RBI/2016-17/128
DCM (Plg) No.1268/10.27.00/2016-17
12 નવેમ્બર 2016
ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ સહકારી બેંકો
પ્રિય મહોદય,
વર્તમાન રૂ. 500 અને રૂ. 100 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું –રીપોર્ટીંગ અને મોનીટરીંગ- કાઉન્ટરો પર અને ATMs પર બેંક નોટો ઇસ્યુ કરવાની માહિતી
કૃપયા તારીખ 11 નવેમ્બર 2016 ના વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવા-રીપોર્ટીંગ અને મોનીટરીંગ પરના અમારા ના પરિપત્ર DCM (Plg) No. 1264/10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ.
2. ઉપર ના અનુસંધાનમાં, એવું નક્કી કરવામાં આવ્યું છે કે બેંકો એ કાઉન્ટર પર અને ATMs મારફત ના રોકડ ઉપાડ નો દૈનિક ડેટા/ માહિતી રજુ કરવાની આવશ્યકતા છે. તદ અનુસાર, અનુબંધ 6A ને સુધારવામાં આવ્યો છે જે સંલગ્ન છે. અમારા દ્વારા માહિતી ના એકત્રીકરણ ને સરળ બનાવવા, અમે આપને ડેટા આ સાથે જોડેલ એક્સેલ ફાઈલ માં, અનુબંધ 6A ઉપરાંત ,તારીખ 13 નવેમ્બર 2016 થી અને તે પછી, રજુ કરવાની વિનંતિ કરીએ છીએ. કૃપયા દૈનિક રિપોર્ટ મેઈલ કરવામાં આવે.
આપનો વિશ્વાસુ,
(પી. વિજય કુમાર)
સંલગ્નક: ઉપર મુજબ
અનુબંધ-6A – સંશોધિત
રૂ. 500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગો માં Specified બેંક નોટો ની દૈનિક પ્રાપ્તિ અને ખાતાઓમાંથી રોકડ ઉપાડ (કાઉન્ટરો અને ATMs) ના RBI, DCM, Central Office ને ઈમેલ દ્વારા રીપોર્ટીંગ માટેનું પ્રારૂપ
બેંક નું નામ:-------------------------
વ્યવહાર ની તારીખ ---------------------------
SBN ની પ્રાપ્તિ / જારી કરેલ બેંક નોટો ની વિગતો
| વિગતો |
રૂ. 500 (નોટોમાં) |
રૂ. 1000 (નોટોમાં) |
કુલ મૂલ્ય (રૂ.) |
| SBN નો રોકડ માં વિનિમય |
|
|
|
| SBN ની ખાતા માં ડીપોઝીટ |
|
|
|
| કુલ |
|
|
|
| નકલી નોટો પકડવામાં આવી |
|
|
|
| રોકડ ની કાઉન્ટર પર ગ્રાહકો ને ચુકવણી (SBN ના વિનિમય સિવાય) |
|
|
|
| ATMs કે અન્ય મશીનો મારફત રોકડ ની ચુકવણી |
|
|
|
|