ભારિબેં/2015-2016/416
વિસવિવ.એફએસડી.બીસી.સં.25/05.10.001/2015-16
02 જુન 2016
અધ્યક્ષ તથા પ્રબંધ નિદેશક
મુખ્ય કાર્યપાલક અધિકારીઓ
[બધી જ અનુસૂચિત વાણિજ્યિક બેંકો (પ્રાદેશિક ગ્રામીણ બેંકો સિવાય)]
મહોદયા / મહોદય,
સ્વરાજ અભિયાન વિ. યૂનિયન ઑફ ઇંડિયા અને અન્યની રિટ યાચિકામાં સર્વોચ્ચ અદાલતના હૂકમનું પાલન – કુદરતી આફતગ્રસ્ત ક્ષેત્રોમાં બેંકો દ્વારા રાહત ઉપાયો પર માર્ગદર્શિકા
ઉપરોક્ત રિટ યાચિકાની સુનાવણી દરમ્યાન, સર્વોચ્ચ અદાલતે યૂનિયન ઑફ ઇંડિયા, રાજ્ય સરકાર અને ભારતીય રિઝર્વ બેંક તથા અન્ય બેંકોના સંબંધિત પ્રાધિકારીઓને તેમની નીતિઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાનો આદેશ કર્યો છે કારણકે તેમનો અંતિમ ઉદ્દેશ કોઈ બહારની વ્યક્તિના લાભ માટે નહીં પણ આપણા દેશના લોકોને લાભ પહોંચાડવાનો છે.
ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લેતા, બધી જ અનુસૂચિત વાણિજ્ય બેંકો (ક્ષેત્રીય ગ્રામીણ બેંકો સિવાય) ને તારીખ 1 જુલાઈ 2015 ના અમારા માસ્ટર પરિપત્રમાં દર્શાવેલ કુદરતી આફતગ્રસ્ત ક્ષેત્રોમાં બેંકો દ્વારા રાહત ઉપાયો સંબંધી અમારી માર્ગદર્શિકાના અમલની ખાતરી કરવાનુ જણાવવામાં આવે છે.
કૃપા કરીને પ્રાપ્તિ સૂચના આપશો.
આપની વિશ્વાસુ
(ઉમા શંકર)
મુખ્ય મહાપ્રબંધક |