ભારિબેં/2015-2016/383
ડીબીએસ.કેકા.પીપીડી.બીસી.ક્ર.10/11.01.005/2015-16
28 એપ્રીલ 2016
અધ્યક્ષ / મુખ્ય કાર્યપાલક
સર્વે અનુસૂચિત વ્યાપારી બેંકો (ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને બાકાત રાખીને)
મહોદયા / મહોદય,
જિલાની સમિતિની ભલામણોનું અનુપાલન
અમે બેંકોમાં ઠગાઈ તથા અનાચાર સંબંધિત જિલાની સમિતિની ભલામણો પર તારીખ 28 જૂન 2000 નો અમારો પરિપત્ર ડીબીએસ.કેકા.પીપીડી.બીસી.ક્ર.39/11.01.005/99-2000 તરફ આપનું ધ્યાન આકર્ષિત કરીએ છીએ. નિર્દેશકોના બોર્ડની લેખાપરીક્ષા સમિતિ (એસીબી – Audit Committee of Board) – સમીક્ષાઓના કેલેંડર પર તારીખ 10 નવેમ્બર 2010 ના અમારા પરિપત્ર ડીબીએસ.એઆરએસ.બીસી.સં. 4/08.91.020/2010-11 તરફ પણ ધ્યાન આકર્ષિત કરવામાં આવે છે, જે અનુસાર જિલાની સમિતિની ભલામણોના અમલની સ્થિતિ બોર્ડની લેખાપરીક્ષા સમિતિ સમક્ષ પ્રસ્તુત કરવાની રહે છે.
2. વિવિધ બેંકોમાં આ ભલામણોની અમલની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ હવે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી જિલાની સમિતિની ભલામણોનું અનુપાલન અંગે નિર્દેશકોના બોર્ડની લેખાપરીક્ષા સમિતિ (એસીબી) ને અહેવાલ આપવાની આવશ્યકતા નથી. તેમ છતાં, બેંકોને એ સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવે છે કે:
i) આ ભલામણોનું અનુપાલન સંપૂર્ણ છે અને તેનું નિરંતર પાલન કરવામાં આવે છે.
ii) આ ભલામણોને યોગ્ય રૂપથી બેંકોની આંતરિક નિરીક્ષણ / લેખાપરીક્ષા પ્રક્રિયાઓમાં શામેલ કરવામાં આવે છે અને તેના મેન્યુઅલ / અનુદેશો વિગેરેમાં દર્શાવવામાં આવે છે.
ભવદીયા,
(પાર્વતી વી. સુંદરમ)
પ્રભારી મુખ્ય મહાપ્રબંધક |