Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
����� >> >��������۾��� - ���"����
Note : To obtain an aligned printout please download the (360.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 16/02/2017
ગોલ્ડ લોન ની પુનઃ ચુકવણી

RBI/2015-16/229
DBR.RRB.BC.No.53/31.01.001/2016-17

16 ફેબ્રુઆરી 2017

સમગ્ર ક્ષેત્રિય ગ્રામીણ બેંકો

પ્રિય મહોદય/મહોદયા

ગોલ્ડ લોન ની પુનઃ ચુકવણી

કૃપયા 22 સપ્ટેમ્બર 2010 ના પરિપત્ર નંબર RPCD.CO.RRB.BC.No. 22/03.05.34/2010-11 નું અવલોકન કરો , જેમાં ક્ષેત્રિય ગ્રામીણ બેંકો (RRBS) ને બુલેટ પુનઃ ચુકવણીના વિકલ્પ સાથે રૂપિયા 1 લાખ સુધી ગોલ્ડ લોન આપવાની પરવાનગી આપવામાં આવેલી.

૨. સમિક્ષા કર્યા બાદ એવો નિર્ણય લેવા માં આવ્યો છે કે નીચેની શરતોને આધીન આ યોજનામાં લોન ની રકમ 1 લાખ થી વધારી ને 2 લાખ સુધી આપી શકાશે .

  1. લોન મંજુર કર્યા ની તારીખથી 12 માસ ની મુદત સુધી લોન મંજુર કરી શકાશે

  2. લોન ખાતામાં વ્યાજ દર મહીને ઉધારવા માં આવશે, જે લોન મંજુર કર્યાં ના 12 માસ ના અંતે મુદ્દલ સાથે ચુકવવા પાત્ર થશે.

  3. RRB એ લોન ટુ વેલ્યુ (LTV) નું પરિમાણ ( Ratio) ઓન ગોઇંગ બેઝ પર ના વ્યાજ સાથેની લોન ની બાકી રકમ ના 75% લેખે નિભાવવાનો રહેશે. જો આમ નહિ થાય તો આવી લોન ને “નોન પરફોર્મિંગ એસેટ” (NPA) તરીકે ગણવામાં આવશે.

  4. સોના નું મુલ્ય તારીખ 1 જુલાઈ, 2014 ના 2014 પરિપત્ર નંબર RPCD..RRB.RCB.BC.No. 08/03.05.33/2014-15 ના ફકરા નંબર 3 માં દર્શાવેલા સૂચનો મુજબ ગણવા નું રહેશે.

૩. અહીં ચોખવટ કરવામાં આવે છે કે ખેતીવાડી માટેની સોના/ સોનાના દાગીના ઉપર મંજુર કરેલી લોન નું સંચાલન પ્રવર્તમાન ઇન્કમ રેકોગ્નીઝેશન,એસેટ ક્લાસીફીકેશન અને પ્રોવિઝનિંગ નોર્મ્સ અંતર્ગત કરવામાં આવશે.

આપનો વિશ્વાસુ

(સૌરવ સિન્હા)
મુખ્ય મહા પ્રબંધક

 
  ���������� �������� ������, �۾�۾� ���� ���۵���

��۾� �������� : �ۈ�-5 ���� ���������, 1024x768 ������������۶۾���