RBI/2016-17/116
DPSS (CO) RTGS No.1212/04.04.002/2016-170
10 નવેમ્બર 2016
ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
સ્મોલ ફાઈનાન્સ બેંકો/ પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ લોકલ એરિયા બેંકો/
તમામ સહકારી બેંકો
પ્રિય મહોદય / મહોદયા,
પેમેન્ટ સિસ્ટમ (RTGS, NEFT, Cheque Clearing, Repo, CBLO and Call markets) શનિવાર,
તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે
બેંકો જાહેર જનતા ના કાર્યો (વ્યવહારો) માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેવાના પરિણામ સ્વરૂપ, એવું નક્કી કરવામાં આવ્યું છે કે પેમેન્ટ સીસ્ટમો (RTGS, NEFT, ચેક ક્લીયરીંગ , Repo, CBLO અને Call markets) શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે.
તમામ સહભાગી સભ્ય બેંકો ને તેમના ગ્રાહકો માટે તારીખ 12 અને 13 નવેમ્બર 2016 ના રોજ ઉપરની પેમેન્ટ સીસ્ટમો ના સંચાલન ને સરળ બનાવવા માટે રોજિંદા કાર્ય દિવસો ની જેમ વ્યવસ્થા કરવાનું જણાવવામાં આવ્યું છે. બેંકો આ દિવસો માં ઉપર મુજબ ની પેમેન્ટ સીસ્ટમ ની સેવાઓ ની ઉપલબ્ધી અંગે પુરતી જાહેરાત કરી શકે.
આપની વિશ્વાસુ
(નંદા એસ. દવે)
મુખ્ય મહાપ્રબંધક |