Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
����� >> >��������۾��� - ���"����
Note : To obtain an aligned printout please download the (210.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 08/02/2017
બચત ખાતામાંથી રોકડ ઉપાડની મર્યાદા દુર કરવા બાબત

RBI/2016-17/224
DCN (PIG) 3107/10.27.00/2016-17

08 ફેબ્રુઆરી 2017

સમગ્ર બેંન્કો

પ્રિય મહોદય/મહોદયા

બચત ખાતામાંથી રોકડ ઉપાડની મર્યાદા દુર કરવા બાબત.

1. કૃપયા ઉપરોક્ત વિષય બાબતમાં અમારા તા. 30 જાન્યુઆરી 2017 પરિપત્ર નં. DCM (PIG) 2905/10.27.00/2016-17 નુ અવલોકન કરો.

2. તારીખ 9 નવેમ્બર 2016 થી સ્પેસીફાઇડ બેંન્ક નોટ (SBNs) ના ચલણમાંથી પરત લેવા (Withdrawal) બાદ, રિઝર્વ બેંન્ક બચત /ચાલુ / કેશ ક્રેડીટ / ઓવરડ્રાફ્ટ ખાતા અને ATM દવારા રોકડ ઉપાડવા માટે કેટલીક મર્યાદાઓ મુકેલ હતી. નવી નોટની પ્રાપ્યતા (પેસ ઓફ રિમોનીટાઈઝેશન) ની સમીક્ષા કરતાં, રિઝર્વ બેંકે આંશિક રીતે ચાલુ / કેશ ક્રેડીટ /ઓવરડ્રાફ્ટ ખાતામાંથી ઉપાડ કરવા માટેનો નિષેધ 31 જાન્યુઆરી 2017 થી અને ATM માંથી ઉપાડ કરવા માટે નો નિયમ 1 ફેબ્રુઆરી 2017 થી પાછો ખેંચેલ છે. (દુર કરવામાં આવેલ છે.) અલબત બચત ખાતાઓમાંથી ઉપાડ માટેની મર્યાદા ચાલુ જ રહેશે.

3. નવી નોટોની પ્રાપ્યતા ને ધ્યાનમાં રાખતા બચતખાતાઓ (જેમાં PMJDY અંતર્ગત ખોલેલા ખાતાનો સમાવેશ થાય છે.) માંથી રોકડ ઉપાડનો નિષેધ નીચે મુજબના બે તબક્કામાં ઉઠાવીલેવાનો હવે નિર્ણય કરવામાં આવેલ છે.

  1. તારીખ 20 ફેબ્રુઆરી 2017 થી બચત ખાતાઓમાંથી ઉપાડની લીમીટ / મર્યાદા એક અઠવાડિયામાં રૂ. 50,000 સુધી (હાલની અઠવાડીયામાં રૃ. 24,000 ની લીમીટી થી વધારીને) વધારવામાં આવશે.

  2. તારીખ 13 માર્ચ 2017 થી બચત ખાતાઓમાંથી ઉપાડ માટે કોઇ મર્યાદા રહેશે નહી.

4. કૃપયા પ્રાપ્તિ સુચના મોકલો.

આપનો વિશ્વાસુ.

(પી.વિજય કુમાર)
મુખ્ય મહાપ્રબંધક

 
  ���������� �������� ������, �۾�۾� ���� ���۵���

��۾� �������� : �ۈ�-5 ���� ���������, 1024x768 ������������۶۾���