| સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015-16 |
આરબીઆઇ/2015-16/245 આઈડીએમડી.સીડીડી.સં.1157/14.04.050/2015-16
24 નવેમ્બર 2015
અધ્યક્ષ તેમજ પ્રબંધ નિર્દેશક
સર્વે અનુસૂચિત વ્યાપારી બેંકો
(પ્રાદેશિક ગ્રામિણ બેંકોને બાદ કરતા)
પ્રિય મહોદય/મહોદયા,
સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015-16
તારીખ 30 ઓક્ટોબર 2015 નો સૉવરીન સુવર્ણ બોન્ડ્સ યોજના ઉપરનો પરિપત્ર આઈડીએમડી.સીડીડી.સં.939/14.04.050/2015-16 નો સંદર્ભ આવકાર્ય છે.
2. સૉવરીન સુવર્ણ બોન્ડ્સ જારી કરવાની તારીખ 26 નવેમ્બર 2015 થી બદલીને 30 નવેમ્બર 2015 રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં તારીખ 04 નવેમ્બર 2015ના પરિપત્ર આઈડીએમડી.સીડીડી.સં.968/14.04.050/2015-16 થી જારી કરવામાં આવેલી પરિચલાનત્મક માર્ગદર્શિકાઓ જોવા માટે વિનંતી છે જેમાં એમ જણાવવામાં આવ્યું છે કે અરજદારોને નાણાં વસુલ થવાની તારીખથી પતાવટના દિવસની તારીખ સુધીનું, એટલે કે તેઓ જેટલો સમય ભંડોળરહિત રહ્યા, એટલા સમય માટે પ્રવર્તમાન બચત ખાતાના દર મુજબ વ્યાજ ચૂકવવામાં આવશે. પતાવટની તારીખ હવે 30 નવેમ્બર 2015 થવાથી, પ્રવર્તમાન બચત ખાતાના વ્યાજના દર મુજબ વ્યાજ નાણા વસુલ થવાની તારીખથી નવી પતાવટની તારીખ એટલે કે 30 નવેમ્બર 2015 સુધી ચૂકવવામાં આવશે.
3. ઉપરના પરિપત્રની અન્ય શરતો અને નિયમો યથાવત્ રહે છે.
ભવદીય,
(પી.કે. પાટી)
મહાપ્રબંધક |
|