ભારિબેં/2015-2016/424
બેંનિવિ.સીઆઈડી.બીસી.સં.104/20.16.56/2015-16
16 જુન 2016
સર્વે અનુસૂચિત વાણિજ્ય બેંકો (ક્ષેત્રીય ગ્રામીણ બેંકો સહિત)
સર્વે નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસીસ)
સર્વે પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો
રાજ્ય / મધ્યસ્થ સહકારી બેંકો
બધી જ શાખ માહિતી કંપનીઓ
પ્રિય મહોદય / મહોદયા,
સ્વયં સહાયતા સમૂહ (Self Help Group – SHG - એસએચજી)ના સંબંધમાં શાખ માહિતી રિપોર્ટીંગ
કૃપા કરીને તારીખ 14 જાન્યુઆરી 2016ના અમારા પરિપત્ર ડીબીઆર.સીઆઈડી.બીસી.સં. 73/20.16.56/2015-16 ના પેરા 6 માં રહેલા સૂચનો જુઓ જેમાં એસએચજી સભ્યો પાસેથી જરૂરી માહિતી એકત્રિત કરવાનું અને જરૂરી માહિતીનો શાખ માહિતી કંપનીઓને (સીઆઈસી1) રિપોર્ટ કરવાનું કાર્ય શરૂ કરી શકાય તે માટે બેંકોને તેમના સિસ્ટમ સોફ્ટવેરમાં જરૂરી ફેરફારો કરવા સહિત અન્ય જરૂરી પ્રણાલીઓ અને કાર્યવિધિઓ અમલમાં મૂકવા માટે સૂચિત કરવામાં આવી હતી..
2. એમ નિર્ણય લેવામાં આવ્યો છે કે અમારા તારીખ 27 જુન 2014 ના પરિપત્ર ડીબીઓડી.સં.સીઆઈડી.બીસી. 127/20.16.056/2013-14 દ્વારા જારી કરવામાં આવેલ હાલના માઇક્રોફાઇનાન્સ ડેટા શેરીંગ ફાઈલ ફોર્મેટમાં એસએચજી સભ્ય સ્તરીય ડેટાને સમાવી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. માઇક્રોફાઇનાન્સ ડેટા શેરીંગ ફાઇલ ફોર્મેટના રેલેવન્ટ ફિલ્ડ્સ સાથે તારીખ 14 જાન્યુઆરી 2016ના પરિપત્ર ડીબીઆર.સીઆઈડી.બીસી. સં. 73/20.16.56/2013-14 ના ટેબલ 3 ના સંબંધિત વ્યક્તિગત એસએચજી સભ્ય સ્તરીય ડેટાનું મેપીંગ અનુબંધ 1 માં દર્શાવેલ છે.
3. ચારેય શાખ માહિતી કંપનીઓને તારીખ 1 જુલાઈ 2016થી પ્રસ્તુત કરવાની થતી માઇક્રોફાઇનાન્સ ડેટા શેરીંગ ફાઇલ ફોર્મેટનો સુધારેલો વ્યુ અનુબંધ 2 માં આપેલ છે.
ભવદીય
(રાજિન્દર કુમાર)
મુખ્ય મહા પ્રબંધક
સંલગ્ન્ક – ઉપર મુજબ |