Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (98.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 30/06/2016
વર્ષ 2005 પહેલાની બેંકનોટ – વિનિમય સુવિધામાં સંશોધન

ભારિબેં/2015-2016/443
ડીસીએમ(પીઆઈજી)સં.જી-12/4297/10.27.00/2015-16

30 જૂન 2016

અધ્યક્ષ/પ્રબંધક નિદેશક/મુખ્ય કાર્યપાલક અધિકારી
બધી જ અનુસૂચિત વાણિજ્ય બેંકો
પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો /ક્ષેત્રીય ગ્રામીણ બેંકો/રાજ્ય સહકારી બેંકો/
જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકો

મહોદયા / મહોદય,

વર્ષ 2005 પહેલાની બેંકનોટ – વિનિમય સુવિધામાં સંશોધન

ઉપરોક્ત વિષય ઉપર કૃપા કરીને 23 ડિસેમ્બર 2015 નો અમારો પરિપત્ર ડીસીએમ (આયો) સ.જી-8/2331/10.27.00/2015-16 તેમજ 11 ફેબ્રુઆરી 2016 નો પરિપત્ર ડીસીએમ (આયો) સ.જી-9/2856/10.27.00/2015-16 તેમજ 23 ડિસેમ્બર 2015ની પ્રેસ વિજ્ઞપ્તિ જુઓ.

2. આપ જાણતા હશો કે જાન્યુઆરી 2014 ઉપરાંત વર્ષ 2005 પહેલાની બેંકનોટ પ્રસારણમાં થી પાછી લેવામાં આવી રહી છે તથા સતત પ્રયાસ પછી આ પ્રકારની મોટા ભાગની નોટો પાછી ખેંચી લેવામાં આવી છે. તેમ છતાં, આ નોટોમાંનો કેટલોક ભાગ હજી પ્રસારણમાં છે. સમીક્ષા કર્યા બાદ એમ નિર્ણય લેવામાં આવ્યો છે કે 2005 પહેલાની બેંકનોટોના વિનિમયનીસુવિધા કેવળ રિઝર્વ બેંકના નીચેના કાર્યાલયોમાં જ ઉપલબ્ધ રહેશે: અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મૂ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટણા અને તિરુવનંતપુરમ તથા કોચી. આ સૂચનોને તારીખ 30 જૂન 2016ની પ્રેસ વિજ્ઞપ્તિમાં પણ જણાવવામાં આવ્યા છે (પ્રતિલિપિ સંલગ્ન).

3. વર્ષ 2005 પહેલાની બધી જ નોટ વૈધ મુદ્રા તરીકે ચાલુ રહેશે.

4. આપને સૂચિત કરવામાં આવે છે કે કોઈ જનતાના માણસ આ પ્રકારની નોટોના વિનિમય માટે આપની શાખાનો સંપર્ક કરે તો કૃપા કરીને તેને યોગ્ય માર્ગદર્શન આપશો.

5. કૃપા કરીને એ પણ સુનિશ્ચિત કરશો કે આવી નોટ આપના કાઉન્ટર પરથી અથવા એટીએમના માધ્યમથી પુન:પ્રસરણમાં આવે નહીં.

6. કૃપા કરીને પ્રાપ્તિ સૂચના આપશો.

ભવદીય,

(પી. વિજયાકુમાર)
પ્રધાન મુખ્ય મહાપ્રબંધક

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×