Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (86.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 30/06/2016
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય) ના અમલ માટેના નિયમોમાં સુધારો

ભારિબેં/2015-2016/437
સબેંનિવિ.બીપીડી (પીસીબી)સર.સં.20/12.05.001/2015-16

અષાઢ 9, 1938
30 જુન 2016

મુખ્ય કાર્યપાલક અધિકારી
બધી જ પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો

પ્રિય મહોદય / મહોદયા,

પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય) ના અમલ માટેના નિયમોમાં સુધારો

કૃપા કરીને પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય) તથા પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના (પીએમએસબીવાય)ના અમલ માટેના તોરતરીકા (modalities) પરનો અમારો તારીખ 5 મે 2015 નો પરિપત્ર સબેંનિવિ.બીપીડી (પીસીબી)સર.સં. 20/12.05.001/2015-16 જુઓ.

2. ભારત સરકાર દ્વારા પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય) માટેના નિયમોની સમીક્ષા કરવામાં આવી છે અને સક્ષમ સત્તાતંત્ર દ્વારા એમ નક્કી કરવામાં આવ્યું છે કે પીએમજેજેબીવાયના નિયમોમાં તારીખ 01 જૂન 2016 થી અસરમાં આવે તે રીતે એક તારણની કલમ (lien clause) નો સમાવેશ કરવો જેના અનુસાર નોંધણીની તારીખથી 45 દિવસની અંદર થયેલા મૃત્યુ માટેના દાવાની ચૂકવણી કરવામાં નહીં આવે જેનો અર્થ એમ થાય છે કે સભ્ય દ્વારા આ યોજનામાં નોંધણી કરાવ્યાની તારીખના 45 દિવસ બાદ જ જોખમ કવચ (risk cover) શરૂ થશે. તેમ છતાં, અકસ્માતને કારણે થયેલા મૃત્યુને આ તારણ કલમ (lien clause) માંથી છૂટ આપવામાં આવશે.

3. બધી જ પ્રાથમિક (શહેરી) સહકારી બેંકોને ઉપરોક્ત સુધારાના અમલ માટે જરૂરી પગલા લેવા માટે સૂચિત કરવામાં આવે છે.

ભવદીયા

(સુમા વર્મા)
પ્રધાન મુખ્ય મહાપ્રબંધક

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×