Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (106.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 26/05/2016
એટીએમ – કાર્ડ પ્રેઝન્ટ વ્યવહારો માટે સુરક્ષા તેમજ જોખમ નિવારણ પગલા

ભારિબેં/2015-2016/413
ચૂપપ્રવિ.કેકા.પીડી.સં./2895/02.10.002/2015-16

26 મે 2016

અધ્યક્ષ તથા પ્રબંધક નિર્દેશક / મુખ્ય કાર્યપાલક અધિકારીઓ
આરઆરબી સહિતની સર્વે અનુસૂચિત વાણિજ્યિક બેંકો / શહેરી સહકારી બેંકો / રાજ્ય સહકારી
બેંકો / જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકો / અધિકૃત એટીએમ પરિચાલકો / કાર્ડ પેમેન્ટ નેટવર્ક
પરિચાલકો / વ્હાઈટ લેબલ એટીએમ પરિચાલકો

મહોદયા / મહોદય,

એટીએમ – કાર્ડ પ્રેઝન્ટ વ્યવહારો માટે સુરક્ષા તેમજ જોખમ નિવારણ પગલા

બેંકોને મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડ પરથી ઈએમવી ચીપ અને પીન આધારિત કાર્ડ તરફ માઈગ્રેટ કરવા માટે સમયમર્યાદા બાબતે સૂચિત કરતા અમારા તારીખ 07 મે 2015 ના પરિપત્ર સં. આરબીઆઈ/2014-15/589 ડીપીએસએસ(કેકા)પીડી.કેકા.સં.2112/02.14.003/2014-15 અને તારીખ 27 ઓગષ્ટ 2015 ના પરિપત્ર સં. આરબીઆઈ/2015-16/163 ડીપીએસએસ.કેકા.પીડી.સં.448/02.14.003/2015-16 જુઓ.

2. હવે જ્યારે દેશમાં પોસ ટર્મિનલ આધારસામગ્રી (POS terminal infrastructure) ને ઈએમવી ચીપ અને પીન કાર્ડ્સ સ્વીકારવા અને પ્રોસેસ કરવા માટે સક્ષમ બનાવવામાં આવ્યા છે, ત્યારે એટીએમ યંત્રો, મોટા ભાગે, હજુ પણ મેગ્નેટિક સ્ટ્રીપ પર રહેલી માહિતી આધારિત કાર્ડ વ્યવહારો (card transactions) પ્રોસેસ કરતા આવ્યા છે. આને પરિણામે, ઈએમવી ચીપ અને પીન આધારિત કાર્ડ હોય તો પણ આ પ્રકારના એટીએમ કાર્ડ વ્યવહારોને કારણે સ્કીમીંગ, ક્લોનીંગ વિ. ને લઈને થતી ઠગાઈના અનેક બનાવો બને છે. આને કારણે એટીએમ પર પણ ઈએમવી ચીપ અને પીન કાર્ડ આધારીત વ્યવહારોની જ સ્વીકૃતિ અને પ્રોસેસીંગને ફરજિયાત બનાવવું જરૂરી થઈ ગયું છે. એટીએમ પર ઈએમવી ચીપ અને પીન કાર્ડ્સનું કોન્ટેક્ટ ચીપ પ્રોસેસીંગ એટીએમ પર થતા વ્યવહારોની ફક્ત સુરક્ષા અને સલામતી વધારશે એટલું જ નહીં પણ જ્યારે તે અમલમાં આવશે ત્યારે પ્રસ્તાવિત “ઈએમવી જવાબદારી શીફ્ટ (EMV liability shift)” માટે બેંકોની તૈયારીમાં પણ સગવડરૂપ થશે.

3. આથી ભારતમાંની બેંકો તેમજ વ્હાઈટ લેબલ એટીમ પરિચાલકોને સૂચિત કરવામાં આવે છે કે તેઓ એમ સુનિશ્ચિત કરે કે તેમના દ્વારા સંસ્થાપન / પરિચાલિત કરવામાં આવતા હાલના બધા જ એટીએમ્સને ઈએમવી ચીપ અને પીન કાર્ડ્સને પ્રોસેસ કરી શકે તે માટે 30 સપ્ટેમ્બર 2017 સુધીમાં સક્ષમ બનાવી દેવામાં આવે. હવે પછીના નવા બધા જ એટીએમ્સ અનિવાર્યપણે પ્રારંભથી જ ઈએમવી ચીપ અને પીન કાર્ડ્સને પ્રોસેસ કરી શકે તે માટે સક્ષમ હોવા જોઈએ. એટીએમ વ્યવહારોના સ્વીચીંગ, ક્લીયરીંગ તેમજ પતાવટ માટે બેંકો, તેમના બોર્ડની સંમંતિ લઈને, કોઈપણ અધિકૃત એટીએમ / કાર્ડ નેટવર્ક પ્રોવાઈડરની સાથે જોડાણ કરી શકે છે.

4. વધુમાં, કાર્ડ પેમેન્ટ્સ ઈકોસિસ્ટમમાં એકસમાનતા સુનિશ્ચિત કરવા માટે, બેંકો તેમના માઈક્રો-એટીએમના સંદર્ભમાં પણ ઉપરની આવશ્યકતાઓનો અમલ કરશે જેને કાર્ડ આધારિત પેમેન્ટ્સને હેન્ડલ કરવા માટે સક્ષમ કરવામાં આવેલ છે.

5. ત્રિમાસિક પ્રગતિનો અહેવાલ મુખ્ય મહાપ્રબંધક, ભારતીય રિઝર્વ બેંક, ચૂકવણી અને પતાવટ પ્રણાલી વિભાગ, કેન્દ્રીય કાર્યાલય, મુંબઈને આ સાથે સંલગ્ન ફોર્મેટમાં જુન/સપ્ટેમ્બર/ડીસેમ્બર/માર્ચ માં અંત પામતા ત્રિમાસિક અવધિ માટે તે પછીના મહિનાની 15 તારીખ પહેલા મોકલવાનો રહેશે.

6. આ નિર્દેશ ચૂકવણી અને પતાવટ પ્રણાલી અધિનિયમ 2007ની કલમ 18 સહપઠિત કલમ 10(2) અંતર્ગત જારી કરવામાં આવે છે.

ભવદીય,

(નંદા એસ. દવે)
મુખ્ય મહાપ્રબંધક


એટીએમ્સ પર ઈએમવી ચીપ અને પીન પ્રોસેસીંગનો રિપોર્ટ

બેંક / વ્હાઈટ લેબલ એટીએમ પરિચાલકનું નામ:………………………………..................

.................................. ત્રિમાસિક ગાળા માટેનો રિપોર્ટ

બેંક દ્વ્રારા સંસ્થાપન કરવામાં આવેલા એટીએમની કુલ સંખ્યા ત્રિમાસિક અવધિ દરમ્યાન ઈએમવી ચીપ અને પીન પ્રોસેસીંગ માટે સક્ષમ બનાવવામાં આવેલ એટીએમની સંખ્યા ત્રિમાસિક અવધિના અંતે ઈએમવી ચીપ અને પીન પ્રોસેસીંગ માટે સક્ષમ બનાવવામાં આવેલ એટીએમની કુલ સંખ્યા
     
     
 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×