RBI/2016-17/125
DCM (Plg) No.1264/10.27.00/2016-17
11 નવેમ્બર 2016
ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ સહકારી બેંકો
પ્રિય મહોદય,
વર્તમાન રૂ. 500 અને રૂ. 100 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું –રીપોર્ટીંગ અને મોનીટરીંગ
કૃપયા તારીખ 08 નવેમ્બર 2016 ના વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવા પરના DCM, CO ના પરિપત્ર DCM (Plg) No.1226/10.27.00/2016-17 ના ફકરા 4 (રીપોર્ટીંગ મીકેનીઝમ) નો સંદર્ભ જુઓ કે જેના અનુસંધાનમાં બેંકો એ રિઝર્વ બેંક ને Specified બેંક નોટો ના વિનિમય ની દૈનિક સ્થિતિ પર રિપોર્ટ કરવાનો છે. આ સંબંધમાં, બેંકો ને વધુમાં જણાવવામાં આવે છે કે રિપોર્ટ માં રોકડ માં અને ખાતા માં જમા કરીને કરેલ વિનિમય ને લગતા ડેટા નો સમાવેશ થતો હોવો જોઈએ. બેન્કોએ દૈનિક ધોરણે નકલી નોટો ની શોધ ની ઘટના પર પણ રિપોર્ટ કરવાનો છે. આ મુજબ, અનુબંધો 6 અને 6A ને સુધારવામાં આવ્યા છે જે સંલગ્ન છે. એકત્રિત રિપોર્ટ - 6A પછીના દિવસ ના કામકાજના અંતે મેઈલ કરવાનો રહેશે.
2. વધુમાં, ઉપર વર્ણવેલ 2016 ના પરિપત્ર ના ફકરા 8 ના સંદભમાં, બેન્કોને નોડલ ઓફિસર ના સંપર્ક ની વિગતો નીચેના પ્રારૂપ માં 11 નવેમ્બર 2016 ના કામકાજ ના અંતે ઇમેલ મારફતે મોકલવાનું જણાવાયું હતું.
| બેંક નું નામ |
નોડલ ઓફિસર નું નામ |
ટેલીફોન નંબર |
ફેક્સ નંબર |
મોબાઈલ નંબર |
મેઈલ આઈડી |
| |
|
|
|
|
|
(excel ફોર્મેટ માં મોકલવાનું)
આપનો વિશ્વાસુ,
(પી. વિજય કુમાર)
મુખ્ય મહાપ્રબંધક
અનુબંધ- 6
રૂ. 500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગો માં Specified બેંક નોટો ની દૈનિક પ્રાપ્તિ ના નિયંત્રણ કાર્યાલય ને રીપોર્ટીંગ માટેનું પ્રારૂપ
બેંક નું નામ --------------------------------------
શાખાનું નામ -------------------------------------- IFSC Code: ___________
નીચે મુજબ ની SBN ------ ના રોજ શાખામાં સ્વીકારવામાં આવી:
| વિગતો |
રૂ. 500 (નોટોમાં) |
રૂ. 1000 (નોટોમાં) |
કુલ મૂલ્ય |
| રોકડ માં વિનિમય |
|
|
|
| ખાતા માં ડીપોઝીટ |
|
|
|
| કુલ |
|
|
|
| નકલી નોટો પકડવામાં આવી |
|
|
|
શાખા પ્રભારી નું નામ અને હોદ્દો--------------------------------
શાખા પ્રભારી ની સહી -------------------------------------------
તારીખ:---------------------- સ્થળ:----------------------
અનુબંધ-6A
રૂ. 500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગો માં Specified બેંક નોટો ની દૈનિક પ્રાપ્તિ ના RBI, DCM, Central Office ને રીપોર્ટીંગ માટેનું પ્રારૂપ
બેંક નું નામ:-------------------------
વ્યવહાર ની તારીખ ---------------------------
SBN ની પ્રાપ્તિ ની વિગતો
| વિગતો |
રૂ. 500 (નોટોમાં) |
રૂ. 1000 (નોટોમાં) |
કુલ મૂલ્ય |
રોકડ માં વિનિમય |
|
|
|
ખાતા માં ડીપોઝીટ |
|
|
|
કુલ |
|
|
|
નકલી નોટો પકડવામાં આવી |
|
|
|
|