RBI/2016–17/113
A. P. (DIR Series) Cirucular No. 16
તારીખ: 09 નવેમ્બર 2016
સર્વ અધિકૃત વ્યક્તિઓ
મહોદય / મહોદયા,
રૂપિયા 500 અને રૂપિયા 1000 ના મૂલ્યવર્ગોની પ્રવર્તમાન તથા અન્ય કોઇપણ શ્રેણીની બેન્કનોટોના કાયદેસરના
ચલણ તરીકે ના દરજ્જાને પરત ખેંચવાનો
1. અધિકૃત વ્યક્તિઓ (Authorised Persons) નું ધ્યાન ભારત સરકારના તારીખ 8 નવેમ્બર 2016 ના ગેઝેટ ઓફ ઇન્ડિયા માં પ્રકાશિત જાહેરનામા S. O 3408 (E) તરફ દોરવામાં આવે છે, જેના અનુસાર રૂપિયા 500 અને રૂપિયા 1000 ના મૂલ્યવર્ગોની પ્રવર્તમાન તથા અન્ય કોઇપણ શ્રેણીની બેન્કનોટોના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને 08 નવેમ્બર 2016 ની મધ્યરાત્રીથી પરત ખેંચવામાં આવ્યો છે.
2. જો કે જાહેરનામાના ફકરાઓ 1 (g) અને (h) અન્વયે, specified બેન્કનોટો નીચે નિર્દિષ્ટ કરેલ વ્યવહારો માટે, અન્ય ફેરફારો સાથે, 11 નવેમ્બર 2016 સુધી કાયદેસરના ચલણ તરીકે ચાલુ રહેશે.
-
આંતરરાષ્ટ્રીય હવાઇમથકો પર આવનાર અથવા વિદાય લેનાર મુસાફરો માટે કે જેઓ પાસે specified બેન્કનોટો છે કે જેનું મૂલ્ય કાયદેસરના ચલણ ધરાવતી નોટો સામે વિનિમય માટે પાંચ હજાર થી વધુ ન હોય.
-
વિદેશી પ્રવાસીઓ માટે વિદેશી ચલણ અથવા specified બેન્કનોટો કે જેનું મૂલ્ય પાંચ હજાર થી વધુ ન હોય; ને કાયદેસરનું ચલણ હોય તેવી નોટો સામેના વિનિમય માટે.
3. અધિકૃત વ્યક્તિઓ ઉપરની સૂચનાઓનું પાલન કરે અને આ પરિપત્રનું વિષય વસ્તુ તેમના ગ્રાહકોના ધ્યાન પર લાવે.
4. આ પરિપત્ર માં સમાવિષ્ટ નિર્દેશો ફોરીન એક્ષ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (42 ઓફ 1999) ની કલમ 10 (4) અને કલમ 11 (1) હેઠળ જારી કરવામાં આવેલ છે અને અન્ય કોઈ કાયદા હેઠળ જરૂરી મંજૂરી / પરવાનગી અંગે પૂર્વગ્રહ રાખ્યા સિવાય છે.
આપનો વિશ્વાસુ,
(શેખર ભટનાગર)
પ્રભારી મુખ્ય મહાપ્રબંધક |