આરબીઆઇ/2015-16/221
ડીબીઆર.આઈબીડી.બીસી.52/23.67.003/2015-16
03 નવેમ્બર 2015
સર્વે અનુસૂચિત વ્યાપારી બેંકો (પ્રાદેશિક ગ્રામિણ બેંકોને બાદ કરતા)
પ્રિય મહોદય/મહોદયા,
સુવર્ણ મુદ્રીકરણ યોજના, 2015 – સુધારો
બેંકિંગ વિનિયમન અધિનિયમન, 1949 ની કલમ 35એ માં પ્રાપ્ત સત્તાનું અમલીકરણ કરતા, ભારતીય રિઝર્વ બેંક નિર્દેશ કરે છે કે ભારતીય રિઝર્વ બેંક (સુવર્ણ મુદ્રીકરણ યોજના, 2015) ને સંબંધિત તારીખ 22 ઓક્ટોબર, 2015 ના માસ્ટર નિર્દેશ સં. ડીબીઆર.આઈબીડી. સં.45/23.67.003/2015-16 માં નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે:
પ્રવર્તમાન સબ પેરેગ્રાફ 2.1.2 (i) ને નીચે પ્રમાણે સુધારવામાં આવે છે.
“કોઈ પણ એક સમયે લઘુત્તમ થાપણ 30 ગ્રામ કાચા સુવર્ણની રહેશે (બાર, સિક્કા, દાગીના – પત્થર તેમજ બીજી ધાતુઓને બાદ કરતા). યોજનાની અંદર મહત્તમ થાપણ મૂકવા ઉપર કોઈ જ મર્યાદા નથી.”
રાજિન્દર કુમાર
પ્રધાન મુખ્ય મહાપ્રબંધક
અનુલગ્નક: ઉપર પ્રમાણે |