ભારિબેં/2015-2016/164
ડીપીએસએસ.સીઓ.પીડી.ક્ર.449/02.14.003/2015-16
27 ઓગષ્ટ 2015
અધ્યક્ષ / પ્રબંધ નિર્દેશક / મુખ્ય કાર્યપાલક અધિકારી
પ્રાદેશિક ગ્રામીણ બેંકોનો સમાવેશ કરતા સર્વે અનુસૂચિત વ્યાપારી બેંકો
શહેરી સહકારી બેંકો / રાજ્ય સહકારી બેંકો
જીલ્લા કેન્દ્રીય સહકારી બેંકો / સર્વે કાર્ડ નેટવર્ક પ્રોવાઇડર્સ
પ્રિય મહોદયા / મહોદય,
વેચાણ કેન્દ્રો (POS) પર નગદ ઉપાડ - ટિયર-III થી VI સુધીના કેન્દ્રો પર મર્યાદામાં વૃદ્ધિ
ઉપરોક્ત વિષય ઉપર અમારા અગાઉના પરિપત્રો ક્ર. ડીપીએસએસ.સીઓ.પીડી.ક્ર. 147/02.14.003/2009-10 તારીખ 22 જુલાઈ 2009 તેમજ ડીપીએસએસ.સીઓ.પીડી.ક્ર. 563/02.14.003/2013-14 તારીખ 05 સપ્ટેમ્બર 2013નો સંદર્ભ આવકાર્ય છે જેમાં બેંકો દ્વારા જારી કરવામાં આવેલ બધા જ ડેબીટ કાર્ડો/ઓપન લૂપ પ્રીપેઇડ કાર્ડો ઉપર વેચાણ કેન્દ્રો (POS) પરથી એક દિવસ દીઠ ₹ 1,000/- નો નગદ ઉપાડની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી.
2. સમીક્ષા કરતાં, વેચાણ કેન્દ્રો (POS) પરથી નગદ ઉપાડની મર્યાદા ટિયર- III થી VI સુધીના કેન્દ્રો પરથી (બેંકો દ્વારા જારી કરવામાં આવેલ ડેબીટ કાર્ડો તેમજ ઓપન સિસ્ટમ પ્રીપેઈડ કાર્ડો માટે) દિવસ દીઠ ₹ 1,000/- થી ₹ 2,000/- સુધી, તાત્કાલિક અસરથી, વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટિયર- I થી II સુધીના કેન્દ્રોનો પરથી દિવસ દીઠ મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
3. નગદ ઉપાડ લાદવામાં આવતું ગ્રાહક શુલ્ક, જો કોઈ હોય, તો તે, ₹ 1,000/ ₹ 2,000/-ની મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય, બધા જ કેન્દ્રો ઉપર વ્યવહારની રકમના એક ટકાથી વધુ ન હોવું જોઈએ.
4. નીચેની શરતોને આધીન બેંકો દ્વારા પણ આ પ્રકારની નગદ ઉપાડની સુવિધા પૂરી પાડવામાં આવવી જોઈએ.
-
આ સુવિધા એવી વ્યાપારી સંસ્થાઓમાં ઉપલબ્ધ કરાવવાની રહેશે જેની બેંકે વિશિષ્ટ ચોકસાઈની પ્રક્રિયા અનુસરીને પસંદગી કરી હોય. આ પ્રકારની સુવિધાની ઉપલબ્ધતા તેમજ તે માટે ગ્રાહકે ભરવાપાત્ર થતા શુલ્ક અંગે સ્પષ્ટપણે દર્શાવવા માટે આવી વ્યાપારી સંસ્થાઓને સૂચના આપવાની રહેશે.
-
કાર્ડધારક વ્યાપારી સંસ્થામાંથી ખરીદી કરે કે ના કરે, આ સુવિધા તેને ઉપલબ્ધ રહેશે. જો માલની ખરીદી કરવાની સાથે આ સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે તો જે રસીદ નીકળશે તેમાં નગદ ઉપાડની રકમ અલગ દર્શાવવામાં આવશે.
-
આ પ્રકારની સુવિધા આપનાર બેંકોએ ગ્રાહક તકરાર નિવારણ માટેની અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની રહેશે. આ સુવિધા સંબંધિત ફરિયાદો બેંકિંગ લોકપાલના કાર્યક્ષેત્રમાં આવરી લેવાશે.
5. જેમણે આ પ્રકારની કાર્યવ્યવસ્થાને સક્રિય કરી છે તેવી કાર્ડ જારી કરનાર બેંકોએ ગ્રાહકોમાં આ સુવિધા અંગેની પૂરતી જાગૃતિ લાવશે.
6. બેંકોએ, નગદી ઉપાડ સંબંધિત આંકડાકીય માહિતી, આ સાથે બીડેલા ફોર્મેટ મુજબ, દર ત્રણ મહિને, મુખ્ય મહા પ્રબંધક, ચૂકવણી અને પતાવટ વ્યવસ્થા વિભાગ, મુબંઇ 400 001ને પ્રસ્તુત કરવાની રહેશે. આ માહિતી દરેક ક્વાર્ટરના અંત પછીના પંદર દિવસના સમયમાં પ્રસ્તુત કરવાની રહેશે.
7. ઇ-ચૂકવણી તેમજ બીજા તે સંબંધિત પરિબળોની પ્રગતિને લક્ષ્યમાં રાખીને ઉપરોક્ત યોજનાની સમીક્ષા કરવામાં આવશે.
8. આ નિર્દેશ, ચૂકવણી અને પતાવટ પ્રણાલિ અધિનિયમ, 2007 (2007 નો 51મો અધિનિયમ) ની કલમ 10 (2) ની સાથે પઠિત કલમ 18 હેઠળ જારી કરવામાં આવેલ છે.
આપની વિશ્વાસુ
(નંદા એસ. દવે)
મુખ્ય મહા પ્રબંધક
વેચાણ કેન્દ્રો (PoS) ઉપર થયેલા નગદી ઉપાડ અંગેના વ્યવહારોનો ત્રિમાસિક હેવાલ
ડીપીએસએસ.પીડી.ક્ર/02.14.003/2015-16 તારીખ 27 ઓગષ્ટ 2015-09-13
બેંકનું નામ:
ક્વાર્ટર:
| કેન્દ્રો |
વેચાણ કેન્દ્રો પર નગદ ઉપાડ માટે કાર્યાન્વિત કર્યા હોય તેવા વ્યાપારી સંસ્થાનો (એકત્રિત) |
(ON-US) |
(OFF-US) |
| ત્રિમાસ દરમ્યાન વ્યવહારોની સંખ્યા |
ત્રિમાસ દરમ્યાન વ્યવહારોનું મૂલ્ય (રકમ રુા. માં) |
ત્રિમાસ દરમ્યાન વ્યવહારોની સંખ્યા |
ત્રિમાસ દરમ્યાન વ્યવહારોનું મૂલ્ય (રકમ રુા. માં) |
| ટીયર I |
|
|
|
|
|
| ટીયર II |
|
|
|
|
|
| ટીયર III |
|
|
|
|
|
| ટીયર IV |
|
|
|
|
|
| ટીયર V |
|
|
|
|
|
| ટીયર VI |
|
|
|
|
|
| કુલ |
|
|
|
|
|
|