આ પરિપત્ર સોવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015-16 ને સંબંધિત ભારત સરકારની અધિસૂચના એફ.સં.4(19)-ડબલ્યુઅનેએમ/2014 અને ભારતીય રિઝર્વ બેંકના તારીખ 30 ઓક્ટોબર 2015ના પરિપત્ર આઈડીએમડી.સીડીડી.સં.939 /14.04.050/2015-16 ના સંદર્ભમાં જારી કરવામાં આવે છે. આ સંદર્ભમાં વારંવાર પૂછાતા પ્રશ્નો (Frequently Asked Questions – FAQs) અમારી વેબસાઇટ (www.rbi.org.in) ઉપર મૂકવામાં આવ્યા છે. આ યોજના સંબંધિત પરિચાલન માર્ગદર્શિકાઓ નીચે મુજબ છે.
| 1. |
અરજી |
| |
રોકાણકારો પાસેથી અરજીના ફોર્મ્સ શાખાઓ દ્વારા પ નવેમ્બર થી 20 નવેમ્બર, 2015 સુધી રોજિંદા બેંકિંગ કામકાજના કલાકો દરમિયાન સ્વીકારવામાં આવશે. જ્યાં જરૂરી હશે ત્યાં, અરજદારો પાસેથી યોગ્ય વધારાની માહિતી મેળવવામાં આવશે. અરજી ફોર્મ્સ સ્વીકારનાર કાર્યોલયોએ એ ખાત્રી કરવી જરૂરી છે કે અરજી બધી જ બાબતમાં પરીપૂર્ણ છે. |
| 2. |
સંયુક્ત ધારણ અને નામાંકન (nomination) |
| |
બહુલ સંયુક્ત ધારકો તેમજ નામિતો (nominees) (પ્રથમ ધારકના) ને પરવાનગી આપવામાં આવે છે. શિરસ્તા મુજબ અરજદારો પાસેથી જરૂરી માહિતી મેળવવી. |
| 3. |
અરજીની રકમ ઉપર વ્યાજ |
| |
બચત ખાતા માટેના પ્રવર્તમાન વ્યાજના દરે અરજદારોને નાણાં વસુલ થવાની તારીખથી પતાવટના દિવસની તારીખ સુધીનું, એટલે કે તેઓ જેટલો સમય ભંડોળરહિત રહ્યા, એટલા સમય માટે વ્યાજ ચૂકવવામાં આવશે. જો અરજી સ્વીકારનાર બેંકમાં અરજદારનું ખાતું ન હોય તો અરજદારે પૂરી પાડેલી વિગત પ્રમાણેના ખાતામાં ઇલેકટ્રોનિક માધ્યમથી વ્યાજની રકમ જમા આપવામાં આવશે. |
| 4. |
રદ્દીકરણ |
| |
ઇસ્યુ બંધ થાય ત્યાં સુધી એટલે કે 20 નવેમ્બર 2015 સુધી અરજી રદ કરી શકાશે. સુવર્ણ બોન્ડની ખરીદી માટે સુપ્રત કરેલી વિનંતીમાંથી આંશિક રીતે રદ કરવાની વિનંતીને પરવાનગી નથી. અરજી જો રદ કરવામાં આવશે તો અરજીના નાણાં ઉપર કોઈ વ્યાજ ચૂકવવામાં નહીં આવે. |
| 5. |
બોજો અંકિત કરવો |
| |
બોન્ડ્સ સરકારી જામીનગીરીઓ હોવાને કારણે તેની ઉપર બોજો અંકિત કરવાની પ્રક્રિયા વિ. સરકારી જામીનગીરી અધિનિયમ, 2006 અને તેના અંતર્ગત ઘડેલા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ કરવામાં આવશે. |
| 6. |
એજન્સીની વ્યવસ્થા |
| |
અનુસૂચિત વ્યાપારી બેંકો તેઓના વતી અરજીના ફોર્મ્સનો એકઠા કરવા માટે એનબીએફસીસ, એનએસસી એજન્ટોને અને અન્યોને રોકી શકશે. બેંકો આવી સંસ્થાઓ જોડે ગોઠવણો યા ટાઇ-અપ કરી શકશે. |
| 7. |
આરબીઆઈની ઈ-કુબેર પ્રણાલી થકી કાર્યવાહી |
| |
સોવરીન સુવર્ણ બોન્ડ્સ ભરણા માટે અનુસૂચિત વ્યાપારી બેંકોની બધી જ શાખાઓ ઉપર તેમજ નિર્દિષ્ટ પોષ્ટ ઓફિસો ઉપર આરબીઆઈની ઈ-કુબેર પ્રણાલી થકી ઉપલબ્ધ રહેશે. ઈ-કુબેર પ્રણાલીનો સંપર્ક ઈન્ફીનેટ યા ઈન્ટરનેટ દ્વારા કરી શકાય છે. અરજી ફોર્મ્સ સ્વીકારનાર કાર્યાલયોએ તેમના દ્વારા સ્વીકારવામાં આવેલા ભરણાની માહિતી ને દાખલ કરવાની રહેશે અથવા બલ્ક અપલોડ કરવાનો રહેશે. અરજીનો સ્વીકાર થતાં જ તેઓને શીઘ્ર પુષ્ટી આપવામાં આવશે. વધુમાં, ફાઈલો અપલોડ કરવા બદલ તેઓને એક કન્ફરમેશન સ્ક્રોલ પૂરો પાડવામાં આવશે જેના થકી ફોર્મ્સ સ્વીકારનાર કાર્યાલયો તેમનો ડેટાબેઝ અપડેટ કરી શકશે. ફાળવણીના દિવસે એટલે કે 26 નવેમ્બર 2015ના રોજ બધા જ ભરણાં માટે ધારણ પ્રમાણપત્રો (Holding Certificate) નિર્માણ કરવામાં આવશે. ફોર્મ્સ સ્વીકારનાર કાર્યાલયો તે ડાઉનલોડ કરી શકશે અને તેની પ્રીન્ટઆઉટ લઈ શકશે. ધારણ પ્રમાણપત્રો એવા બધા જ રોકાણકારોને ઈ-મેઇલ દ્વારા પહોંચાડવામાં આવશે જેઓએ તેમના ઈ-મેઈલ એડ્રેસ આપ્યા હશે. જે રોકાણકારોએ તેમના ડીમેટ ખાતાની માહિતી પૂરી પાડી હશે તેમના ડીમેટ ખાતામાં ફાળવણીના દિવસે જામીનગીરી જમા આ્પવામાં આવશે. |
| 8. |
ધારણ પ્રમાણપત્રોનું પ્રીન્ટીંગ |
| |
ધારણ પ્રમાણપત્રોની એ4 કદના 100 જીએસએમ કાગળ ઉપર રંગીન પ્રીન્ટ લેવી. |
| 9. |
સેવા અને અનુવર્તી કાર્યવાહી |
| |
અરજી ફોર્મ્સ સ્વીકારનાર કાર્યાલયો એટલે કે અનુસૂચિત વ્યાપારી બેંકોની શાખાઓ અને નિર્દિષ્ટ પોષ્ટ ઓફિસો ગ્રાહકને “પોતાનો” ગણશે અને આ બોન્ડ અંગેની જરૂરી સેવાઓ પૂરી પાડશે જેમ કે સંપર્ક અંગેની માહિતી અપડેટ કરવી, સમયપૂર્વે બોન્ડ એનકેશ કરાવવા અંગેની વિનંતીઓ સ્વીકારવી વિગેરે. ફોર્મ્સ સ્વીકારનાર કાર્યાલયોએ બોન્ડ્સ પરિપકવ થઈને પરત ચૂકવણી થઈ જાય ત્યાં સુધી તેના સંબંધિત અરજીના ફોર્મ્સ સાચવવાના રહેશે. |
| 10. |
સંપર્ક માહિતી |
| |
કોઈ પણ પૂછપરછ /ખુલાસાઓ નીચેનાઓને ઈ-મેઇલ કરી શકાશે.
(અ) સોવરીન સુવર્ણ બોન્ડ સંબંધિત:– ઈ-મેઇલ
(બ) આઈટી સંબંધિત:– ઈ-મેઇલ |