ભારિબેં/2015-16/194
ડીબીઆર.સં.આરઈટી.બીસી.42/12.01.001/2015-16
29 સપ્ટેમ્બર 2015
અધ્યક્ષ / મુખ્ય કાર્યપાલક અધિકારી
સર્વે અનુસૂચિત વ્યાપારી બેંકો / પ્રાદેશિક ગ્રામીણ બેંકો
સ્થાનિક ક્ષેત્રીય બેંકો / શહેરી સહકારી બેંકો / રાજ્ય તેમજ
કેન્દ્રીય સહકારી બેંકો
પ્રિય મહોદય / મહોદયા,
બેંક દરમાં ફેરફાર
ઉપરોક્ત વિષય ઉપર અમારા અગાઉના પરિપત્રો ક્ર. ડીબીઆર.સં.આરઈટી.બીસી.99/12.01.001/2014-15 તારીખ 02 જૂન 2015 તેમજ ડીસીબીઆર.બીપીઓ.(પીસીબી/આરસીબી).પરિપત્ર સં.37/16.11.00/2014-15 તારીખ 02 જૂન 2015 જૂઓ.
2. તારીખ 29 સ્પટેમ્બર 29, 2015ના ચોથા દ્વિમાસિક મુદ્રાકીય નીતિ નિવેદન, 2015-16 માં જાહેર કર્યા મુજબ બેંક દર 8.25 ટકાથી 7.75 ટકા એટલે કે 50 આધાર અંક (basis points) જેટલો સમાયોજિત થયેલ છે.
3. આવશ્યક અનામતોમાં ઊભી થતી ખાધ ઉપર લાગૂ પડતા બધા જ દંડનીય વ્યાજ દરો કે જે બેંક દર સાથે વિશિષ્ટ રીતે જોડાયેલા છે, તે વ્યાજ દરોમાં પણ અનુબંધ માં દર્શાવ્યા મુજબ ફેરફાર થયા છે.
આપની વિશ્વાસુ,
(લીલી વાડેરા)
મુખ્ય મહા પ્રબંધક
અનુ: ઉપર મુજબ
અનુબંધ
દંડનીય વ્યાજ દરો જે બેંક દર સાથે સંકળાયેલા છે.
| બાબત |
હાલના દર |
નવા દર
(29 સપ્ટેમ્બર 2015 થી લાગુ) |
| આવશ્યક અનામતોમાં ઊભી થતી ખાધ ઉપરના દંડનીય વ્યાજ દરો (ખાધના સમયગાળા ઉપર આધારિત) |
બેંક દર ઉપરાંત 3.0 ટકા (11.25 ટકા) અથવા બેંક રેટ ઉપરાંત 5.0 ટકા (13.25 ટકા) |
બેંક દર ઉપરાંત 3.0 ટકા (10.75 ટકા) અથવા બેંક રેટ ઉપરાંત 5.0 ટકા (12.75 ટકા) |
|