે કે જે થી જાહેર જનતા સવલત પ્રાપ્ત કરવામાં શક્ય તેટલી સગવડ ભોગવી શકે.
વધારા ની સવલતો:
i ચાલુ ખાતા ધારકો ને (ચાલુ ખાતાઓ કે જે ત્રણ માસ કે વધુ સમય થી કાર્યરત હોય તેને લાગુ પડે) એક સપ્તાહ માં રૂ. 50000 સુધી નો ઉપાડ કરવા દેવામાં આવશે
ii. બેંકો તેમના માઈક્રો એટીએમ (Micro ATMs- Bala Mitras etc.) પંચાયત કાર્યાલયો નજીક, પોલીસ સ્ટેશનો/ પોલીસ અને લશ્કર આઉટ પોસ્ટ, સરકારી વિભાગો, જાહેર ક્ષેત્ર ના એકમો ના કાર્યાલયો, પેટ્રોલ પમ્પસ, અને અન્ય સલામત સ્થળો એ લગાવે. જો કે તેનાથી વધારે માત્રા માં રોકડ ની જરૂરિયાત ઉભી થશે, તેથી બેંકો માઈક્રો એટીએમ ની લીમીટ/ મર્યાદા ઓછામાં ઓછી રૂ. 50000 સુધી વધારી શકે. અને તેમને વારંવાર રોકડ ની પુન:પૂર્તિ કરવા દે.
iii. દૂરસ્થ / બેંક વિહીન વિસ્તારોમાં રહેતાં લોકો ને વિનિમય / ડીપોઝીટ/ ઉપાડ ની સવલત પુરીપાડવા માટે બેંકો મોબાઈલ વાન નો ઉપયોગ કરવાનું વિચારી શકે છે.
iv. કેમ્પ દ્વારા બેંકો કેન્દ્રિત ચુકવણી ના સ્થાનો એ , ચા/ કોફી અને પ્લાન્ટેશન કામદારો, ખાંડ સહકારી મંડળીઓ, ડેરી ફાર્મ ના કર્મચારીઓ અને આવા બીજા કામદારોના જૂથો માટે ખાતાઓ ખોલે કે જેથી તેઓને ખાતાઓ માં ડીપોઝીટ અને તેમાંથી ઉપાડ ના સંદર્ભ માં વધુ સારી સેવાઓ આપી શકાય.
v. અમે પુન:ઉક્તિ કરીએ છીએ કે વધેલા કાર્ય બોજ નો સામનો કરવા બેંકો ટૂંકા સમય માટે નિવૃત્ત કર્મચારીઓને રોકી શકે છે.
દેખરેખ / મોનીટરીંગ
vi. બેંકો એ ખાત્રી કરવી પડશે કે ગ્રાહકો specified બેંક નોટો અને અન્ય કાયદેસર ના ચલણ ની બેન્ક નોટો ને ડીપોઝીટ કરવા માટે અલગ પે-ઇન-સ્લીપ નો ઉપયોગ કરે (જો ડીપોઝીટર પાસે SBN અને અન્ય કાયદેસર ના ચલણ ની નોટો નો મિશ્ર બંચ હોય તો તેણે તેમને અલગ કરવા પડશે અને બે અલગ પે-ઇન-સ્લીપો રજુ કરવી પડશે). બેન્કોએ ,CBS માં, પાછળ થી સત્યાપન ની સવલત માટે, ફ્લેગ દ્વારા, ગ્રાહક દીઠ અને મુલ્યવર્ગ પ્રમાણે SBNs ની પ્રાપ્તિ નો, વિનિમય માટે હોય કે ડીપોઝીટ માટે હોય, રેકોર્ડ રાખવા માટે વ્યવસ્થા અમલ માં મુકવી પડશે
આપનો વિશ્વાસુ,
(પી. વિજય કુમાર)
મુખ્ય મહાપ્રબંધક
|