RBI/2016-17/129
DCM (Plg) No.1272/10.27.00/2016-17
13 નવેમ્બર 2016
ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો
પ્રિય મહોદય,
રૂ. 500 અને રૂ. 1000 ની વર્તમાન બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- મર્યાદા (limits) ફેરફાર
ઉપરોક્ત વિષય પર ના અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર No. DCM (Plg) No.1226 /10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ. સમીક્ષા ને અંતે, મર્યાદાઓમાં (limits) નીચે પ્રમાણે કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે.
-
Specified બેંક નોટો ના કાઉન્ટર પરના વિનિમય ની મર્યાદા માં વર્તમાન રૂ. 4000 માં થી રૂ.4500 સુધી વધારો કરવામાં આવ્યો છે.
-
ATMs માંથી દૈનિક ઉપાડ ની મર્યાદા, રીકેલીબ્રેટેડ ATMs માં, વર્તમાન પ્રતિદિન રૂ. 2000 માંથી રૂ. 2500 સુધી વધારવામાં આવી છે, અન્ય ATMs જ્યાં સુધી રીકેલીબ્રેટ કરવામાં ન આવે ત્યાં સુધી રૂ. 50 અને રૂ. 100 ની બેંક નોટો નું વિતરણ ચાલુ રાખશે.
-
બેંક ખાતાઓ માંથી ઉપાડ માટેની રૂ. 20000 ની સાપ્તાહિક મર્યાદા રૂ. 24000 સુધી વધારવામાં આવી છે અને પ્રત્યેક દિવસે રૂ. 10000 ની દૈનિક મર્યાદા પાછી ખેંચવામાં આવી છે.
2. સરકારી પેન્શનરો માટે વાર્ષિક જીવન પ્રમાણપત્ર (Annual Life Certificate) કે જે પ્રતિ વર્ષે નવેમ્બરમાં રજુ કરવાનું હોય છે, તે રજુ કરવાની તારીખ 15 જાન્યુઆરી 2017 સુધી લંબાવવામાં આવી.
3. બેન્કો ને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે અલગ લાઈન ની વ્યવસ્થા કરવાનું જણાવવામાં આવ્યું છે. તેજ પ્રમાણે, Specified બેંક નોટો નો રોકડ માં વિનિમય કરવા આવનાર અને બેંક ખાતાઓમાં ડીપોઝીટ કરવા આવનાર માટે અલગ લાઈન ની વ્યવસ્થા કરવામાં આવે.
4. બેન્કોને, બેંક ખાતાઓમાંથી ઉપાડ માટે, બીઝનેસ કોરસપોન્ડન્ટસ ની રોકડ વિતરણ ની મર્યાદા રૂ. 2500 સુધી વધારવાનું જણાવાયું છે.
5. ઉપરોક્ત સુધારાઓ તત્કાલ અસર થી અમલ માં આવશે.
6. કૃપયા પ્રાપ્તિ સુચના મોકલો
આપનો વિશ્વાસુ,
(પી. વિજય કુમાર)
મુખ્ય મહાપ્રબંધક
|