Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
����� >> >��������۾��� - ���"����
Note : To obtain an aligned printout please download the (217.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 06/10/2016
અગ્રીમ ક્ષેત્ર ને ધિરાણ- સુધારેલ રીપોર્ટીંગ સીસ્ટમ

RBI/2016-2017/79
FIDD.CO.Plan.CO.BC.No.17/04.09.001/2016-17

06 ઓક્ટોબર 2016

ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર
મુખ્ય વહીવટી અધિકારી
[ તમામ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો (પ્રાદેશિક ગ્રામિણ બેંકો સિવાય) ]
પ્રિય મહોદય/ મહોદયા

અગ્રીમ ક્ષેત્ર ને ધિરાણ- સુધારેલ રીપોર્ટીંગ સીસ્ટમ

અગ્રીમ ક્ષેત્ર ને લગતી માર્ગદર્શિકાઓ તારીખ 23 એપ્રિલ 2015 ના પરિપત્ર FIDD. CO. Plan. BC. 54/04.09.01/2014-15 દ્વારા સુધારવામાં આવેલી છે. તે મુજબ, અગ્રીમ ક્ષેત્ર ને ધિરાણ ના રીપોર્ટીંગ માટેના ત્રિમાસિક અને વાર્ષિક મોનીટરીંગ પ્રારૂપો (Formats) તારીખ 11 જૂન 2015 ના પરિપત્ર FIDD. CO. Plan. BC. No.58/04.09.001/2014-15 દ્વારા મોકલવામાં આવ્યા છે.

2. સમીક્ષા બાદ , અગ્રીમ ક્ષેત્ર ને ધિરાણ ના રીપોર્ટીંગ માટેના ત્રિમાસિક અને વાર્ષિક રીપોર્ટીંગ પ્રારૂપો (Formats) માં ફેરફાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેથી, બેંકો ને અગ્રીમ ક્ષેત્ર ને ધિરાણ ને લગતા ડેટા/ માહિતી આ સાથે સંલગ્ન સુધારેલા પ્રારુપો (Formats) માં રજુ કરવાની વિનંતિ કરવામાં આવે છે. સુધારેલા ત્રિમાસિક અને વાર્ષિક પત્રકો પ્રત્યેક ત્રિમાસ અને નાણાકીય વર્ષ ના અંત ની તારીખ થી અનુક્રમે પંદર અને એક માસ ના સમય માં ભારતીય રિઝર્વ બેંક, વિત્તીય સમાવેશ અને વિકાસ વિભાગ, સ્ટેટીસ્ટીક્સ ડીવીઝન, કેન્દ્રીય કાર્યાલય, ત્રીજો માળ, અમર બીલ્ડીંગ, ફોર્ટ, મુંબઈ-400001 ને રજુ કરવાના રહેશે.

3. બેન્કોને વધુમાં જણાવવામાં આવે છે કે જૂન 2016 અને સપ્ટેમ્બર 2016 માં પુરા થતા ત્રિમાસિક સમય માટેના રીટર્ન 21 ઓક્ટોબર 2016 સુધીમાં માત્ર સુધારેલા પ્રારુપો માં જ રજુ કરે.

આપનો વિશ્વાસુ,

એ. ઉદગાતા
પ્રધાન મુખ્ય મહાપ્રબંધક

સંલગ્નક: ઉપર મુજબ

 
  ���������� �������� ������, �۾�۾� ���� ���۵���

��۾� �������� : �ۈ�-5 ���� ���������, 1024x768 ������������۶۾���